Iran nuclear facilities : ઈરાને પહેલી વાર સ્વીકાર કર્યો કે રવિવારે અમેરિકાના હુમલામાં દેશના પરમાણુ પ્લાન્ટને ભારે નુકસાન થયું છે. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બાઘેઈએ બુધવારે તેમના ત્રણ પરમાણુ પ્લાન્ટ ફોર્ડો, નતાંજ અને ઈસ્ફહાનમાં થયેલા નુકસાન પુષ્ટિ કરી હતી.
કતરના સરકારી બ્રોડકાસ્ટર અલ જઝીરા સાથે વાત કરતા બાઘેઈએ વિગતવાર માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો પરંતુ એ વાત સ્વીકાર કરી કે રવિવારે અમેરિકાના બી-2 બમવર્ષક વિમાનોએ બંકર બસ્ટર બોમ્બનો ઉપયોગ કરીને મોટા હુમલા કર્યા હતા. તેમણે કહ્યું કે અમારા પરમાણુ પ્રતિષ્ઠાનોને ખરાબ નુકસાન થયું છે, આ સ્પષ્ટ વાત છે.
ઈરાનનો આ સ્વીકાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવા બાદ આવ્યો છે જેમણે કહ્યું હતું કે હુમલાઓથી દેશનો પરમાણુ કાર્યક્રમ નાશ પામ્યો છે.
ટ્રમ્પે યુદ્ધવિરામ વિશે શું કહ્યું?
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નેધરલેન્ડ્સમાં નાટો સમિટ દરમિયાન મીડિયાને કહ્યું કે યુદ્ધવિરામ ખૂબ સારી રીતે ચાલી રહ્યું છે. ટ્રમ્પે ઈરાન વિશે કહ્યું કે તેઓ પરમાણુ બોમ્બ રાખી શકતા નથી અને તેઓ બોમ્બ બનાવવા માટે યુરેનિયમ સંવર્ધન પણ કરશે નહીં.
આ પણ વાંચો – ઇઝરાયેલે અમેરિકાનો સમર્થન માટે આભાર માન્યો, કહ્યું – અસ્વિત્વ પર ડબલ ખતરાને ઓછો કર્યો
જોકે ઈરાને આગ્રહ કર્યો છે કે તે પોતાનો પરમાણુ કાર્યક્રમ છોડશે નહીં. ઈરાનની સંસદે સંયુક્ત રાષ્ટ્ર પરમાણુ દેખરેખ એજન્સી (IAEA) સાથે સહયોગ બંધ કરવા સંબંધિત બિલને પણ મંજૂરી આપી છે. આ સંગઠન વર્ષોથી ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર નજર રાખી રહ્યું છે અને હવે ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે તે સંગઠન સાથે સહયોગ કરશે નહીં.
ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિઆને યુદ્ધવિરામ પ્રત્યે ઈરાનની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો અને જાહેર કર્યું કે જ્યાં સુધી ઈઝરાયેલ પહેલા યુદ્ધવિરામનું ઉલ્લંઘન ન કરે ત્યાં સુધી તેહરાન યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરશે નહીં.