International Museum Day 2025: આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ કેમ મનાવવામાં આવે છે, જાણો ઇતિહાસ, થીમ અને મહત્વ

International Museum Day 2025: આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ દર વર્ષે 18 મેના રોજ ઉજવવામાં આવે છે. તેનો હેતુ સંગ્રહાલયોના મહત્વને પ્રકાશિત કરવાનો અને સમાજમાં તેમની ભૂમિકા વિશે જાગૃતિ લાવવાનો છે

International Museum Day 2025: આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ દર વર્ષે 18 મેના રોજ ઉજવવામાં આવે છે. તેનો હેતુ સંગ્રહાલયોના મહત્વને પ્રકાશિત કરવાનો અને સમાજમાં તેમની ભૂમિકા વિશે જાગૃતિ લાવવાનો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
International Museum Day, International Museum Day 2025

International Museum Day 2025 : આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ દર વર્ષે 18 મેના રોજ ઉજવવામાં આવે છે (તસવીર - ફ્રીપિક)

International Museum Day 2025: History, Theme and Significance : આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ દર વર્ષે 18 મેના રોજ ઉજવવામાં આવે છે. તેનો હેતુ સંગ્રહાલયોના મહત્વને પ્રકાશિત કરવાનો અને સમાજમાં તેમની ભૂમિકા વિશે જાગૃતિ લાવવાનો છે.

Advertisment

આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ ડે પ્રથમ વખત ક્યારે મનાવવામાં આવ્યો હતો?

આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસની ઉજવણી સૌપ્રથમ 1977માં ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મ્યુઝિયમ દ્વારા કરવામાં આવી હતી. એ વાત જાણીતી છે કે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ માત્ર ઐતિહાસિક વસ્તુઓની જાળવણી માટેનું સ્થાન જ નથી, પરંતુ તે શિક્ષણ, સાંસ્કૃતિક આદાનપ્રદાન અને વિવિધતાની સમજ માટે એક શક્તિશાળી માધ્યમ છે. 1977માં પ્રથમ વખત ઉજવણી કર્યા બાદ હવે તે દર વર્ષે વિશ્વના 140થી વધુ દેશોમાં ઉજવવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસની થીમ શું છે?

દર વર્ષે આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ ડે ની એક અલગ થીમ હોય છે, જે તે વર્ષના વૈશ્વિક મુદ્દા અથવા સામાજિક પરિપ્રેક્ષ્યને પ્રતિબિંબિત કરે છે. ગયા વર્ષે એટલે કે વર્ષ 2024માં આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ ડે ની થીમ 'શિક્ષા અને અનુસંધાન માટે સંગ્રહાલય' રાખવામાં આવી હતી. આ વર્ષે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસની થીમ "ઝડપથી બદલાતા સમુદાયોમાં સંગ્રહાલયોનું ભવિષ્ય" છે.

આ પણ વાંચો - ટ્રાવેલ બ્લોગર જ્યોતિ રાનીની પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં ધરપકડ

Advertisment

આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ મહત્વ

આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસનું મહત્વ ઘણું વધારે છે. કોઈ પણ સંગ્રહાલય ઇતિહાસ, પરંપરા અને વારસાનું જતન કરે છે. આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ પણ તેમના યોગદાનનું સન્માન કરવાનો અવસર છે. સંગ્રહાલયો શિક્ષણના સ્ત્રોત પણ હોય છે, જે વીતેલા યુગની ઝલક આપે છે, જેથી વર્તમાનને સમજી શકાય.

વિશેષ કાર્યક્રમનું આયોજન થાય છે

આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ પર ઘણા સંગ્રહાલયો પ્રવાસીઓ માટે મફતમાં ખુલ્લા રહે છે. આ દિવસે થીમ આધારિત પ્રદર્શનો યોજાય છે. સાથે જ ઘણી જગ્યાએ ખાસ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે.

આજના દિવસનો ઇતિહાસ india દેશ