Israel-Hezbollah War Updates : ઇઝરાયેલ અને લેબનોન વચ્ચેનું યુદ્ધ વિકરાળ બની રહ્યું છે. લેબનોન તરફથી જાણકારી આપવામાં આવી કે ઇઝરાયેલના હવાઇ હુમલામાં તેમના ઓછામાં ઓછા 274 નાગરિકોના મોત થયા છે. આ પહેલા સમાચાર એજન્સી એપીને ઈઝરાયેલી સેનાએ કહ્યું કે હિઝબુલ્લાહ પર દબાણ વધારતા લેબનોનમાં 300 સ્થળો પર હુમલો કર્યો છે.
લેબનોનમાં ઇઝરાયેલનો સૌથી ઘાતક હુમલો
ઇઝરાયેલની સેનાએ એક્સ પર એક પોસ્ટમાં તસવીર જારી કરતા જાહેરાત કરી કે લશ્કરી વડા લેફ્ટનન્ટ જનરલ હર્ઝી હલેવી, તેલ અવીવમાં લશ્કરી મુખ્યાલયથી વધુ હુમલાની મંજૂરી આપી રહ્યા છે. હિઝબુલ્લાહ સામે છેલ્લા એક વર્ષથી ચાલી રહેલી લડાઇમાં આ સૌથી ઘાતક હવાઈ હુમલામાંથી એક છે. હલેવી અને અન્ય ઇઝરાઇલી નેતાઓએ આગામી દિવસોમાં હિઝબુલ્લાહ સામે વધુ કાર્યવાહી કરવાનું વચન આપ્યું છે.
આ પણ વાંચો – હવે શ્રીલંકામાં વામપંથી સરકારે વધારી મુસીબત! નેપાળથી બાંગ્લાદેશ સુધી, ચીની મિત્રોથી ઘેરાયું ભારત
દક્ષિણ લેબેનોને લોકોને ઘર ખાલી કરાવવાની ચેતવણી આપી
ઇઝરાયેલે સોમવારે દક્ષિણ લેબેનોનમાં લોકોને તેમના ઘર ખાલી કરાવવાની અપીલ કરી છે. ઇઝરાયેલે દાવો કર્યો હતો કે હિઝબુલ્લાહે ત્યાં શસ્ત્રો જમા કરીને રાખ્યા છે અને ઘાતક હુમલાઓની ચેતવણી આપી છે. લેબેનોનના અધિકારીઓએ જણાવ્યું હતું કે ઇઝરાયેલી હવાઈ હુમલામાં 200થી વધારે લોકો માર્યા ગયા હતા. લેબેનોનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે દક્ષિણ લેબેનોનમાં થયેલા હુમલામાં 400થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે.
લેબનોનના અધિકારીઓના મતે તેના દેશના લોકોને 80 હજારથી વધારે સંદિગ્ધ ઇઝરાયેલ કોલ મળ્યા છે. તેમાં લોકોને પોતાના ઘર ખાલી કરવા માટે કહ્યું છે.





