Israel Palestine Hamas Conflict : ઈઝરાયેલ અને હમાસ વચ્ચેની ગાઝા શાંતિ યોજના નિર્ણાયક તબક્કે આવી ગઈ છે. હમાસે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની યોજનાને સમર્થન આપ્યું છે અને તમામ ઇઝરાયલી બંધકોને મુક્ત કરવા તૈયાર છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ હવે ઇઝરાયલને ગાઝા પર બોમ્બ ફેંકવાનું બંધ કરવાની અપીલ કરી છે.
હમાસે એક નિવદેન જાહેર કર્યું છે, જેમા તેણે કહ્યું છે કે, અમેરિકાનો તે શાંતિ પ્રસ્તાવ સ્વીકાર છે, જેમા ગાઝા યુદ્ધ રોકવા વાત થઇ હતી. અમે તમા ઈઝરાયલ બંધકોને મુક્ત કરીશું, પરંતુ જે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે, અમારે તેના પર ચર્ચા કરવી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ હમાસની આ પહેલનો સ્વાગત કર્યો છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, હવે ઈઝરાયલે ગાઝામાં બોમ્બમારો રોકવો પડશે.
ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી કતાર, ઇજિપ્ત અને સાઉદી અરબ જેવા ઘણા દેશોને આભાર માનવામાં આવ્યો છે, તેમના મતે આ તમામ દેશોના કારણે જ ગાઝા શાંતિ યોજના સંપ્ન્ન થઇ છે. તમારી જાણકારી માટે તમે જણાવી દઇયે કે, જે ગાઝા શાંતિની વાત થઇ રહી છે, તેના 20 પાસાં છે, ઘણા તબક્કામાં તે પૂર્ણ થશે. સૌથી પહેલું પગલું તો ગાઝાને ટેરર ફ્રી ઝોન બનાવવાનો છે, જેનાથી તેના પડોશીઓને કોઇ ખતરો ન થાય. ત્યારબાદ ગાઝાનો એવો વિકાસ કરવાનો છે જેના ત્યાં રહેતા લોકોને સીધો ફાયદો થાય.
યુએસ પ્રમુખ ટ્રમ્પના મતે ત્યારબાદ ઈઝરાયલની સેના તબક્કાવાર રીતે ત્યાંથી પીછેહટ કરશે તેમજ ઈઝરાયલ અને હમાસના બંધકોને મુક્ત કરવામાં આવશે. ત્યારે હમાસ તમામ ઈઝરાયલી બંધકોને મુક્ત કરશે, તો સામે ઈઝરાયલ પણ 2000 થી વધારે પેલેસ્ટાઇન બંધકોને મુક્ત કરશે.