Today Latest News Update in Gujarati 21 June 2025: ઈઝરાયલે કહ્યું કે તેની વાયુ સેનાએ IRGC Air Force ના કમાંડર અમીનપુર જૌદકીને ઠાર માર્યો છે. આઈડીએફે કહ્યું કે અમીનપુર જૌદકીએ દક્ષિણ પશ્વિમી ઈરાનના અહવાજ ક્ષેત્રથી ઈઝરાયલ વિરુદ્ધ સેંકડો યુએવી હુમલાને અંજામ આપ્યો છે.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર વિશાખાપટ્ટનમમાં પીએમ મોદી, અમદાવાદમાં અમિત શાહનો યોગાભ્યાસ
આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025 છે. ભારતથી અમેરિકા સુધી યોગ ઉજવવામાં આવશે અને લોકો સ્વસ્થ જીવન માટે પ્રતિજ્ઞા લેશે. ભારતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમથી આ કાર્યક્રમનું નેતૃત્વ કરી રહ્યા છે. જ્યારે અમદાવાદમાં ગૃહમંત્રી અમિત શાહે યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ અને નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ પણ તેમની સાથે હાજર રહેશે. આ વર્ષની થીમ “એક પૃથ્વી, એક આરોગ્ય માટે યોગ” છે, જેનો હેતુ પૃથ્વી અને માનવ સ્વાસ્થ્ય વચ્ચેના પરસ્પર સંબંધને મજબૂત બનાવવાનો છે. એટલે કે, જો પૃથ્વી સ્વસ્થ હશે, તો આપણે પણ સ્વસ્થ રહી શકીશું.





