ISRO Chandrayaan 4 Mission Launch In Two Phases : ઈસરો મૂન મિશન ચંદ્રયાન 3 નું ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર સફળ ઉતરણ કરાવ્યા બાદ હવે ચંદ્રયાન 4 લોન્ચ કરવા તૈયારી કરી રહ્યું છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)નું ચંદ્રયાન 4 એ ચંદ્રયાન 3 કરતા ઘણું અલગ અને ખાસ હશે. આ મૂન મિશન ચંદ્ર પર માનવયાન મોકલવાના ઈસરોના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ માટે બહું અગત્યનું માનવામાં આવે છે. ચાલો ઈસરોના ચંદ્રયાન 4 મિશન વિશે જાણીયે…
ચંદ્રયાન 4 બે તક્કામાં લોન્ચ કરાશે
ચંદ્રયાન 4 એ ચંદ્રયાન 3 કરતા બહુ અગલ અને ખાસ હશે. ચંદ્રયાન 4 મિશન બે તબક્કામાં લોન્ચ કરવામાં આવશે. આ મૂન મિશન ચંદ્રની સપાટી પર માનવ મોકલવાના પ્રોજેક્ટને ધ્યાનમાં રાખતા મહત્વપૂર્ણ રહેશે.
ચંદ્રયાન 4 સેટેલાઈની ખાસિયત
ચંદ્રયાન 4 સેટેલાઈટ ઘણી ખાસિયતો ધરાવે છે. ચંદ્રયાન 3માં ત્ણ મુખ્ય કોમ્પોનન્ટ હતા – એક લેન્ડર, એક રોવર અને એક પ્રોપલ્શન મોડ્યૂલ. જ્યારે ચંદ્રયાન 4 વધારે જટિલ હશે. ચંદ્રયાન 4 સેટેલાઈટમાં પાંચ અંતરિક્ષ યાન મોડ્યૂલ સામેલ હશે, જે પ્રત્યેક એખ મિશનની સફળતાની ખાતરી માટે એક ખાસ ભૂમિકા ભજવશે. ઈસરોના પ્રમુખ એસ. સોમનાથે એક રાષ્ટ્રીય અંતરિક્ષ વિજ્ઞાન સંમેલનમાં આ જાણકારી આપી હતી.
ચંદ્રયાન 4 કેવી રીતે લેન્ડિંગ કરશે
ચંદ્રયાન 4 સેટેલાઈટના મોડ્યૂલમાં પ્રોપલ્શન મોડ્યૂલ, ડિસેન્ડર મોડ્યૂલ, એસેન્ડર મોડ્યૂલ, ટ્રાન્સફર મોડ્યૂલ અને રી એન્ટ્રી મોડ્યૂલ સામેલ છે. આ પાંચેય મોડ્યૂલ અલગ અલગ પ્રકારની મહત્વપૂર્ણ કામગીરી કરશે.
પ્રોપલ્શન મોડ્યૂલ : પ્રોપલ્શન મોડ્યૂલ ચંદ્રયાન 4 ને છુટું પડવાની પહેલા ચંદ્રની ભ્રમણકક્ષામાં ડાયરેક્શન આપશે.ડિસેન્ડર મોડ્યૂલ : ડિસેન્ડર મોડ્યૂલ ચંદ્રયાન 3ના વિક્રમ લેન્ડરની જેમ મૂન લેન્ડિંગ કરાવશે.એસેન્ડર મોડ્યૂલ : એસેન્ડર મોડ્યૂલ લેન્ડરથી અલગ થઇ જશે અને ચંદ્રની સપાટી પરથી સેમ્પલ એક્ઠાં કરશે અને ત્યારબાદ ધરતી પર પરત આવવાની યાત્રા શરૂ કરશે.ટ્રાન્સફર મોડ્યૂલ : ટ્રાન્સફર મોડ્યૂલ એસેન્ડર મોડ્યૂલને પકડી લેવા અને તેને ચંદ્રની ભ્રમણકક્ષામંથી બહાર કાઢવા માટે જવાબદાર હશે. પહાડ અને માટીના નમૂના સાથે કેપ્સલૂ અલગ થવાની પહેલા તે પૃથ્વી પર પરત આવશે.રિએન્ટ્રી મોડ્યૂલ : રિએન્ટ્રી મોડ્યૂલ ચંદ્રની માટી લાવનાર કેપ્સૂલ છે. ચંદ્રની સપાટીના નમૂનાને ધરતી પર સફળતાપૂર્વક લાવવાની જવાબદારી તેની હશે.
આ પણ વાંચો | ગગનયાન મિશન: ચાર ભારતીય જવાનો કેવા પ્રકારની તાલીમ લઈ રહ્યા છે? યોગા વર્ગનો પણ સમાવેશ
બે લોન્ચિંગ વ્હીકલનો ઉપયોગ થશે
ઈસરો પ્રમુખના જણાવ્યા અનુસાર, ભારતના સૌથી ભારે લોન્ચ વ્હીકલ LVM-3 ત્રણ કમ્પોનન્ટ સાથે લોન્ચ કરવામાં આવશે,જેમાં પ્રોપલ્શન મોડ્યૂલ, ડિસેન્ડર મોડ્યૂલ અને એસેન્ડર મોડ્યૂલ હશે. તે 2023માં લોન્ચ કરાયેલા ચંદ્રયાન 3 ની સમાન જ હશે. ત્યારબાદ ટ્રાન્સફર મોડ્યૂલ અને રિએન્ટ્રી મોડ્યૂલને પોલાર સેટેલાઈટ લોન્ચ વ્હીકલ (PSLV) પર લોન્ચ કરવામાં આવશે. જો કે ચંદ્રયાન 4 કયારે લોન્ચ કરવામાં આવશે તે વિશે ઈસરોએ કોઇ સત્તાવાર જાણકારી આપી નથી.