/indian-express-gujarati/media/media_files/2026/03/03/crude-oil-price-hike-impact-on-india-2026-03-03-15-53-43.jpg)
Crude Oil Price Hike Impact On India | ક્રૂડ ઓઇલના ભાવ વધવાની ભારત પર ગંભીર અસર થાય છે. Photograph: (Freepik)
Israel Iran War Impact On India : ઈરાન ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે મંગળવારે ત્રીજા દિવસે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો છે. તણાવને કારણે હોર્મુઝ સમુદ્રધુનીને બંધ કરી દીધી છે અને મધ્ય પૂર્વના મુખ્ય ઉત્પાદક વિસ્તારમાંથી ઓઇલના પુરવઠામાં વિક્ષેપ પડવની આશંકા ઉભી થઈ છે. ઈરાનના બ્રિગેડિયર જનરલ ઈબ્રાહિમ જબારીએ કહ્યું કે, ક્રૂડ ઓઈલની કિંમત 81 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ છે અને દુનિયા ચોક્કસપણે તેની રાહ જોઈ રહી છે કે તે ઓછામાં ઓછા 200 ડોલર સુધી પહોંચે. ”
આજે બ્રેન્ટ ક્રૂડ વાયદો 1.4 ટકા વધીને 79 ડોલર પ્રતિ બેરલ પર હતો. સોમવારે ક્રૂડ ઓઇલ વાયદો ઉછળીને 82 ડોલરની સપાટી ક્રોસ કરી ગયો હતો, જે જાન્યુઆરી 2025 પછીની સૌથી ઉંચી સપાટી છે. આ દરમિયાન, યુએસ ક્રૂડ ઓઇલ વાયદો 1 ટકા વધીને 71.97 ડોલર પ્રતિ બેરલે પહોંચી ગયું છે.
ક્રૂડ ઓઇલના ભાવ ભડકે બળશે?
ફાઇનાન્સિયલ એક્સપ્રેસના જણાવ્યા અનુસાર, માર્કેટ એનાલિસ્ટો કહે છે કે, ઈઝરાયલ ઇરાન યુદ્ધ સંકટ ટૂંક સમયમાં હળવું થવાની કોઈ આશા ન હોવાથી, હોર્મુઝ સમુદ્રધુની લગભગ બંધ થઈ ગઈ છે, ઇરાન આ ક્ષેત્રમાં ઊર્જા માળખાને લક્ષ્ય બનાવવાની તૈયારી બતાવી રહ્યું છે અને લડાઈ જેટલી લાંબી ચાલશે, તેટલું જ જોખમ વધશે.
વિશ્લેષકો અપેક્ષા રાખે છે કે, આગામી દિવસોમાં ઓઈલના ભાવ ઊંચા રહેશે, જ્યારે બજારો મધ્ય પૂર્વમાં વધતા સંઘર્ષની અસર પર ધ્યાન કેન્દ્રિત કરશે.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/Israel-Iran-War.jpg)
બર્નસ્ટેઇને સોમવારે 2026 બ્રેન્ટ તેલની કિંમત 65 ડોલરથી વધારીને 80 ડોલર પ્રતિ બેરલ કરવાની આગાહી કરી હતી, પરંતુ લાંબી લડાઈની સ્થિતિમાં કિંમતો 120 ડોલર - 150 ડોલર સુધી પહોંચવાની આગાહી છે.
સરેરાશ, વિશ્વની ક્રૂડ ઓઇલની માંગનો લગભગ પાંચમો ભાગ હોર્મુઝ સમુદ્રધુનીમાંથી પસાર થતા જહાજોની સાથે સાથે ચીન અને ભારત સહિતના મોટા એશિયન બજારોમાં ડીઝલ, ગેસોલિન અને અન્ય બળતણ વહન કરતા ટેન્કરો મારફતે થાય છે.
આ દરિયાઇ માર્ગે દુનિયાનો લગભગ 20 ટકા એલએનજીનો પુરવઠો સપ્લાય થાય છે. વીમા કંપનીઓએ જહાજો માટે ઇન્સ્યોરન્સ કવરેજ રદ કર્યું હોવાથી ટેન્કર અને કન્ટેનર જહાજો આ જળમાર્ગ માંથી પસાર થવાનુ ટાળી રહ્યા છે.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/03/02/crude-oil-price-2026-03-02-10-29-01.jpg)
ક્રૂડ ઓઇલમાં તેજીની ભારત પર અસર
કેપ્લરના એક રિપોર્ટ અનુસાર, ભારતનો લગભગ 50 ટકા ક્રૂડ ઓઇલનો પુરવઠો હોર્મુઝ સમુદ્રધુની માર્ગે આયાત કરવામાં આવે છે, જ્યારે 85 ટકા એલપીજી પુરવઠો આવે છે. રશિયાથી ક્રૂડ ઓઈલની આયાત વધારવી એ અસ્થાયી પગલું હોઈ શકે છે, પરંતુ લાંબા ગાળાના પુરવઠાના જોખમો અને તેલના ભાવમાં વધારો ભારતની રાજકોષીય ખાધ પર ગંભીર અસર કરી શકે છે.
આ પણ વાંચો | ઇરાને દુબઇ, કુવૈત પર કેમ હુમલા કર્યા? શું આ યુદ્ધમાં ઈઝરાયલ અમેરિકા સામે જીતી શકશે?
આઈડીએફસી ફર્સ્ટ બેંકના રિપોર્ટ અનુસાર, આગામી 12 મહિનામાં ક્રૂડ ઓઈલના ભાવમાં 10 ડોલર પ્રતિ બેરલનો વધારો થવાથી ભારતની ચાલુ ખાતાની ખાધ જીડીપીના 0.4 ટકા જેટલી વધી શકે છે. આ ઉપરાંત રિપોર્ટ અનુસાર, ક્રૂડ ઓઈલના ભાવમાં 10 ટકાનો વધારો વાસ્તવિક જીડીપી ગ્રોથમાં 0.15 ટકાનો ઘટાડો કરી શકે છે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us