Israel Iran War Live: ઇરાનને મોટો ફટકો, ખામેની બાદ રક્ષા મંત્રી અને સેના પ્રમુખના પણ મોત

Israel Iran War Live Update : ઈઝરાયેલ અમેરિકાના હુમલામાં ઇરાનના લીડર અલી ખામેનીનું મોત થયું છે. મળતી માહિતી મુજબ અહમદ વાહિદીને ઈરાન દ્વારા ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સની નવી જવાબદારી સોંપવામાં આવી છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Ayatollah Ali Khamenei

ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ અલી ખામેની Photograph: (ફાઇલ ફોટો સોશિયલ મીડિયા)

Israel Iran War Live Update : પશ્ચિમ એશિયામાં લાંબા સમયથી ચાલી રહેલા તણાવ વચ્ચે ઇઝરાયલ અને અમેરિકાએ ઈરાન પર હુમલો કર્યો હતો. તેની શરૂઆત ઈરાનના 30 બેઝ પર હવાઈ હુમલાથી થઈ હતી. આ હુમલામાં ઈરાનને ઘણું નુકસાન થયું હતું. વળતા હુમલામાં ઈરાને અનેક દેશોમાં સ્થિત અમેરિકી સૈન્ય મથકો પર હુમલો કર્યો હતો. હવે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ ખામેની માર્યો ગયો છે. આ સાથે જ તેમણે એવો પણ દાવો કર્યો છે કે અમેરિકા સારી રીતે જાણે છે કે હવે ઈરાનની સત્તા કોણ સંભાળશે.

Advertisment

ઈરાન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે, યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ આ અઠવાડિયે ઇઝરાયલની તેમની મુલાકાત રદ કરી છે. રુબિયો સોમવાર અને મંગળવારે ઇઝરાયલની મુલાકાત લેવાના હતા, પરંતુ વર્તમાન પરિસ્થિતિને કારણે તેમની મુલાકાત રદ કરવામાં આવી છે. આસિટન્ટ સેક્રેટરી ઓફ સ્ટેટ ડાયલન જોહ્ન્સનને સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે વર્તમાન પરિસ્થિતિઓને કારણે સેક્રેટરી ઓફ સ્ટેટ 2 માર્ચે ઇઝરાયલની યાત્રા કરશે નહીં. ઈરાન-ઇઝરાયલ તણાવ અંગે દરેક અપડેટ પહેલા અહીં મેળવો.

ઇરાનના પ્રમુખ અલી ખમેનીનું મોત - ડોનાલ્ડ ડ્રમ્પનો દાવો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ઈરાનના સર્વોચ્ચ નેતા, આયાતુલ્લાહ અલી ખામેનીનું મોત થયું છે. તેમણે તેને ઈરાનન લોકો અને દુનિયાભરના લોકો માટે ન્યાય તરીકે વર્ણવ્યું હતું જેમને ખામેનીના અને તેમના સમર્થકોએ નુકસાન પહોંચાડ્યું છે. ટ્રમ્પે કહ્યું હતું કે ખામેની અમારી ગુપ્તચર અને અત્યાધુનિક ટ્રેકિંગ સિસ્ટમ્સથી બચી શક્યો નથી. તેમણે કહ્યું હતું કે આ ઓપરેશનમાં અમેરિકાએ ઇઝરાયલ સાથે નજીકથી કામ કર્યું હતું.

  • Mar 01, 2026 14:07 IST

    ઇરાનને મોટો ફટકો, ખામેની બાદ રક્ષા મંત્રી અને સેના પ્રમુખના પણ મોત

    અમેરિકા અને ઈઝરાયલના સંયુક્ત હુમલામાં ઇરાનને મોટો ફટકો લાગ્યો છે. ઈઝરાયલના હુમલામાં ઇરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનીના મોત બાદ હવે રક્ષા મંત્રી અને સેના પ્રમુખ પણ માર્યા ગયા હોવાના અહેવાલ છે. તસનીમ સમાચાર એજન્સી અનુસાર, લેફ્ટનેન્ટ જનરલ અબ્દોલરહીમ મૂસાવી શનિવારે હુમલામાં માર્યો ગયો છે.

  • Mar 01, 2026 11:06 IST

    ખેમાનીના મોત બાદ ઇરાનનો પલટવાર, દુબઇમાં અમેરિકાના ઠેકાણા પર હુમલો

    ઈઝરાયલ અને અમેરિકાના હુમલામાં ઇરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનીનું મોત થયું છે. આ ઘટના બાદ ઇરાન રોષે ભરાયું છે અને દુબઇમાં અમેરિકાના ઠેકાણા પર હુમલો કર્યો છે. અહેવાલ મુજબ દુબઇમાં સતત બીજા દિવસે ભયંકર બોમ્બ ધડાકાના અવાજ સંભળાયા છે. ઇરાને કહ્યું કે, તે આ ક્ષેત્રમાં અમેરિકાના ઠેકાણાને ટાર્ગેટ કરી હુમલા કરશે. ઇરાન અમેરિકાના ઘણા સૈન્ય ઠેકાણા પર હુમલા કર્યા છે.

  • Advertisment
  • Mar 01, 2026 10:41 IST

    ખામેનીના મોત બાદ ઇરાનના નવા પ્રમુખનું નામ જાહેર

    ઇરાનના પ્રમુખ અલી ખામેનીનું મોત થયું છે. ઈઝરાયલ અને અમેરિકાના સંયુક્ત હુમલામાં ઇરાનના સર્વોચ્ચ પ્રમુખ ખામેનીનું મોત થયું છે. ઈરાને અમેરિકા સામે બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે. આ દરમિયાન ઈરાને પોતાના નવા કમાન્ડર ઈન ચીફના નામની જાહેરાત કરી છે. મળતી માહિતી મુજબ અહમદ વાહિદીને ઈરાન દ્વારા ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સની નવી જવાબદારી સોંપવામાં આવી છે. ખાસ વાત એ છે કે 31 ડિસેમ્બર, 2025 ના રોજ, ખામેનીએ તેમને ડેપ્યુટી કમાન્ડર-ઇન-ચીફ તરીકે નિયુક્ત કર્યા હતા. વાહિદી કુદસ ફોર્સના પ્રથમ કમાન્ડર (1988-1998) હતા. તે આઇઆરજીસીની શાખા છે જે ઇરાનની બહાર લશ્કરી અને ગુપ્તચર કામગીરી કરે છે.

  • Mar 01, 2026 07:38 IST

    FARS એ અલી ખામેનીના મોતની પૃષ્ટિ કરી

    ઇરાનના ઇસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કોર સાથે જોડાયેલી સમાચાર એજન્સી FARS એ અલી ખામેનીના મોતની પૃષ્ટિ કરી છે. તેમા જણાવાયું છે કે, સુપ્રીમ લીડરની દીકરી, જમાઇ અને તે પોતે એક હુમલામાં માર્યા ગયા છે. નોંધનિય છે કે, થોડાક કલાકો પહેલા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલ યુએસના સંયુક્ત હુમલામાં ઇરાનના લીડર આયાતુલ્લાહ અલી ખામેનીનું મોત થયું હોવાનો દાવો કર્યો હતો.

  • Mar 01, 2026 07:33 IST

    અમેરિકાના સેક્રેટરીનો ઇઝરાયલ પ્રવાસ રદ

    ઈરાન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે, યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ આ અઠવાડિયે ઇઝરાયલની તેમની મુલાકાત રદ કરી છે. રુબિયો સોમવાર અને મંગળવારે ઇઝરાયલની મુલાકાત લેવાના હતા, પરંતુ વર્તમાન પરિસ્થિતિને કારણે તેમની મુલાકાત રદ કરવામાં આવી છે. આસિટન્ટ સેક્રેટરી ઓફ સ્ટેટ ડાયલન જોહ્ન્સનને સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે વર્તમાન પરિસ્થિતિઓને કારણે સેક્રેટરી ઓફ સ્ટેટ 2 માર્ચે ઇઝરાયલની યાત્રા કરશે નહીં. ઈરાન-ઇઝરાયલ તણાવ અંગે દરેક અપડેટ પહેલા અહીં મેળવો.

  • Mar 01, 2026 07:32 IST

    ઇરાનના પ્રમુખ અલી ખમેનીનું મોત - ડોનાલ્ડ ડ્રમ્પનો દાવો

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ઈરાનના સર્વોચ્ચ નેતા, આયાતુલ્લાહ અલી ખામેનીનું મોત થયું છે. તેમણે તેને ઈરાનન લોકો અને દુનિયાભરના લોકો માટે ન્યાય તરીકે વર્ણવ્યું હતું જેમને ખામેનીના અને તેમના સમર્થકોએ નુકસાન પહોંચાડ્યું છે. ટ્રમ્પે કહ્યું હતું કે ખામેની અમારી ગુપ્તચર અને અત્યાધુનિક ટ્રેકિંગ સિસ્ટમ્સથી બચી શક્યો નથી. તેમણે કહ્યું હતું કે આ ઓપરેશનમાં અમેરિકાએ ઇઝરાયલ સાથે નજીકથી કામ કર્યું હતું.

વિશ્વ ઇરાન હમાસ ઈઝરાયલ યુધ્ધ ઈરાન ઈઝરાયલ યુધ્ધ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા