/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/ISRO.jpg)
ISRO: ભારતીય અંતરિક્ષ સંસોધન સંસ્થા (Photo: @isro)
ISRO EOS 09 Launch Failed: ઈસરો (ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન) આજે ઈઓએસ-9 સેટેલાઈટ લોન્ચ કરવાનું હતું, પરંતુ છેલ્લી ઘડીએ તે અસફળ રહ્યું છે. ઇસરોએ શરૂઆતમાં પીએસએલવીમાં ટેકનિકલ ખામીને સેટેલાઇટ લોન્ચિંગ અસફળ રહેવાનું મુખ્ય કારણ ગણાવ્યું છે. જો કે હવે આ સમસ્યા કેમ ઉભી થઇ છે તેની મોટા પાયે તપાસ થઇ રહી છે, જેના કારણે આવું મહત્વપૂર્ણ મિશન નિષ્ફળ ગયું હતું.
હકીકતમાં, આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં પીએસએલવી -સી 61 ના પ્રક્ષેપણ અંગે ઇસરોના વડા વી નારાયણને જણાવ્યું હતું કે, "ત્રીજા તબક્કાના ઓપરેશન દરમિયાન, અમે એક નિરીક્ષણ જોઈ રહ્યા છીએ અને મિશન પૂર્ણ થઈ શક્યું નથી. વિશ્લેષણ પછી, આપણે પાછા આવીશું. ”
Today 101st launch was attempted, PSLV-C61 performance was normal till 2nd stage. Due to an observation in 3rd stage, the mission could not be accomplished.
— ISRO (@isro) May 18, 2025
ઇસરોએ PSLV થી ઉપગ્રહ લોન્ચ કર્યો
ઈસરોએ ઈઓએસ-09 (અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ-09)ને લઈને શ્રીહરિકોટાથી પીએસએલવી-સી61ને SSPOની કક્ષામાં પ્રક્ષેપિત કર્યું હતું. ઇઓએસ-09 એ ઇઓએસ-04નો રિપિટ સેટેલાઇટ છે, જેને ઓપરેશનલ એપ્લિકેશન્સમાં રોકાયેલા વપરાશકર્તા સમુદાય માટે રિમોટ સેન્સિંગ ડેટાને સુનિશ્ચિત કરવા અને અવલોકનોની આવૃત્તિમાં સુધારો કરવાના મિશનના ઉદ્દેશ્ય સાથે ડિઝાઇન કરવામાં આવ્યો હતો, પરંતુ પાછળથી એવું નોંધવામાં આવ્યું હતું કે સેટેલાઇટ લોન્ચિંગ નિષ્ફળ ગયું છે.
#WATCH | Sriharikota, Andhra Pradesh | On the launch of PSLV-C61, ISRO Chief V Narayanan says, "...During the functioning of the third stage, we are seeing an observation and the mission could not be accomplished. After analysis, we shall come back..."
(Source: ISRO YouTube) pic.twitter.com/XvPpo7dfbn— ANI (@ANI) May 18, 2025
ઇઓએસ 09 સેટેલાઇટની ખાસિયત
તમને જણાવી દઇયે કે, ઇઓએસ 09 એક એડવાન્સ અર્થ ઓઝર્વેશન સેટેલાઇટ છે, જેમાં સી બેન્ડ સિન્થેટિક અપર્ચર અડાર (SAR) ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સેટેલાઇટ કોઇપણ હવામાન અને દિવસ રાતમાં પૃથ્વીની સપાટીના હાઇ રિઝોલ્યુશન ફોટા લેવામાં સક્ષમ છે, જે કૃષિ, વન ક્ષેત્ર પ્રબંધન, આપદા પ્રબંધન અને રક્ષા જેવા ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
ઈસરોના મતે, તે PSLV રોકેટની કૂલ 63મી ઉડાન અને PSLV XL વર્ઝનની 27મી ઉડાન હતી. આ મિશનની પહેલા ઈસરોના PSLV એ અત્યાર સુધી ઘણા સેટેલાઇટનું લોન્ચિંગ સફળતા પૂર્વક પાર પાડ્યું છે. આ સેટેલાઇટની એક ખાસિયત એ છે કે, તેને સતત અને જવાબદાર અંતરિક્ષ સંચાલનને પ્રોત્સાહન આપવા ડિઝાઇન કરવામાં આવ્યું હતું. ઇઓએસ 09 માં લાંબા સમયગાળા માટેનું ઇંધણ હતું, જેનાથી મિશન સમાપ્ત થવા બાદ તેને સુરક્ષિત રીતે અવકાશમાંથી હટાવી શકાય.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us