ISRO Solar Eruptive Event: ઈસરો ના આદિત્ય એલ1 અને ચંદ્રયાન 2 એ કમાલ કરી છે. ઈસરોના આ બંને સેટેલાઇટ પર સૂર્ય પર આવેલા 21 વર્ષના સૌથી ભયંકર અને શક્તિશાળી સૌર વિસ્ફોટના ફોટા કેપ્ચર કર્યા છે. આ ફોટાથી જ પ્રતિતિ થાય છે કે સૌર વિસ્ફોટ બહુ જ ભયંકર હશે. ઈસરો ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) એ ટ્વિટર એક પોસ્ટમાં ફોટા સાથે સૌર વિસ્ફોટ વિશે જાણકારી આપી છે.
સૌર વિસ્ફોટના ફોટા જોઇ દુનિયાભરના વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત થઇ ગયા છે. ઈસોરએ 14 મે, મંગળવારે એક અહેવાલમાં જણાવ્યું છે કે, આ વર્ષે મેની શરૂઆતમાં એક શક્તિશાળી સૌર વાવાઝોડું પૃથ્વી પર ત્રાટક્યું હતું, જે અત્યંત શક્તિશાળી સૌર ક્ષેત્ર AR13664 દ્વારા શરૂ થયું હતું. અવકાશ સંસ્થાએ માહિતી આપી હતી કે આદિત્ય-એલ1 અને ચંદ્રયાન-2 બંનેએ આ સૌર વિસ્ફોટના ફોટા કેપ્ચર કર્યા છે.
ઈસરો એ જણાવ્યું કે,આદિત્ય એલ1 પર લાગેલા ASPEX પેલોડ ઓન-બોર્ડે અત્યાર સુધીના સૌથી હાઇ સ્પીડ સૌર વિસ્ફોટ, હાઇ ટેમ્પરેચર સોલર વિન્ડ પ્લાઝ્મા અને એનર્જેટિક આયન ફ્લક્સના ફોટા કેપ્ચર કર્યા છે.
2003 પછીનું સૌથી તીવ્ર જીઓમેગ્નેટિક વાવાઝોડું
આ સૌર વિસ્ફોટ વર્ષ 2003 પછીનું સૌથી ભયંકર જીઓમેગ્નેટિક તોફાન છે. તેના પગલે કોમ્યુનિકેશન અને જીપીએસ સિસ્ટમમાં અવરોધ સર્જાયા છે. આ તોફાન સૂર્યન અત્યંત સક્રિય AR13664 માંથી ઉદભવ્યો છે. આ ક્ષેત્રમાં X શ્રેણીના તરંગો વાળું વાવાઝોડું ઉદભવ્યુ અને કોરોનલ માસ ઇજેક્શન થયુ, જે પૃથ્વી પર આવ્યું. ISROએ વધુમાં જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં પૃથ્વી પર અનેક CME અને X-ક્લાસ જ્વાળાઓ ત્રાટકી શકે છે.
ઈસરો એ જણાવ્યું હતું કે, સૌર વિસ્ફોટની ઘટના 11 મેના રોજ વહેલી સવારે બની હતી, જ્યારે આયનોસ્ફિયર હજુ પણ વિકાસ પામી રહ્યો હતો, ભારતીય ક્ષેત્રને ઓછું ગંભીર નુકસાન થયું હતું. વધુમાં, ભારતમાં તેના નીચા અક્ષાંશને કારણે વ્યાપક અવરોધ જોવા મળ્યા નથી .
આ પણ વાંચો | હિમાલય ગ્લેશિયલ લેક જોખમ: હિમનદી સરોવરોનું વિશ્લેષણ કરવા ઈસરોએ ઉપગ્રહ રિમોટ સેન્સિંગનો ઉપયોગ કેવી રીતે કર્યો?
યુરોપ અને અમેરિકા પર અસર
ઈસરોના જણાવ્યા અનુસાર, આયનોસ્ફિયર 80 થી 600 કિમી વચ્ચે હોય છે, જ્યાં એક્સ્ટ્રીમ અલ્ટ્રાવાયોલેટ અને એક્સ-રે વાળા સોલર રેડિયેશન એટમ અને મોલિક્યૂલમાં આયનાઇઝ હોય છે. તે લેર રેડિયો વેવને રિફ્લેક્ટ કરવા અને મોડિફાઇ કરવાનું કામ કરે છે, જેનાથી કોમ્યુનિકેશન અને નિવેગેશન કરવામાં આવે છે.