/indian-express-gujarati/media/media_files/2026/01/07/isro-satellite-launch-2026-01-07-16-59-43.jpg)
Isro's 1st Mission of 2026 : ISRO નું આ મિશન ભારતની અવકાશ ક્ષમતાઓને વધુ મજબૂત બનાવશે Photograph: (ISRO)
ISRO First Launch of 2026 with PSLV-C62 Mission : ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) નવા વર્ષ 2026 ની પ્રથમ લોન્ચિંગ માટે તૈયાર છે. PSLV-C62 મિશન 12 જાન્યુઆરી, 2026 ના રોજ સવારે 10:17 વાગ્યે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ઉડાન ભરશે. આ ISRO ના વિશ્વસનીય રોકેટ, PSLV ની આ 64મી ઉડાન હશે. ISRO નું આ મિશન ભારતની અવકાશ ક્ષમતાઓને વધુ મજબૂત બનાવશે. નવા વર્ષમાં અવકાશ વિશ્વમાં ભારતની મજબૂત શરૂઆત થશે.
મુખ્ય ઉપગ્રહ: EOS-N1 (અન્વેષા)
આ મિશનનું મુખ્ય પેલોડ EOS-N1 છે, જેને 'અન્વેષા' નામ આપવામાં આવ્યું છે. આ ઉપગ્રહ DRDO દ્વારા બનાવવામાં આવ્યો છે. તે એક હાઇપરસ્પેક્ટ્રલ ઇમેજિંગ ઉપગ્રહ છે. જે પૃથ્વીના સતહના સેંકડો અલગ-અલગ વેવલેન્થમાં જોઇ શકે છે. તેનાથી રક્ષા, કૃષિ, શહેરોની મેપિંગ, પર્યાવરણીય દેખરેખ અને સામગ્રી ઓળખમાં મદદ કરશે. તે રણનીતિક ઉદ્દેશ્યો માટે ખાસ છે.
આ ઉપરાંત 17-18 અન્ય કોમર્શિયલ પેલોડ્સ હશે
કેસ્ટ્રેલ ઇનિશિયલ ડેમોન્સ્ટ્રેટર (KID): સ્પેનની સ્ટાર્ટઅપ ઓર્બિટલ પેરાડાઇમે બનાવેલ આ આ નાનું પ્રોબ (25 કિલો, ફૂટબોલનું કદ) છે. તે રોકેટના ચોથા તબક્કા (PS-4) સાથે જોડાયેલ રહેશે. તે પૃથ્વી પર વાપસી ટેકનોલોજીનું ટેસ્ટ કરશે.
આ ઉપરાંત 17-18 અન્ય કોમર્શિયલ પેલોડ્સ હશે. જે ભારત, મોરેશિયસ, લક્ઝમબર્ગ, યુએઈ, સિંગાપોર, યુરોપ અને અમેરિકાના સ્ટાર્ટઅપ્સ અને રિસર્સ સંસ્થાઓ તરફથી છે.
આ પણ વાંચો - ઉત્તર પ્રદેશમાં SIR પછી ડ્રાફ્ટ વોટર લિસ્ટ જાહેર, 2. 89 કરોડ નામ કાપવામાં આવ્યા
ગયા વર્ષે PSLV-C61 ની આંશિક નિષ્ફળતા પછી આ મિશન PSLV ના પુનરાગમનને ચિહ્નિત કરે છે. PSLV એ ISRO નું વર્કહોર્સ રોકેટ છે, જે નાના અને મધ્યમ ઉપગ્રહોને ચોક્કસ ભ્રમણકક્ષામાં પહોંચાડે છે. સામાન્ય લોકો શ્રીહરિકોટામાં લોન્ચ વ્યૂ ગેલેરીમાંથી લાઈવ જોઈ શકે છે. આ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us