Israel-Iran War: ખામેનીના મોત બાદ કોણ બનશે ઇરાનના નવા પ્રમુખ? દાવેદારોની યાદીમાં 6 નામ મોખરે

Iran Leader Ali Khamenei Dead In Israel US Attack : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવા બાદ ઈરાનના મીડિયાએ પણ પુષ્ટિ કરી છે કે, અલી ખામેનીનું મોત થયું છે, આ સાથે તેમની પુત્રી, જમાઈ અને પૌત્રના પણ મોત થયા છે.

Iran Leader Ali Khamenei Dead In Israel US Attack : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવા બાદ ઈરાનના મીડિયાએ પણ પુષ્ટિ કરી છે કે, અલી ખામેનીનું મોત થયું છે, આ સાથે તેમની પુત્રી, જમાઈ અને પૌત્રના પણ મોત થયા છે.

author-image
Ajay Saroya
New Update
Iran-Israel Conflict

Israel-Iran War: ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેની - photo- X @khamenei_ir

Israel Iran War : ઇઝરાયલ ઇરાન યુદ્ધથી મધ્ય પૂર્વમાં તણાવ છે. ઇરાન પર ઇઝરાયલના હુમલાથી તેહરાન સહિત ઘણા વિસ્તારોમાં ભારે તબાહી મચી ગઈ છે અને હવે ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ ખામેનીના મોતન પુષ્ટિ થઈ છે. ખામેની ઉપરાંત તેની પુત્રી, જમાઈ અને પૌત્રનું પણ મોત થયું છે.

Advertisment

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ખામેનીને ઇતિહાસના સૌથી દુષ્ટ વ્યક્તિઓ પૈકીનો એક ગણાવ્યો છે અને કહ્યું છે કે તેની મૃત્યુ ઈરાનન લોકો માટે તેમના દેશને પાછું મેળવવાની સૌથી મોટી તક છે. ટ્રમ્પે કહ્યું કે ઈરાન પર સચોટ અને શ્રૈણીબદ્ધ બોમ્બ ધડાકા હજુ બંધ થયા નથી અને તે ચાલુ રહેશે.

તેહરાનમાં વિનાશ બાદ શાંતિ

ઈરાનના સરકારી મીડિયાએ પણ ખામેનીના મોતની પુષ્ટિ કરી છે. રાજધાની તેહરાનમાં અનેક વિસ્ફોટના અહેવાલ છે. તેહરાનના મધ્ય જિલ્લાઓમાંથી ધુમાડાના કાળા વાદળો ઉઠતા જોવા મળ્યા છે અને સુપ્રીમ લીડરની ઓફિસ તરફ જતા તમામ રસ્તાઓ સીલ કરી દેવામાં આવ્યા છે. દેશમાં મોબાઇલ નેટવર્ક સંપૂર્ણપણે બંધ છે.

ઈરાનના સર્વોચ્ચ નેતાની વાત કરીએ તો તે 86 વર્ષના હતા અને 1989થી ઈરાનની સત્તામાં હતા. તેના મૃત્યુ પછી, સૌથી મોટો પ્રશ્ન એ છે કે હવે ઇરાનનો સર્વોચ્ચ નેતા કોણ બનશે, ખામેનીની સત્તા કોણ સંભાળશે?

Advertisment

ખામેનીનો ઉત્તરાધિકારી કોણ છે?

  1. ઈરાનના બંધારણ મુજબ 88 સભ્યોની એસેમ્બલી ઓફ એક્સપર્ટ્સ નવા સર્વોચ્ચ નેતાની પસંદગી કરશે. આ રેસમાં ઘણા મોટા નામો સામેલ છે, જેના વિશે અહીં માહિતી આપી છે.
  2. ખામેનીની ઉત્તરાધિકારી માટેના દાવેદારોમાં પ્રથમ નામ હુજ્જત ઉલ ઇસ્લામ મોહસિન કૌમી છે, જે ખામેનીની ઓફિસના વરિષ્ઠ સલાહકાર અને તેમના નજીકના વિશ્વાસુ માનવામાં આવે છે.
  3. તો આયતોલ્લાહ અલીરેઝા અરાફી પણ એક મહત્વપૂર્ણ દાવેદાર છે. તેઓ ઇરાનની મદરેસા સિસ્ટમના વડા અને ગાર્ડિયન કાઉન્સિલના સભ્ય છે. તેમને હાલની સિસ્ટમની સાતત્યનું પ્રતીક માનવામાં આવે છે.
  4. ઉપરાંત અન્ય એક નામ આયતુલ્લાહ મોહસિન અરાકી છે. તેમને એસેમ્બલી ઓફ એક્સપર્ટ્સના જૂના સભ્ય અને ધાર્મિક ઓળખપત્રો ધરાવતા અનુભવી નેતા માનવામાં આવે છે.
  5. તો જી.એચ. મોહસેની અજેઇ, જે ઇરાનની ન્યાયપાલિકાના વર્તમાન વડા છે. તે સર્વોચ્ચ નેતાના પદ માટેના દાવેદાર પણ છે. તેમનો રાષ્ટ્રીય સુરક્ષાનો અનુભવ અસ્થિરતાના સમયમાં નિર્ણાયક હોઈ શકે છે.
  6. ઉપરાંત હાશમે હુસૈની બુશહરીનું પણ નામ છે. તે સમુદાયના શુક્રવાર પ્રાર્થના નેતા છે, જે વરિષ્ઠ મૌલવીઓમાં ખૂબ પ્રભાવશાળી છે.

હવે તે જોવાનું બાકી છે કે ખામેનીનો ઉત્તરાધિકારી કોને બનાવવામાં આવે છે, કારણ કે ઇરાન અત્યાર સુધીના સૌથી મુશ્કેલ પડકારનો સામનો કરી રહ્યું છે. ઇરાન પહેલાથી જ ઇઝરાયલ અને અખાતમાં યુએસ બેઝ સાથે સીધો સૈન્ય સંઘર્ષમાં ફસાઇ ગયું છે, આ ઉપરાંત ઇરાનમાં સામાન્ય લોકોએ પણ સરકારની નીતિઓની ટીકા કરતા ઘણી વખત વિરોધ કર્યો છે.

અમેરિકા અને ઇઝરાયલના સંયુક્ત હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનીનુ મોત થયું છે. ઈરાનના સરકારી મીડિયાએ પણ ખામેનીના મોતની પુષ્ટિ કરી છે. આ હુમલામાં તેમના પરિવારના ઘણા સભ્યો માર્યા ગયા છે. ખામેનીની પુત્રી, પૌત્ર, જમાઈ અને પુત્રવધૂનું અવસાન થયું છે. વાંચો સંપૂર્ણ સ્ટોરી...

વિશ્વ ઇરાન ઈરાન ઈઝરાયલ યુધ્ધ અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પ