International Migrants Day Celebration, આંતરરાષ્ટ્રીય સ્થળાંતર દિવસ : આંતરરાષ્ટ્રીય સ્થળાંતર દિવસ દર વર્ષે 18 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને શિક્ષિત કરવાનો છે કે દરેક સ્થળાંતર કરનાર સાથે આદર સાથે વ્યવહાર કરવો એ મૂળભૂત આવશ્યકતાઓ પૈકીની એક છે. આંતરરાષ્ટ્રીય માઇગ્રન્ટ ડેનો ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ દ્વારા સામનો કરવામાં આવતા પડકારો અને મુશ્કેલીઓ વિશે જાગૃતિ લાવવાનો છે.
જ્યારે એક દેશનો નાગરિક પોતાનો દેશ છોડીને નોકરી કે કામકાજની શોધમાં બીજા દેશમાં સ્થાયી થાય છે, ત્યારે તેને પ્રવાસી કહેવામાં આવે છે. અમેરિકા, ચીન, રશિયા, જાપાન સહિતના કેટલાક દેશો એવા છે જ્યાં વિશ્વભરમાંથી મોટી સંખ્યામાં સ્થળાંતર કરનારાઓ સ્થાયી થાય છે. દુનિયાભરમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની સંખ્યા વધીને 28.1 કરોડ થઇ ગઇ છે. તેનો અર્થ એ થયો કે દુનિયામાં દરમાંથી એક વ્યક્તિ પ્રવાસી છે.
આંતરરાષ્ટ્રીય સ્થળાંતર દિવસ ઇતિહાસ
વર્ષ 1990માં 18 ડિસેમ્બરના રોજ સંયુક્ત રાષ્ટ્રની મહાસભાએ તમામ પ્રવાસી કામદારો અને તેમના પરિવારના સભ્યોના અધિકારોના સંરક્ષણ પર આંતરરાષ્ટ્રીય સંમેલન કર્યુ હતું. 4 ડિસેમ્બર 2000ના રોજ તેણે દુનિયાભરમાં સ્થળાંતર કરનારાઓની વધતી સંખ્યાને માન્યતા આપી અને 18 ડિસેમ્બરને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું.
આંતરરાષ્ટ્રીય સ્થળાંતર દિવસ 2024 થીમ
આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસની દર વર્ષે એક થીમ નક્કી કરવામાં આવે છે. 2024માં તે બુધવારે યુરોપિયન સંસદ દ્વારા જાહેર કરવામાં આવેલી થીમ ‘પ્રવાસીઓના યોગદાનનું સન્માન અને તેમના અધિકારોનું સન્માન’ અંતર્ગત મનાવવામાં આવશે.
આ પણ વાંચો – આંતરરાષ્ટ્રીય પર્વત દિવસની ઉજવણી કેમ કરાય છે, જાણો ઇતિહાસ અને મહત્વ
આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસ મહત્વ
આ દિવસ સ્થળાંતર કરનારાઓના શોષણ વિશે જાગૃતિ ફેલાવે છે જ્યારે સ્થળાંતર કરનારાઓના સમાજમાં સકારાત્મક યોગદાનને પ્રકાશિત કરે છે. તે માનવ અધિકારોને જાળવી રાખવાના મહત્વ પર ભાર મૂકે છે અને ખાતરી કરે છે કે સ્થળાંતર નીતિઓ વાજબી, સમાવિષ્ટ અને સ્થળાંતર કરનારાઓની ગરિમાનું રક્ષણ કરે છે. આ દિવસનો ઉદ્દેશ સ્થળાંતર કામદારો અને તેમના પરિવારોના રક્ષણને વધારવાનો છે, તેમની સ્થિતિ અથવા સ્થાનને ધ્યાનમાં લીધા વિના તેમના અધિકારોનું સમર્થન કરવામાં આવે.
આ દિવસનો ઉદ્દેશ્ય વધુ દયાળુ અને ન્યાયપૂર્ણ વિશ્વને પ્રોત્સાહન આપવાનો છે જ્યાં સ્થળાંતર કરનારાઓના યોગદાનને સ્વીકારવામાં આવે અને તેમના પડકારોને સમજવામાં આવે.





