શું ઇઝરાયેલે ઇરાનના ન્યૂક્લિયર સાઇટ્સ પર સાયબર હુમલો કર્યો? મિસાઇલ હુમલાનો ઘાતક જવાબ આપવાની ચેતવણી આપી હતી

Israel Hezbollah War : ઈરાનના પરમાણુ સ્થળો સહિત ઘણા સરકારી વિભાગોમાં એક સાથે સાયબર હુમલો થયો છે. આ કારણે ઇરાન સરકારની લગભગ તમામ સેવાઓ ખોરવાઇ ગઇ છે

Israel Hezbollah War : ઈરાનના પરમાણુ સ્થળો સહિત ઘણા સરકારી વિભાગોમાં એક સાથે સાયબર હુમલો થયો છે. આ કારણે ઇરાન સરકારની લગભગ તમામ સેવાઓ ખોરવાઇ ગઇ છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
cyber attack, Israel Hezbollah War

ઈરાનના પરમાણુ સ્થળો સહિત ઘણા સરકારી વિભાગોમાં એક સાથે સાયબર હુમલો થયો છે (પ્રતિકાત્મક તસવીર)

Israel Hezbollah War : ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે તણાવ વચ્ચે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઈરાનના પરમાણુ સ્થળો સહિત ઘણા સરકારી વિભાગોમાં એક સાથે સાયબર હુમલો થયો છે. આ કારણે ઇરાન સરકારની લગભગ તમામ સેવાઓ ખોરવાઇ ગઇ છે. એવું માનવામાં આવે છે કે ઇઝરાયેલે આ કર્યું છે. સાયબર હુમલામાં ઇરાનના પરમાણુ ઠેકાણાઓને પણ નિશાન બનાવવામાં આવ્યા છે.

Advertisment

ઇરાનમાં મોટો સાયબર હુમલો

ઈરાનની સુપ્રીમ કાઉન્સિલ ઓફ સાયબર સ્પેસના પૂર્વ સચિવ ફિરોઝાબાદીએ જણાવ્યું હતું કે, ઈરાનમાં ન્યાયતંત્ર, ધારાસભા અને કારોબારી સહિત લગભગ તમામ સરકારી વિભાગો સાયબર હુમલાનો સામનો કરી રહ્યા છે. તેમણે એવો દાવો પણ કર્યો હતો કે કેટલીક માહિતીઓ પણ ચોરાઈ ગઈ છે. ઈરાનના મીડિયા ઈરાન ઈન્ટરનેશનલના જણાવ્યા પ્રમાણે ઘણી મહત્વની જાણકારીઓ ચોરી થઈ છે.

લેબેનોનમાં ઇઝરાયેલનું ઓપરેશન ચાલુ

1 ઓક્ટોબરના રોજ ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલ હુમલો કર્યો હતો અને તે પછી જ ઈઝરાયેલે બદલો લેવાની ધમકી આપી હતી. ઇઝરાયેલના રક્ષા મંત્રીએ બુધવારે ચેતવણી પણ આપી હતી કે ઇરાની મિસાઇલ હુમલાઓનો જવાબ ચોક્કસપણે આપવામાં આવશે. તેમણે કહ્યું હતું કે ઇઝરાયેલની પ્રતિક્રિયા ઘાતક અને આશ્ચર્યજનક હશે. ઇઝરાયેલની લેબનોનમાં હિઝબુલ્લાહ વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે.

આ પણ વાંચો - શું ઇરાનના લશ્કરી ચીફે ઇઝરાયેલને આપી હતી નસરલ્લાહના સ્થળ વિશે માહિતી?

Advertisment

હસન નસરલ્લાહની ઇઝરાયેલે હત્યા કરી હતી

થોડા દિવસો પહેલા ઇઝરાયેલે હિઝબુલ્લાહના પ્રમુખ હસન નસરલ્લાહની હત્યા કરી હતી. તે પછી ઇરાન આ મામલે તપાસ કરી રહ્યું છે. હવે મોટા સમાચાર આવી રહ્યા છે કે ઈરાનના લશ્કરી વડાએ હિઝબુલ્લાહના વડા હસન નસરાલ્લાહના ઠેકાણા વિશે ઈઝરાયેલને જાણ કરી હતી. આ દરમિયાન ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સના કમાન્ડર ઈન ચીફ ગાયબ થઈ ગયા છે. એવી અટકળો છે કે તેણે ઇઝરાઇલને હસન નસરલ્લાહની હત્યા કરવામાં મદદ કરી હતી અને ઇરાન સાથે દગો કર્યો હતો.

ઈરાન ઈઝરાયલ યુધ્ધ હમાસ ઈઝરાયલ યુધ્ધ વિશ્વ