ઇઝરાયેલે અમેરિકાનો સમર્થન માટે આભાર માન્યો, કહ્યું – અસ્વિત્વ પર ડબલ ખતરાને ઓછો કર્યો

Iran Israel Ceasefire News : ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધવિરામ અંગે કરેલી જાહેરાત બાદ હવે ઈઝરાયેલની સરકારે એક નિવેદન જાહેર કર્યું છે

Written by Ashish Goyal
June 24, 2025 14:47 IST
ઇઝરાયેલે અમેરિકાનો સમર્થન માટે આભાર માન્યો, કહ્યું – અસ્વિત્વ પર ડબલ ખતરાને ઓછો કર્યો
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે સંઘર્ષ ચાલુ છે. આ દરમિયાન ઈઝરાયેલની બહુચર્ચિત એર ડિફેન્સ સિસ્ટમ આયરન ડોમનો પણ ટેસ્ટ થઇ રહ્યો છે (તસવીર - સોશિયલ મીડિયા)

Iran Israel Ceasefire News : ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધવિરામ અંગે કરેલી જાહેરાત બાદ હવે ઈઝરાયેલની સરકારે એક નિવેદન જાહેર કર્યું છે. આ નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ગઇકાલે રાત્રે સુરક્ષા કેબિનેટની બેઠક બોલાવી હતી, જેમાં રક્ષા મંત્રી, આઇડીએફના ચીફ ઓફ સ્ટાફ અને મોસાદના ડિરેક્ટર હાજર રહ્યા હતા. આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે ઇઝરાયેલે ઓપરેશન રાઇઝિંગ લાયનના તમામ ઉદ્દેશ્યો સાથે ઘણું બધું હાંસલ કર્યું છે.

નિવેદન અનુસાર ઇઝરાયેલે પોતાના અસ્તિત્વ પર બેવડા ખતરા (પરમાણુ મુદ્દા અને બેલિસ્ટિક મિસાઇલના કિસ્સામાં) દૂર કરી દીધો છે. આઈડીએફએ તેહરાનના આકાશ પર સંપૂર્ણ કબજો જમાવ્યો હતો. ઇરાનના લશ્કરી નેતૃત્વને ભારે ફટકો પડ્યો અને ઇરાનના શાસનના ડઝનેક મુખ્ય લક્ષ્યોનો નાશ કર્યો હતો.

તેહરાન શહેરની મધ્યમાં હુમલો?

ઇઝરાયેલ સરકારના નિવેદન અનુસાર, છેલ્લા ઘણા દિવસોથી આઇડીએફએ તેહરાનના મધ્યમાં શાસનના લક્ષ્યો ઉપર પણ ગંભીર હુમલો કર્યો છે અને સેંકડો આતંકવાદીઓને ખતમ કરી દીધા છે અને એક અતિરિક્ત વરિષ્ઠ પરમાણુ વૈજ્ઞાનિકની હત્યા કરી છે.

આ પણ વાંચો – ઈરાનની હોર્મુઝ સમુદ્રધુની બંધ કરવા ચેતવણી, ભારતને થશે ગંભીર અસર, જાણો કેવી રીતે

અમેરિકાનો આભાર માન્યો

ઇઝરાયેલ સરકારે આ ઓપરેશનના ઉદ્દેશોને હાંસલ કરવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકાનો સમર્થન આપવા બદલ આભાર માન્યો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે સંપૂર્ણ સંકલનમાં રહીને ઇઝરાયેલ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દ્વિપક્ષીય યુદ્ધવિરામના પ્રસ્તાવ સાથે સંમત થાય છે. ઇઝરાયેલ યુદ્ધવિરામના કોઈપણ ઉલ્લંઘનનો સખત જવાબ આપશે. ઇઝરાયેલના નાગરિકોએ યુદ્ધવિરામના સંપૂર્ણ પાલનની પુષ્ટિ ન થાય ત્યાં સુધી આઇડીએફ હોમ ફ્રન્ટ કમાન્ડની સૂચનાઓનું પાલન કરવાનું ચાલુ રાખવું આવશ્યક છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ