Israel Hamas War: ઈઝરાયલમાં 42000 મહિલાઓએ ગન પરમિટ માંગી, તેમને બંદૂકની કેમ જરૂર પડી?

Israel Hamas War: ઇઝરાયલના સરક્ષા મંત્રાલયના જણાવ્યા અનુસાર હમાસના હુમલા બાદ મહિલાઓ વધુને વધુ હથિયારો ખરીદવાનો આગ્રહ કરી રહી છે.

Written by Ajay Saroya
June 23, 2024 08:09 IST
Israel Hamas War: ઈઝરાયલમાં 42000 મહિલાઓએ ગન પરમિટ માંગી, તેમને બંદૂકની કેમ જરૂર પડી?
પ્રતિકાત્મક તસવીર (Photo - Freepik)

Israel Hamas War: ઇઝરાઇલ અને હમાસ વચ્ચે છેલ્લા ઘણા મહિનાઓથી યુદ્ધ ચાલી રહ્યું છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં શરૂ થયેલું યુદ્ધ હજુ પણ ચાલુ છે અને તેણે વિસ્ફોટક સ્વરૂપ ધારણ કર્યું છે. આ દરમિયાન ઇઝરાયલની મહિલાઓમાં મોટો બદલાવ આવ્યો છે. આ પરિવર્તન શસ્ત્રો પ્રત્યેની તેમની વધેલી રુચિના રૂપમાં સામે આવ્યું છે. નવાઈની વાત એ છે કે ઈઝરાયેલમાં 42 હજાર મહિલાઓએ આ સમયે ગન પરમિટની માંગણી કરી છે.

મહિલાઓ બંદૂક કેમ ખરીદી રહી છે?

ઇઝરાયેલના સુરક્ષા મંત્રાલયના જણાવ્યા અનુસાર હમાસના હુમલા બાદથી મહિલાઓ વધુને વધુ હથિયારો ખરીદવાનો આગ્રહ કરી રહી છે. આંકડા દર્શાવે છે કે 42000 મહિલાઓએ ગન પરમિટ માંગી છે, જેમાંથી 18,000 અરજીઓ સ્વીકારવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે જ્યારથી ઇઝરાયલમાં રાઇટ વિંગ વાળી નેતાન્યાહુ સરકાર આવી છે ત્યારથી બંદૂકોને લગતા નિયમોને થોડા અંશે હળવા બનાવવામાં આવ્યા છે અને તેના કારણે મહિલાઓ પણ બંદૂકો ખરીદવા આગળ આવી રહી છે.

હાલ 15 હજારથી વધુ મહિલાઓ પાસે બંદૂકો છે, 10 હજાર મહિલાઓ પણ ટ્રેનિંગ લઇ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇઝરાયેલની મહિલાઓ હવે તેમની સલામતીને લઈને વધુ ચિંતિત છે. હમાસના હમાલ હુમલા બાદથી તેમના પરિવારની રક્ષા કરવી આ મહિલાઓની પ્રથમ પ્રાથમિકતા બની ગઇ છે. આ કારણે બંદૂકને સુરક્ષાનો સહારો બનાવવામાં આવી રહ્યો છે. એ વાત અલગ છે કે આ ગન કલ્ચર દરેકને બહુ પસંદ નથી આવી રહ્યું, સમાજમાં એક અલગ જ ચર્ચા પણ ઉભી થતી જોવા મળી રહી છે.

આ પણ વાંચો | GST કાઉન્સિલની બેઠકમાં લેવાયા મોટા નિર્ણયો: નકલી ઈનવોઈસ પર હવે અંકુશ, સોલાર કૂકર પર 12% ટેક્સ સહિત…

ઈઝરાયલ હમાસ યુદ્ધ કેવી રીતે શરૂ થયું?

ઈઝરાયલ હમાસ યુદ્ધ ની વાત કરીએ તો 7 ઓક્ટોબરના રોજ હમાસે સૌથી પહેલા ઈઝરાયેલના નાગરિકોની હત્યા કરી હતી. ઘણા લોકોનું અપહરણ પણ કરવામાં આવ્યું હતું, તેમા સેનાના જવાનો પણ સામેલ હતા. એ હુમલા પછી જ ઈઝરાયેલે બદલો લેવાનું નક્કી કર્યું અને જોતજોતામાં જ ભીષણ યુદ્ધ શરૂ થઈ ગયું હતું. અત્યારે આ યુદ્ધને બંને પક્ષે ઘણું સહન કરવું પડ્યું છે, હજારો લોકો મૃત્યુ પામ્યા છે અને દિવસે ને દિવસે પરિસ્થિતિ વણસી રહી છે.


Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ