International Girl Child Day: આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ કેમ મનાવવામાં આવે છે, જાણો ઇતિહાસ અને મહત્વ

International Girl Child Day 2024 : આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી દર વર્ષે 11 ઓક્ટોબરના રોજ કરવામાં આવે છે. આ દિવસે મહિલાઓને તેમના અધિકારો અને મહિલા સશક્તિકરણ વિશે જાગૃત કરવામાં આવે છે.

Written by Ashish Goyal
October 11, 2024 00:15 IST
International Girl Child Day: આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ કેમ મનાવવામાં આવે છે, જાણો ઇતિહાસ અને મહત્વ
International Girl Child Day 2024: દુનિયાભરમાં છોકરીઓની ભાગીદારી વધારવાના ઉદ્દેશ્યથી દર વર્ષે 11 ઓક્ટોબરના રોજ આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવે છે (તસવીર - ફ્રીપિક)

International Girl Child Day 2024: દુનિયાભરમાં છોકરીઓની ભાગીદારી વધારવાના ઉદ્દેશ્યથી દર વર્ષે 11 ઓક્ટોબરના રોજ આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેનો ઉદ્દેશ્ય તેમના સ્વસ્થ જીવનથી લઈને શિક્ષણ અને કારકિર્દી સુધી છે. આ દિવસે મહિલાઓને તેમના અધિકારો અને મહિલા સશક્તિકરણ વિશે જાગૃત કરવામાં આવે છે.

ભારત સહિત ઘણા દેશોમાં મહિલાઓને અનેક પડકારોનો સામનો કરવો પડે છે. આ આંતરરાષ્ટ્રીય દિવસનો હેતુ પરિવારમાં બાળકીના જન્મ અંગે જાગૃતિ ફેલાવવાનો, શિક્ષણનો અધિકાર અને કારકિર્દીમાં મહિલાઓના વિકાસમાં આવતા અવરોધો વિશે જાગૃતિ ફેલાવવાનો છે. આવો જાણીએ ક્યારે અને શા માટે આંતરાષ્ટ્રીય બાળ દિવસની ઉજવણી શરૂ થઇ, આ દિવસનો ઇતિહાસ અને મહત્વ.

આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ ઇતિહાસ

એક એનજીઓએ પ્લાન ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ તરીકે ઇન્ટરનેશનલ ડે ઓફ ધ ગર્લ ચાઇલ્ડની ઉજવણી શરૂ કરી હતી. એનજીઓએ ‘કારણ કે હું એક છોકરી છું’ નામનું એક અભિયાન ચલાવ્યું હતું. આ અભિયાનને આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાવવા માટે કેનેડા સરકારનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

કેનેડા સરકારે સામાન્ય સભામાં બાળકીના આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. 19 ડિસેમ્બર, 2011ના રોજ સંયુક્ત રાષ્ટ્રએ આ પ્રસ્તાવ પસાર કર્યો હતો. આ પછી સંયુક્ત રાષ્ટ્રએ 11 ઓક્ટોબરે ગર્લ ચાઇલ્ડ ડે ઉજવવાનો નિર્ણય લીધો હતો અને 11 ઓક્ટોબર 2012 ના રોજ પ્રથમ વખત, બાળકીઓના આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ પણ વાંચો – વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે કેમ મનાવવામાં આવે છે, જાણો ઇતિહાસ, થીમ અને મહત્વ

આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ મહત્વ

આ ખાસ દિવસ મનાવવાનો હેતુ નારી શક્તિને પ્રોત્સાહન આપવાનો છે. બાળકીઓના જીવનનો વિકાસ કરવો અને મહિલાઓના પડકારોથી લોકોને જાગૃત કરવા. આ સાથે મહિલાઓને આત્મનિર્ભર બનાવવી પડશે, જેથી દેશ અને સમાજના વિકાસમાં મહિલાઓ પણ યોગદાન આપી શકે. અનેક દેશોમાં આ દિવસે નિમિત્તે બાળકીઓ સન્માન અને તેમને અધિકારો આપવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

ભારતમાં 24 જાન્યુઆરીએ રાષ્ટ્રીય બાલિકા દિવસ મનાવવામાં આવે છે.

ભારતમાં 24 જાન્યુઆરીએ નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે ઉજવવામાં આવે છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા 2008માં રાષ્ટ્રીય બાળ દિવસની શરૂઆત કરવામાં આવી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ્ય છોકરીઓ અને મહિલાઓને જીવનભર જે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેને દૂર કરવાનો અને તેનાથી ઉપર ઉઠીને છોકરીઓની મદદ કરવાનો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ