/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/international-picnic-day.jpg)
દર વર્ષે 18 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય પિકનિક દિવસ તરીકે ઉજવવામાં આવે છે (freepik)
International Picnic Day 2024 : દુનિયાાં ભાગ્યે જ કોઈ એવું હશે જેને હરવા-ફરવાનું પસંદ ન હોય. ખાસ કરીને પિકનિકની વાત આવે એટલે નાના-મોટા સૌ કોઇ ઉત્સાહિત થઇ જાય છે. રોજની ભાગદોડવાળું જીવન અને કામનો વધારે ભાર હોવાથી લોકો ઘણી વખત માનસિક રીતે પરેશાન થઇ જતા હોય છે. આવી સ્થિતિમાં પિકનિક એક એવું સાધન છે જેની મદદથી લોકો હળવાશની પળો વિતાવી શકે છે અને મનને પણ હળવું કરી શકે છે.
દરેક જણ તેમના જીવનના કોઈક તબક્કે પિકનિક પર ગયા હશે. પરંતુ શું તમે જાણો છો કે દર વર્ષે એક દિવસ એવો હોય છે જ્યારે પિકનિક ડે ઉજવવામાં આવે છે. તમને આંતરરાષ્ટ્રીય પિકનિક દિવસનો ઇતિહાસ અને મહત્વ વિશે જણાવીશું.
પિકનિક ડે ક્યારે ઉજવવામાં આવે છે?
દર વર્ષે 18 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય પિકનિક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસની શરૂઆત ફ્રેન્ચ ક્રાંતિ દરમિયાન કરવામાં આવી હતી. તે દરમિયાન આ દિવસે સ્થળ પર જ ક્યાંક બહાર એક પ્રકારનું અનૌપચારિક ભોજન લેવામાં આવતું હતું.
તમને જણાવી દઈએ કે પિકનિક એટલે પરિવાર અને મિત્રો સાથે પ્રકૃતિની વચ્ચે બેસીને ભોજન અથવા નાસ્તો કરવો. પિકનિક પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવવાનો એક શ્રેષ્ઠ માર્ગ બની ગયો છે.
આ પણ વાંચો - કેમ ઉજવવામાં આવે છે વિશ્વ પવન દિવસ, જાણો ઇતિહાસ અને મહત્વ
રિપોર્ટ અનુસાર 19મી સદીમાં ઈંગ્લેન્ડમાં પિકનિક ખૂબ જ લોકપ્રિય બની હતી. જ્યારે સામાજિક પ્રસંગોએ ખાવાની ઘણી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. થોડા વર્ષોમાં રાજકીય વિરોધ દરમિયાન પિકનિક સામાન્ય લોકોનો મેળાવડો બની ગઇ હતી.
પિકનિક દિવસનો ઇતિહાસ
પિકનિક શબ્દ ફ્રેન્ચ શબ્દ 'પિક-નીક' પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે એક સામાજિક કાર્યક્રમ, જ્યાં દરેક જણ પોતાનો ખોરાક વહેંચે છે. જોકે પિકનિક ડેનો ઇતિહાસ હજુ સંપૂર્ણપણે સ્પષ્ટ નથી થયો, પરંતુ એવું માનવામાં આવે છે કે પિકનિકનો ઉદભવ ફ્રેન્ચ ક્રાંતિ દરમિયાન એક પ્રકારના અનૌપચારિક ભોજન તરીકે થયો હતો. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર સૌથી મોટી પિકનિક પોર્ટુગલના લિસ્બનમાં થઈ હતી, જેમાં લગભગ 20,000 લોકોએ ભાગ લીધો હતો.
પિકનિક ડેની ઉજવણી
આ ખાસ દિવસે દુનિયાભરના લોકો પોતાના મિત્રો અને પરિવારને મળીને પિકનિક પર જતા હોય છે. તેઓ સામાન્ય રીતે ભોજન, રમતો, સોફ્ટ ડ્રિંક્સ, જ્યુસ અને અન્ય આવશ્યક ચીજો તેમની સાથે રાખતા હતા.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us