Israel Iran News: ઇઝરાયલ અને અમેરિકા આ હુમલાની ભારે કિંમત ચૂકવશે, ઈરાને ઉચ્ચારી ચીમકી

Israel Iran conflict news in Gujarati: ઇઝરાયલ ઈરાન સંઘર્ષ વધુ ઉગ્ર બની યુદ્ધ તરફ આગળ વધી રહ્યો છે. ઇઝરાયલી હુમલામાં ઈરાનના પરમાણું કાર્યક્રમ અને મહત્વના ત્રણ લશ્કરી વડાઓના મોત નીપજ્યા છે. જેને પગલે હતાહત ઈરાન આક્રમક બન્યું છે અને ઇઝરાયલ પર ડ્રોન હુમલા કરી ચેતવણી ઉચ્ચારી છે કે, ઇઝરાયલ અને અમેરિકા આ હુમલાની ભારે કિંમત ચૂકવવા તૈયાર રહે.

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Israel iran conflict, Israel, iran

ઇઝરાયલ હુમલો (તસવીર - સોશિયલ મીડિયા)

Israel Iran conflict news in Gujarati: ઇઝરાયલ ઈરાન સંઘર્ષ વધુ ઉગ્ર બની યુદ્ધ તરફ આગળ વધી રહ્યો છે. ઇઝરાયલી હુમલામાં ઈરાનના પરમાણું કાર્યક્રમ અને મહત્વના ત્રણ લશ્કરી વડાઓના મોત નીપજ્યા છે. જેને પગલે હતાહત ઈરાન આક્રમક બન્યું છે અને ઇઝરાયલ પર ડ્રોન હુમલા કરી ચેતવણી ઉચ્ચારી છે કે, ઇઝરાયલ અને અમેરિકા આ હુમલાની ભારે કિંમત ચૂકવવા તૈયાર રહે.

Advertisment

ઇઝરાયલના મુખ્ય સૈન્ય પ્રવક્તા, બ્રિગેડિયર જનરલ એફી ડેફ્રિને શુક્રવારે જણાવ્યું હતું કે ઇઝરાયલે છેલ્લા કેટલાક કલાકોમાં બદલો લેવા માટે ઇરાન દ્વારા છોડવામાં આવેલા 100 થી વધુ ડ્રોનને અટકાવ્યા છે. 200 જેટલા ઇઝરાયલી લડાકુ વિમાનોએ આ જવાબી કાર્યવાહી કરી છે. જેમાં લગભગ 100 લક્ષ્યો પર હુમલો કરવામાં આવ્યો હતો. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે, ઇઝરાયલી હુમલામાં રિવોલ્યુશનરી ગાર્ડના મિસાઇલ પ્રોગ્રામના વડા જનરલ અમીર અલી હાજીઝાદેહ માર્યા ગયા હતા.

ઈરાને શું કહ્યું

ઈઝરાયલી હુમલામાં ઈરાનના પરમાણુ કાર્યક્રમને નુકસાન થયા બાદ અને ઈરાનના અર્ધલશ્કરી રિવોલ્યુશનરી ગાર્ડના વડા હુસૈન સલામી અને ઈરાનના સશસ્ત્ર દળોના ચીફ ઓફ સ્ટાફ મોહમ્મદ બઘેરી સહિત અનેક લશ્કરી કમાન્ડરોના મોત બાદ ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીએ 'કઠોર સજા' આપવાની પ્રતિજ્ઞા લીધી છે. આ હુમલામાં અમેરિકાની સંડોવણીનો દાવો કરતા, ઈરાની સશસ્ત્ર દળોના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અબોલફઝલ શેકાર્ચીએ સરકારી ટીવીને જણાવ્યું હતું કે, ઈઝરાયલ અને અમેરિકા આ ​​હુમલાની ભારે કિંમત ચૂકવશે.

અમેરિકા-ઈરાન વાટાઘાટો સ્થગિત

ઇઝરાયલી હુમલા બાદ અમેરિકા સાથે છઠ્ઠા તબક્કાની વાટાઘાટો યોજાશે નહીં, એમ સંસદના રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિ આયોગના સભ્ય અને વરિષ્ઠ ઈરાની સાંસદ અલાદ્દીન બોરોજેર્દીએ શુક્રવારે રાજ્ય મીડિયાને જણાવ્યું હતું. જ્યારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફોક્સ ન્યૂઝને જણાવ્યું હતું કે તેઓ ઇઝરાયલના હુમલાઓથી પહેલાથી જ વાકેફ હતા, અને ઉમેર્યું હતું કે "કોઈ આશ્ચર્ય થયું નથી. જોકે યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ હુમલાઓમાં કોઈપણ ભૂમિકાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે ઈરાને યુએસ હિતો અથવા કર્મચારીઓને નિશાન બનાવવા જોઈએ નહીં.

Advertisment

હાજીઝાદેહના મૃત્યુની પુષ્ટિ

ઇઝરાયલે શુક્રવારે દાવો કર્યો હતો કે તેણે ઈરાનમાં રિવોલ્યુશનરી ગાર્ડના મિસાઇલ કાર્યક્રમના વડા જનરલ અમીર અલી હાજીઝાદેહને મારી નાખ્યા છે. ઈરાને તાત્કાલિક તેમના મૃત્યુની સત્તાવાર રીતે સ્વીકૃતિ આપી ન હતી, જોકે તેમના મૃત્યુની અફવાઓ કેટલાક સમયથી ઓનલાઈન ફેલાઈ રહી હતી. હાજીઝાદેહ ગાર્ડમાં એક મુખ્ય કમાન્ડર છે, જે તેના બેલિસ્ટિક મિસાઇલ શસ્ત્રાગારની દેખરેખ રાખે છે.

આ પણ વાંચો - ડોનાલ્ડ ટ્રમ્પ સાથેનો વિવાદ ખતમ! એલોન મસ્ક એ પોસ્ટ બદલ માફી માંગી

એર્દોગન એ ઇઝરાયલની કરી નિંદા

રોઇટર્સના અહેવાલ મુજબ, તુર્કીના રાષ્ટ્રપતિ તૈયપ એર્દોગને ઈરાન પર ઈઝરાયલના હુમલાઓની નિંદા કરી, આ હુમલાને ઉશ્કેરણીજનક ગણાવ્યો અને ઈઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂની સરકાર પર પ્રદેશને વિનાશ તરફ ધકેલવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો.

એર્દોગને X પરની એક પોસ્ટમાં કહ્યું કે, નેતન્યાહુ અને તેમના નરસંહાર નેટવર્કના હુમલાઓ, જે આપણા સમગ્ર પ્રદેશ અને વિશ્વને આગમાં નાખી રહ્યા છે, તેને અટકાવવા જોઈએ.

ટ્રમ્પે ઈરાન હુમલામાં અમેરિકાની ભૂમિકાનો કર્યો ઇનકાર

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ ઈરાન પર થયેલા તાજેતરના હુમલાઓથી વાકેફ છે પરંતુ ભારપૂર્વક જણાવ્યું હતું કે અમેરિકા લશ્કરી રીતે સામેલ નથી. જોકે તેમણે ચેતવણી આપી હતી કે જો ઈરાન ઈઝરાયલને નિશાન બનાવશે, તો અમેરિકા જવાબ આપશે.

તેમણે એમ પણ ઉમેર્યું હતું કે અમેરિકાએ ઇઝરાયલની આયર્ન ડોમ સિસ્ટમ ફરી ભરી છે, જે ટૂંકા અંતરના રોકેટ અને આર્ટિલરી શેલને અટકાવવા અને નાશ કરવા માટે છે. ઈરાન સાથે ટ્રમ્પના મુખ્ય વાટાઘાટકાર સ્ટીવ વિટકોફ હજુ પણ વાટાઘાટોના છઠ્ઠા રાઉન્ડ માટે તેહરાન જઈ રહ્યા છે.

ઈરાન ઈઝરાયલ યુધ્ધ અમેરિકા વિશ્વ