ભાવુક કહાની VIDEO! કિડનેપર પાસેથી બાળક મા પાસે જવા માંગતુ ન હતું, આરોપી અને પોલીસની આંખ પણ છલકાઈ ગઈ

Kidnapper and Innocent Child Emotional Video Jaipur : રાજસ્થાનના જયપુરથી અપહરણકર્તા અને એક માસૂમ બાળક વચ્ચેના લગાવનો ભાવૂક વીડિયો સામે આવ્યો છે. પોલીસ દ્વારા આરોપીની ધરપકડ બાદ બાળક અપહરણકર્તા પાસેથી માતા પાસે જવા માંગતુ ન હતુ.

Kidnapper and Innocent Child Emotional Video Jaipur : રાજસ્થાનના જયપુરથી અપહરણકર્તા અને એક માસૂમ બાળક વચ્ચેના લગાવનો ભાવૂક વીડિયો સામે આવ્યો છે. પોલીસ દ્વારા આરોપીની ધરપકડ બાદ બાળક અપહરણકર્તા પાસેથી માતા પાસે જવા માંગતુ ન હતુ.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
kidnapper and innocent child emotional video Jaipur

જયપુર, શું છે અપહરણકર્તા અને માસૂમ બાળકની કહાની

Jaipur 2 Year Old Boy Kidnapped Crying Viral Video | જયપુરના 2 વર્ષના છોકરાએ અપહરણ કરનારને છોડવાની ના પાડી : થોડા વર્ષો પહેલા 2024 માં એક ફિલ્મ 'હાઈવે' રીલિઝ થઈ હતી. ફિલ્મના છેલ્લા સીનમાં હિરોઈન અપહરણકર્તા સાથે એટલી લાગણીથી જોડાઈ જાય છે કે, તે પોતાના પરિવાર પાસે પાછા ફરવા માંગતી નથી. આ તો ફિલ્મની કહાની છે. જો કે આવી જ એક ઘટના જયપુરથી સામે આવી છે. આ ઘટનામાં બે વર્ષના માસૂમ બાળકનું 14 મહિના પહેલા અપહરણ થયું હતું. હવે જ્યારે પરિવારના સભ્યો તેને લેવા આવ્યા ત્યારે બાળખ આરોપીને ગળે વળગી રહેવા લાગ્યું અને જોર જોરથી રડવા લાગુંયો અને ઘરે જવાની ના પાડી દીધી. તે વારંવાર તેની માતાના ખોળામાંથી નીકળીને આરોપી પાસે જવા માંગતો હતો. તે આરોપીથી દૂર જવા તૈયાર જ નહોતો.

Advertisment

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈ લોકો ભાવુક થઈ રહ્યા છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, માસૂમ બાળક જોર જોરથી રડી રહ્યું છે. અને તેની માતા પાસે જવાની ના પાડી રહ્યો છે. માતા તેને બળજબરીથી પોતાના ખોળામાં લેવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ તે મોઢું ફેરવી રહ્યો છે.

માસૂમ બાળક કોઈ પણ સંજોગોમાં આરોપીને છોડવા તૈયાર નથી. તે અપહરણકર્તા સાથે રહેવા માંગે છે. આ ચોંકાવનારી ઘટનાનો વીડિયો જયપુર પોલીસ સ્ટેશનનો છે. આ જોઈને લોકો ભાવુક થઈ શકે છે અને રડી પણ શકે છે. એટલું જ નહીં બાળકને રડતુ જોઈને આરોપીની આંખોમાંથી પણ આંસુ વહેવા લાગે છે. બાળકને જોઈને ત્યાં હાજર પોલીસકર્મીઓ પણ ભાવુક થઈ ગયા હતા. મળતી માહિતી મુજબ, બાળક 14 મહિનાથી આરોપીની કસ્ટડીમાં હતું.

બાળકનું મન કોરા કાગળ જેવું હોય છે, જે લખો તે...

કહેવાય છે કે બાળકનું મન કોરા કાગળ જેવું હોય છે. તેના પર જે કંઈ લખાય છે, તે તેમના માટે સાચું બને છે. માસૂમ બાળકને કદાચ ખબર પણ નહીં હોય કે, તેનું અપહરણ થયું છે. તે આરોપી સાથે સારી રીતે રહેતુ હતુ. આરોપીએ તેને 14 મહિના સુધી પોતાની સાથે રાખ્યું પરંતુ તેને જરાય નુકસાન ન પહોંચાડ્યું, બલ્કે તેની સારી સંભાળ લીધી, અને તેને રમકડા પણ આપ્યા. તેને બાળકના બદલામાં કોઈ પૈસા જોઈતા ન હતા. અપહરણકર્તા બાળકને બસ પોતાની સાથે રાખવા માંગતો હતો. તે કહે છે કે આ તેનો પુત્ર છે. પોલીસથી બચવા માટે તેણે દાઢી વધારી હતી અને કેસરી રંગ પહેરીને સાધુ-સંતનું રૂપ ધારણ કર્યું હતું જેથી કોઈ તેને ઓળખી ન શકે.

Advertisment

શું છે અપહરણકર્તા અને માસૂમ બાળકની કહાની?

અપહરણકર્તાએ 14 જૂને જયપુરના સાંગાનેરમાંથી બે વર્ષના માસૂમ બાળકનું અપહરણ કર્યું હતું. તે સમયે બાળક માત્ર 11 મહિનાનું હતુ. હવે જ્યારે પોલીસે અપહરણકર્તાને શોધી કાઢ્યો છે અને બાળકને સુરક્ષિત રીતે તેની ચૂંગલમાંથી છોડાવ્યું છે, ત્યારે હવે બાળક તેના પરિવાર પાસે જવા તૈયાર નથી. બાળક અપહરણકર્તાથી અલગ થતાં જ જોર જોરથી રડવા લાગ્યું અને આરોપી પાસે જ જવાની જીદ કરવા લાગ્યું.

આરોપીએ માસૂમ બાળકનો ખૂબ સારી રીતે ઉછેર કર્યો હતો. તેના માટે નવા કપડાં અને રમકડાં પણ લાવતો હતો. આરોપીએ દાવો કર્યો છે કે, આ તેનો પુત્ર છે. તે બાળકની માતાને વારંવાર ફોન કરીને એક જ વાત કહેતો રહ્યો. તે સમજાવવા માંગતો હતો કે બાળક તેનું છે. તે બાળકની માતાને પણ પોતાની પાસે રાખવા માંગતો હતો.

આ મામલે જયપુર દક્ષિણ પોલીસના ડેપ્યુટી કમિશનર દિગંત આનંદે કહ્યું કે, 14 જૂન, 2023ના રોજ સાંગાનેર સદર વિસ્તારમાંથી 11 મહિનાના બાળકના અપહરણની માહિતી મળી હતી. આરોપી તનુજે તેના 4-5 સાગરિતો સાથે મળીને બાળકનું તેના ઘરેથી જ અપહરણ કર્યું હતું.

આ પણ વાંચો - Cyclone In Gujarat : પૂર પછી હવે ગુજરાત પર વાવાઝોડાનું સંકટ, 1964 પછી ઓગસ્ટમાં પ્રથમ વખત અરબી સમુદ્રમાં ચક્રવાત

પોલીસે બાળકને શોધવા માટે અનેક રાજ્યોમાં દરોડા પાડ્યા હતા. આખરે 14 મહિના બાદ પોલીસ આરોપી તનુજ ચાહરને 27 ઓગસ્ટે પકડીને જયપુર લાવી હતી. હાલ પોલીસે આરોપીઓને રિમાન્ડ પર રાખ્યા છે. આ ઘટના અંગે તમારો શું અભિપ્રાય છે?

Rajasthan ગુજરાતી ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ દેશ