જયપુર મોટી દુર્ઘટના: ઘરમાં સિલિન્ડર બ્લાસ્ટ, આગમાં ત્રણ બાળકો સહિત પરિવારના પાંચેના મોત

જયપુરના વિશ્વકર્મા વિસ્તારના જેસલ્યા ગામમાં ઘરમાં ગેસ સિલિન્ડર ફાટતા ભિષણ આગ, ત્રણ બાળકો, માતા પિતા સહિત પરિવારના પાંચ સભ્યોના આંગમાં દાઝી જતા મોત. પરિવાર બિહારથી થોડા સમય પહેલા જ રોજી રોટી માટે જયપુર શિફ્ટ થયો હતો.

જયપુરના વિશ્વકર્મા વિસ્તારના જેસલ્યા ગામમાં ઘરમાં ગેસ સિલિન્ડર ફાટતા ભિષણ આગ, ત્રણ બાળકો, માતા પિતા સહિત પરિવારના પાંચ સભ્યોના આંગમાં દાઝી જતા મોત. પરિવાર બિહારથી થોડા સમય પહેલા જ રોજી રોટી માટે જયપુર શિફ્ટ થયો હતો.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Jaipur Fire Tragedy Five killed

જયપુર આગ દુર્ઘટનામાં પાંચના મોત (ફોટો - પ્રતિકાત્મક)

Jaipur Fire Tragedy : રાજસ્થાનના જયપુરમાં એક મોટી દુર્ઘટના થઈ છે. જયપુરના વિશ્વકર્મા વિસ્તારના જેસલ્યા ગામમાં એક મકાનમાં ભીષણ આગ લાગી હતી. જેમાં 5 લોકોના ગંભીર રીતે દાઝી જવાથી દર્દનાક રીતે મૃત્યુ પામ્યા હતા. મૃતકોમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ થાય છે.

Advertisment

બિહારના મધુબનીથી રોજી-રોટી માટે થોડા સમય પહેલા જયપુર આવ્યો હતો પરિવાર

મળતી માહિતી મુજબ આગ ઘરમાં રાખવામાં આવેલા સિલિન્ડરમાં લાગી હતી. અકસ્માતમાં જીવ ગુમાવનારા તમામ લોકો બિહારના રહેવાસી હોવાનું કહેવાય છે. તે થોડા સમય પહેલા જ બિહારથી જયપુર રોજી-રોટી માટે આવ્યા હતા. ઘટનાની માહિતી મળતાં જ ફાયર વિભાગની ટીમ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પરંતુ પરિવારમાં કોઈ બચ્યું નથી.

,

આગથી બચવા ઘરના ખૂણામાં સંતાયા, બહાર નીકળવાની તક જ ન મળી

પોલીસના જણાવ્યા અનુસાર, બિહારના મધુબનીનો રહેવાસી આ પરિવાર અહીં ભાડેથી રહેતો હતો. રાત્રે ઘરના તમામ સભ્યો સૂતા હતા ત્યારે ઘરમાં આગ લાગી હતી. સિલિન્ડર ગેસનો બાટલો દરવાજા પાસે મુકેલો હતો, જેને પગલે લોકોને બહાર નીકળવાની કોઈ તક મળી ન હતી. આગથી બચવા બધા એક ખૂણામાં ગયા, પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને ઘરની બહાર નીકળવાની તક ન મળતા બધા મૃત્યુ પામ્યા.

Advertisment

મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ શોક વ્યક્ત કર્યો

રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું, 'વિશ્વકર્મા, જયપુરમાં ભીષણ આગને કારણે 5 નાગરિકોના અકાળે મૃત્યુના સમાચાર હૃદયને હચમચાવી નાખે તેવા છે. હું સર્વશક્તિમાન ભગવાનને પ્રાર્થના કરું છું કે, દિવંગત આત્માઓને શાંતિ આપે અને પરિવારના સભ્યોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે.

આ પણ વાંચો - પ્રદીપ શર્મા : 25 વર્ષમાં 112 એન્કાઉન્ટર, અંડરવર્લ્ડ સાથેના સંબંધોના આરોપો, ચૂંટણી લડી… અને હવે આજીવન કેદ થઈ

ફાયર વિભાગ અનુસાર, અકસ્માત અંગે પાડોશીઓએ ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યાં સુધીમાં તમામના મોત થઈ ચૂક્યા હતા. પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. એફએસએલની ટીમ પણ સ્થળ પર તપાસ કરી રહી છે.

અકસ્માત Rajasthan ગુજરાતી ન્યૂઝ દેશ