ઇન્ટરનેશનલ માઇન્ડ-બોડી વેલનેસ ડે કેમ મનાવવામાં આવે છે, જાણો ઇતિહાસ અને મહત્વ

International Mind-Body Wellness Day 2025 : ઈન્ટરનેશનલ માઇન્ડ બોડી વેલનેસ ડે દર વર્ષે 3 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ સ્વસ્થ મન અને શરીરના સંતુલન જાળવવાના મહત્વ અંગે જાગૃતિ લાવવા માટે સમર્પિત છે

Written by Ashish Goyal
January 02, 2025 23:20 IST
ઇન્ટરનેશનલ માઇન્ડ-બોડી વેલનેસ ડે કેમ મનાવવામાં આવે છે, જાણો ઇતિહાસ અને મહત્વ
International Mind-Body Wellness Day 2025 : ઈન્ટરનેશનલ માઇન્ડ બોડી વેલનેસ ડે દર વર્ષે 3 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે (તસવીર - ફ્રીપિક)

International Mind-Body Wellness Day 2025 : ઈન્ટરનેશનલ માઇન્ડ બોડી વેલનેસ ડે દર વર્ષે 3 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ સ્વસ્થ મન અને શરીરના સંતુલન જાળવવાના મહત્વ અંગે જાગૃતિ લાવવા માટે સમર્પિત છે અને એવી જીવનશૈલી અપનાવવા માટે પણ પ્રેરણા આપે છે જેના દ્વારા સંતુલિત જીવનનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય પ્રાપ્ત કરવું. સ્વસ્થ શરીર અને સ્વસ્થ મન, આ બંને વસ્તુઓ એકબીજા સાથે જોડાયેલી છે. જો તમારું શરીર સ્વસ્થ રહેશે તો જ તમારું મન સ્વસ્થ રહેશે.

ઇન્ટરનેશનલ માઇન્ડ-બોડી વેલનેસ ડે ઇતિહાસ

આંતરરાષ્ટ્રીય માઇન્ડ બોડી વેલનેસ ડે દર વર્ષે 3 જાન્યુઆરીએ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ દિવસનો ઇતિહાસ પ્રખ્યાત વિદ્વાન હિપ્પોક્રેટ્સ સાથે જોડાયેલો છે. હિપ્પોક્રેટ્સને નેચરોપેથીના સ્થાપકનો દરજ્જો આપવામાં આવ્યો છે અને તેમની શોધો આજે પણ સમગ્ર વિશ્વમાં મોજૂદ છે. હિપ્પોક્રેટ્સ માને છે કે સ્વસ્થ શરીરથી આપણને સ્વસ્થ મન મળે છે. આમ, પ્રાચીન ભારતમાં યોગનો અભ્યાસ આપણા શરીર અને મનને સ્વસ્થ રાખવાના સાધન તરીકે સામે આવ્યો હતો.

ઈન્ટરનેશનલ માઇન્ડ- બોડી વેલનેસ ડે થીમ

દર વર્ષે ઈન્ટરનેશનલ માઈન્ડ બોડી વેલનેસ ડેની ઉજવણી એક ખાસ થીમ સાથે કરવામાં આવે છે જે દર વર્ષની જેમ આ વર્ષે પણ એક થીમ નક્કી કરવામાં આવી છે. જોકે આ વર્ષની થીમ હજુ જાહેર કરાઇ નથી.

આંતરરાષ્ટ્રીય માઇન્ડ- બોડી વેલનેસ ડે મહત્વ

આંતરરાષ્ટ્રીય માઇન્ડ બોડી વેલનેસ ડેનો ઉદ્દેશ્ય માનસિક અને શારીરિક સુખાકારીને પ્રોત્સાહન આપવાનો તેમજ લોકોને માનસિક, ભાવનાત્મક અને શારીરિક સ્વાસ્થ્યના મહત્વ વિશે જાગૃત કરવાનો છે. જેમાં સ્વસ્થ જીવન અને સકારાત્મક માનસિકતા અને સ્વ-સંભાળને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે. આ ખાસ દિવસે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવાનો સંકલ્પ લો અને બદલામાં સ્વસ્થ અને સુખી જીવન મેળવો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ