India Top 10 Richest Women Name And Net Worth : મહિલા દિવસ દર વર્ષે 8 માર્ચના રોજ ઉજવાય છે. દરેક ક્ષેત્રમાં મહિલાઓ અગ્રેસર છે. ઘર સંભાળનાર મહિલાઓ હવે વેપાર – ધંધા અને બિઝનેસ સેક્ટરમાં ઉંચા શિખરો સર કરી છે. ભારતીય મહિલાઓએ મક્કમ મનોબળ અને મહેનતથી વિવિધ ક્ષેત્રોમાં સફળતા હાંસલ કરી છે. આ મહિલા દિવસ પર અમે તમને સૌથી ધનિક 10 ભારતીય મહિલાઓ વિશે જણાવી રહ્યા છે.
સાવિત્રી જિંદાલ (Savitri Jindal Net Worth)
સાવિત્રી જિંદાલ ભારતની ટોપ 10 ધનવાન મહિલાઓમાં પ્રથમ ક્રમે છે. ફોર્બ્સઈન્ડિયા 2024 યાદી અનુસાર 73 વર્ષીય સાવિત્રી જિંદાલ પાસે 29.1 અબજ ડોલરની સંપત્તિ છે. જેઓ જિંદાલ ગ્રૂથના પૂર્વ ચેરમેન છે અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના સભ્ય પણ છે. સાધારણ ઉછેરથી લઈને ભારતની સૌથી પ્રભાવશાળી મહિલાઓ પૈકીની એક બનવા સુધીની તેમની સફર ઘણા લોકો માટે પ્રેરણારૂપ છે. ઉદ્યોગપતિ ઓમ પ્રકાશ જિંદાલના અવસાન બાદ સાવિત્રી જિંદાલે બિઝનેસ એમ્પાયર જિંદાલ સ્ટીલ એન્ડ પાવર લિમિટેડ (JSPL)ની કમાન સંભાળી હતી.
સૌથી રસપ્રદ વાત એ છે કે, ભારતની ટોચના 10 ધનાઢ્યોમાં સાવિત્રી જિંદાલ એક માત્ર મહિલા છે. ઉપરાંત વિશ્વની ટોચની અબજોપતિ મહિલાઓમાં સાવિત્રી જિંદાલ 7માં ક્રમે અને દુનિયાના અબજોપતિઓની યાદીમાં 51માં ક્રમે છે.
રોહિકા સાયરસ મિસ્ત્રી (Rohiqa Cyrus Mistry Net Worth)
રોહિકા સાયરસ મિત્રી ભારતના નંબર 2 ધનિક મહિલા છે. ફોર્બ્સઈન્ડિયા યાદી અનુસાર 56 વર્ષ રોહિકા સાયરસ મિસ્ત્રી 8.7 અબજ ડોલરની સંપત્તિ સાથે ભારતના બીજા ક્રમના સૌથી અબજોપતિ મહિલા છે. તેઓ સ્વર્ગસ્થ સાયરસ મિસ્ત્રીના પત્ની છે. સાયરસ મિસ્ત્રી 4 વર્ષ સુધી ટાટા સન્સના ચેરમેન પદે રહ્યા હતા અને અને પરિવાર કંપનીમાં 18.4% હિસ્સો ધરાવે છે.
રેખા ઝુનઝુનવાલા (Rekha Jhunjhunwala Net Worth)
રેખા ઝુનઝુનવાલા સ્વર્ગસ્થ રાકેશ ઝુનઝુનવાલાના પત્ની છે. ફોર્બ્સઈન્ડિયા 2024 અનુસાર 59 વર્ષીય રેખા ઝુનઝુનવાલા 8.7 અબજ ડોલરની સંપત્તિ સાથે ભારતની ત્રીજી સૌથી ધનિક મહિલા છે. Trendlyne અનુસાર રેખા ઝુનઝુનવાલા દર મહિને 650 કરોડ રૂપિયા કમાય છે. ભારતીય શેરબજારના બીગબુલ કહેવાતા રાકેશ ઝુનઝુનવાલાના અવસાન બાદ તેમણે શેરબજારમાં કરેલું રોકાણ પત્ની રેખા ઝુનઝુનવાલાને વારસામાં મળ્યું છે; જેમાં ટાઇટન, મેટ્રો બ્રાન્ડ્સ, સ્ટાર હેલ્થ , ટાટા મોટર્સ અને ક્રિસિલ જેવી 29 કંપનીઓના શેરહોલ્ડિંગનો સમાવેશ થાય છે .
વિનોદ ગુપ્તા (Vinod Gupta Net Worth)
વિનોદ ગુપ્તા ભારતના નંબર-4 ધનવાન મહિલા છે. ફોર્બ્સઈન્ડિયા 2024 અનુસાર હેવેલ્સ ઇન્ડિયાના સહ-સ્થાપક વિનોદ રાય ગુપ્તાની નેટવર્થ 4.2 અબજ ડોલર છે, જે તેમને ભારતની ચોથી સૌથી ધનિક મહિલા બનાવે છે. તેઓ તેમના ઉદ્યોગસાહસિક તરીકેની કુશળતા અને કોર્પોરેટ વર્લ્ડમાં નોંધપાત્ર યોગદાન માટે જાણીતા છે. તેઓ હેવેલ્સ ગ્રૂપમાં મોટો હિસ્સો ધરાવે છે, જે ભારતની અગ્રણી ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ કંપની છે જેની તેમણે તેમના પતિ કિમત રાય ગુપ્તા સાથે મળીને સ્થાપના કરી હતી.

સ્મિતા ક્રિષ્ના ગોદરેજ (Smita Crishna Godrej Net Worth)
સ્મિતા ક્રિષ્ના-ગોદરેજ ફોર્બ્સઈન્ડિયા 2024 અનુસાર ભારતની પાંચમી સૌથી ધનિક મહિલા છે. કૌટુંબિક સંપત્તિમાં 20 ટકા હિસ્સેદારી સાથે 73 વર્ષ સ્મિતા ક્રિષ્ના ગોદરેજની કુલ સંપત્તિ 3.3 અબજ ડોલર છે. તેઓ જમશેદ ગોદરેજ ગોદરેજ એન્ડ બોયસ ચલાવે છે. તેમની સૌથી મોટી સંપત્તિમાં ભારતના સ્વર્ગસ્થ પરમાણુ ભૌતિકશાસ્ત્રી ડો. હોમી જે ભાભાનો રૂ. 371 કરોડનો બંગલો સામેલ છે.
લીના તિવારી (Leena Tewari Net Worth)
લીના તિવારી ફોર્બ્સઈન્ડિયા 2024 અનુસાર ભારતની છઠ્ઠી સૌથી ધનિક મહિલા છે. 66 વર્ષીય લીના તિવારી પાસે કુલ 3.2 અબજ ડોલરની સંપત્તિ છે. તેઓ યુએસવી ઈન્ડિયાના ચેરપર્સન છે, જે ભારતની ટોચની પાંચ કાર્ડિયોવેસ્ક્યુલર અને ડાયાબિટીક દવા બનાવતી કંપનીઓ પૈકીની એક છે જેની સ્થાપના તેના સ્વર્ગસ્થ પિતા વિઠ્ઠલ ગાંધી દ્વારા કરવામાં આવી હતી. વિઠ્ઠલ ગાંધી રેવલોનના સ્થાપક પણ છે. લીનાની પુત્રી અનીશા ગાંધી તિવારી યુએસવીના ડિરેક્ટર છે.
ફાલ્ગુની નાયર ( Falguni Nayar Net Worth)
ફાલ્ગુની નાયર ભારતની સાતમી સૌથી ધનિક મહિલા છે. તેઓ આપબળે ધનવાન બનેલા વ્યક્તિઓમાં સ્થાન ધરાવે છે. ફોર્બ્સઈન્ડિયા 2024 અનુસાર 60 વર્ષીય ફાલ્ગુની નાયર ભારતના પ્રથમ ઓનલાઈન બ્યુટી ઈ માર્કેટપ્લેસ નાયક (Nykaa)ના સ્થાપક અને CEO છે, તેની પાસે 3.0 અબજ ડોલરની સંપત્તિ છે. તેમની નાયકા કંપની શેરબજારમાં લિસ્ટેડ છે. ફાલ્ગુની નાયરની સફળતા અને સંઘર્ષની વાર્તા ઘણા મહત્વાકાંક્ષી ઉદ્યોગસાહસિકો માટે પ્રેરણારૂપ છે.
અનુ આગા (Anu Aga Net Worth)
અનુ આગા ભારતની 8મી સૌથી ધનવાન મહિલા છે. ફોર્બ્સઈન્ડિયા 2024 અનુસાર 81 વર્ષીય અનુ આગા પાસે 2.8 અબજ ડોલરની સંપત્તિ છે. તેમણે 1980ના દાયકામાં તેમના પતિ થર્મેક્સ નામની એન્જિનિયરિંગ કંપનીમાં કામ કરવાનું શરૂ કર્યું. જો કે પતિના અવસાન બાદ તેમણે 1996માં કંપનીની લગામ સંભાળી અને વર્ષ 2004માં પદ છોડ્યું અને તેમની પુત્રી મેહર પુદુમજીને કંપનીની જવાબદારી સોંપી.
કિરણ મઝુમદાર શો (Kiran Mazumdar Shaw Net Worth)
કિરણ મઝુમદાર શો પ્રથમ પેઢીના ઉદ્યોગસાહસિક છે અને ભારતના નવમાં સૌથી ધનિક મહિલા છે. ફોર્બ્સઈન્ડિયા 2024 અનુસાર 70 વર્ષીય કિરણ મઝૂમદાર શો પાસે 2.5 અબજ ડોલરની સંપત્તિ છે. તેમણે પોતાના ગેરેજમાંથી 1978માં બાયોફાર્માસ્યુટિકલ્સ કંપની બાયોકોનની સ્થાપના કરી હતી. ઉપરાંત તેઓ મલેશિયામાં આવેલી એશિયામાં સૌથી મોટી ઇન્સ્યુલિન ઉત્પાદક ફેક્ટરી ધરાવે છે. તેમની ફાર્મા કંપની બાયોકોનના આઈપીઓ બાદ તેમની સંપત્તિમાં વધારો થયો. ગયા વર્ષે કંપનીએ અમેરિકામાં વાયટ્રિસનો બાયોસિમિલર્સ બિઝનેસ 3 અબજ ડોલરમાં હસ્તગત કર્યો હતો.
આ પણ વાંચો | મુકેશ અંબાણી કે નીતા અંબાણી નહીં આ વ્યક્તિ છે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સૌથી મોટા શેરધારક
રાધા વેમ્બુ (Radha Vembu Net Worth)
રાધા વેમ્બુ ભારતની 10મી સૌથી ધનિક મહિલા છે. ફોર્બ્સઈન્ડિયા 2024 અનુસાર 51 વર્ષીય રાધા વેમ્બુ પાસે 2.1 અબજ ડોલરની સંપત્તિ છે. તેઓ ચેન્નઇ સ્થિત ટેકનોલોજી કંપની ઝોહોના સહ સ્થાપક છે. 2007થી ઝોહો મેઈલના પ્રોડક્ટ મેનેજરનું પદ સંભાળે છે. ઝોહોના વિકાસ સાથે તેમની આવક 1 અબજ ડોલરને વટાવી ગઇ અને તેની અસર તે જ વર્ષ દરમિયાન રાધા વેમ્બુની સંપત્તિમાં નોંધપાત્ર 127 ટકાનો વધારો થયો .





