International Womens Day 2024 : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8 માર્ચે જ કેમ મનાવીએ છીએ? જાણો ઇતિહાસ, થીમ અને મહત્વ

International Womens Day 2024 Date : વિશ્વભરમાં દર વર્ષે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવે છે. આ માટે દર વર્ષે થીમ નક્કી કરવામાં આવે છે

Written by Ashish Goyal
Updated : March 08, 2024 10:01 IST
International Womens Day 2024 : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8 માર્ચે જ કેમ મનાવીએ છીએ? જાણો ઇતિહાસ, થીમ અને મહત્વ
વિશ્વભરમાં દર વર્ષે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે (તસવીર - ફ્રીપીક)

International Womens Day 2024 Date : વિશ્વભરમાં દર વર્ષે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મહિલા દિવસના નામથી સ્પષ્ટ છે કે આ દિવસ મહિલાઓને સમર્પિત છે. મહિલા દિવસના બહાને દેશ અને દુનિયાની એવી મહિલાઓને યાદ કરીએ છીએ જેમણે વૈશ્વિક ફલક પર પોતાની અમિટ છાપ છોડી છે. આ ખાસ દિવસની ઉજવણીનો હેતુ એ મહિલાઓની સિદ્ધિઓ, તેમનો જુસ્સો, તેમની ઐતિહાસિક યાત્રાઓ અને તેમના જીવનને યાદ કરવાનો છે.

દર વર્ષે થીમ નક્કી કરવામાં આવે છે

દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ નક્કી કરવામાં આવે છે. વર્ષ 2024 ની થીમ છે- ઇન્સ્પાયર ઇન્ક્લુઝન (Inspire Inclusion). આનો અર્થ એવો થાય છે કે જ્યાં દરેકને સમાન અધિકાર અને સન્માન મળે.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો ઈતિહાસ

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો ઈતિહાસ એક સદીથી પણ વધુ જૂનો છે. કેટલાક લોકો આ દિવસની ઉજવણીનું કારણ નારીવાદને માને છે. જોકે તેના મૂળ શ્રમિક આંદોલન સાથે જોડાયેલા છે. તેની શરૂઆત વર્ષ 1908માં થઈ હતી, જ્યારે લગભગ 15 હજાર મહિલાઓ અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં પોતાના અધિકારો માટે રસ્તા પર ઉતરી હતી. આ મહિલાઓની માંગ કામકાજના કલાકો ઘટાડવા, કરેલા કામના હિસાબે પગાર આપવા અને મતદાનનો અધિકાર આપવાની પણ હતી. મહિલાઓના આ વિરોધના એક વર્ષ પછી, અમેરિકાની સમાજવાદી પાર્ટીએ પ્રથમ રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો – વર્લ્ડ સિવિલ ડિફેન્સ ડે કેમ ઉજવવામાં આવે છે, જાણો ઇતિહાસ અને મહત્વ

પ્રખ્યાત જર્મન એક્ટિવિસ્ટ ક્લેરા જેટકીનના પ્રયત્નોને કારણે આંતરરાષ્ટ્રીય સમાજવાદી કોંગ્રેસે વર્ષ 1910 માં મહિલા દિવસના આંતરરાષ્ટ્રીય સ્વરૂપને મંજૂરી આપી હતી અને આ દિવસે જાહેર રજાની સહમતી આપી હતી. તે સમયે ક્લેરા યુરોપિયન દેશ ડેનમાર્કની રાજધાની કોપનહેગનમાં વર્કિંગ વુમનની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ભાગ લઈ રહી હતી. ત્યાં હાજર તમામ મહિલાઓએ તેમનું સમર્થન કર્યું અને વર્ષ 1911માં ઓસ્ટ્રિયા, ડેનમાર્ક, જર્મની અને સ્વિટ્ઝર્લેન્ડમાં પ્રથમ વખત મહિલા દિવસની ઉજવણી 19 માર્ચે કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ- Women’s Day 2024, Mahila Diwas Wishes: મહિલા દિવસ પર મહિલાઓને આ મેસેજ મોકલી પાઠવો શુભેચ્છા

જોકે વર્ષ 1921માં મહિલા દિવસની તારીખ બદલીને 8 માર્ચ કરવામાં આવી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી 8 માર્ચે દુનિયાભરમાં મહિલા દિવસ મનાવવામાં આવે છે. આ પછી 1975 માં સંયુક્ત રાષ્ટ્રએ સત્તાવાર રીતે મહિલા દિવસને માન્યતા આપી અને તેની ઉજવણી માટે 8 માર્ચની તારીખ નક્કી કરી. ત્યારથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે 8 માર્ચે ઉજવવામાં આવે છે.

મહિલા દિવસ મનાવવાનું કારણ શું?

આ દિવસ મહિલાઓ પ્રત્યેના ભેદભાવને દૂર કરવા માટે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. આ દિવસ એટલા માટે પણ સેલિબ્રેટ કરવામાં આવે છે જેથી મહિલાઓના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય અને તેમની સિદ્ધિઓ પણ ગર્વ કરી શકાય.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ