ઈસરોને મળી વધુ એક સફળતા, ભારતના સેટેલાઈટ લોન્ચનો કાટમાળ હવે અવકાશમાં નહી રહે

ઈસરોને સ્પેસ પોલ્યુશન ન થાય તે મામલે મોટી સફળતા મળી છે. ભારત હવે અવકાશમાં સ્ટેલાઈટનો કાટમાળ વિખેરશે નહી. ISRO એ જણાવ્યું હતું કે, PSLV-C58/ExpoSat મિશનએ ભ્રમણકક્ષામાં વ્યવહારીક રીતે શૂન્ય કાટમાળ છોડ્યો છે.

Written by Kiran Mehta
Updated : March 26, 2024 13:59 IST
ઈસરોને મળી વધુ એક સફળતા, ભારતના સેટેલાઈટ લોન્ચનો કાટમાળ હવે અવકાશમાં નહી રહે
ઈસરોને સ્પેસ પોલ્યુશન ન થાય તે મામલે સફળતા મળી (ફોટો - એક્સપ્રેસ)

Isro got Success in Space Pollution : ઈસરોએ અવકાશ ક્ષેત્રે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. પીએસએલવીએ શૂન્ય ભ્રમણકક્ષાનું ભંગાર-કાટમાળ મિશન પૂર્ણ કર્યું છે. હવે જો ભારત અવકાશમાં કોઈપણ ઉપગ્રહ લોન્ચ કરશે તો, તેનો કાટમાળ અવકાશમાં વિખેરશે નહીં. એટલે કે સ્પેસ પોલ્યુશન નહી કરે. આ પોતાનામાં એક મોટી ઉપલબ્ધિ છે.

ઈસરોએ આ સિદ્ધિ એવા સમયે હાંસલ કરી છે, જ્યારે અવકાશમાં ઉપગ્રહનો કાટમાળ (સ્પેસ પોલ્યુશન) એક મોટો પડકાર છે. ISRO એ જણાવ્યું હતું કે, PSLV-C58/ExpoSat મિશનએ ભ્રમણકક્ષામાં વ્યવહારીક રીતે શૂન્ય કાટમાળ છોડ્યો છે.

ઈસરોએ સ્પેસ પોલ્યુશન ના થાય તે માટે ટેક્નોલોજી વિકસાવી

ઈસરોના જણાવ્યા અનુસાર, સેટેલાઈટને તેની ભ્રમણકક્ષામાં મોકલ્યા પછી, PSLV ત્રણ ભાગમાં વહેંચાઈ જાય છે. આને POM 3 નામ આપવામાં આવ્યું છે. આમાં સૌ પ્રથમ પીએસએલવીને 650 કિલોમીટરની ઉંચાઈવાળી ભ્રમણકક્ષામાંથી 350 કિલોમીટરની ઉંચાઈવાળી ભ્રમણકક્ષામાં લાવવામાં આવ્યો હતો. આ કારણે પીએસએલવી ઝડપથી તેની ભ્રમણકક્ષામાં પહોંચી ગયું. તેનો સૌથી મોટો ફાયદો એ છે કે, તે અકસ્માતોનું જોખમ ઘટાડે છે.

એક મહિનામાં પેલોડ્સ તૈયાર

POEM-3 પર સ્થાપિત પેલોડ્સ એક મહિનામાં તૈયાર કરવામાં આવ્યા છે. આ પ્રાયોગિક પેલોડ્સ છે. ઈસરોએ આમાં ખાનગી ભાગીદારીનો પણ સમાવેશ કર્યો છે.

આ પણ વાંચો – PM મોદીએ મિશન દિવ્યસ્ત્રની સફળતાની કરી જાહેરાત: જાણો MIRV ટેક્નોલોજીની અગ્નિ-5 મિસાઈલ શું છે?

તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જ ઈસરોએ ફરીથી વાપરી શકાય તેવી લોન્ચ વ્હીકલ ટેક્નોલોજીને લઈને સફળતા હાંસલ કરી છે. ઈસરોની પુનઃઉપયોગી લોન્ચ વ્હીકલ ટેક્નોલોજીનું પરીક્ષણ સફળ રહ્યું હતું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ