Israel-Iran Tensions: ઈરાને ઈઝરાયલ સામે યુદ્ધની ઘોષણા કરી છે. ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીએ બુધવારે X પર પોસ્ટ કરીને કહ્યું – ‘યુદ્ધ શરૂ થઈ ગયું છે.’ આના થોડા સમય પછી, ખામેનીએ ઈઝરાયલને બીજી ચેતવણી આપતા કહ્યું, “આપણે આતંકવાદી યહૂદી શાસનને કડક જવાબ આપવો પડશે. અમે તેમના પર કોઈ દયા નહીં બતાવીએ.”
અગાઉ, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીને બિનશરતી શરણાગતિ સ્વીકારવાનું કહ્યું હતું. ટ્રમ્પે કહ્યું છે કે અમે સારી રીતે જાણીએ છીએ કે ‘સર્વોચ્ચ નેતા’ ક્યાં છુપાયેલા છે. ટ્રમ્પે કહ્યું, “અમે તેમને મારવાના નથી, ઓછામાં ઓછું હમણાં નહીં.” રાષ્ટ્રપતિએ કહ્યું કે અમારી ધીરજ ખૂટી રહી છે. તેમણે કહ્યું છે કે ખામેનીએ બિનશરતી શરણાગતિ સ્વીકારવી જોઈએ.
એ કહેવું પડે કે ઈઝરાયલ અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ છઠ્ઠા દિવસે પહોંચી ગયો છે અને બંને દેશોએ એકબીજા પર મિસાઈલોથી હુમલો કર્યો છે. મેહર ન્યૂઝ એજન્સી અનુસાર, ઈરાને બુધવારે વહેલી સવારે ઈઝરાયલ પર ફત્તાહ મિસાઈલ છોડી છે.
આ પણ વાંચોઃ- રશિયા ત્રણ વર્ષમાં ન કરી શક્યું એ ઈઝરાયલે 48 કલાકમાં કરી બતાવ્યું, ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમ કરી તબાહ
ફત્તાહ મિસાઈલ એક હાઇપરસોનિક મિસાઈલ છે જે અવાજની ગતિ કરતા પાંચ ગણી વધુ ઝડપે મુસાફરી કરે છે. ન્યૂઝ એજન્સી રોઇટર્સના જણાવ્યા અનુસાર, અમેરિકા મધ્ય પૂર્વમાં વધુ ફાઇટર જેટ તૈનાત કરી રહ્યું છે.





