/indian-express-gujarati/media/media_files/2026/03/07/s-jaishankar-2026-03-07-17-37-41.jpg)
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર Photograph: (File photo)
Israel-Iran War News : ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંકટ અને કોચીમાં ઇરાની જહાજના ડોકિંગ પર ભારતનો પક્ષ રાખ્યો હતો. તેમણે એક જાહેર કાર્યક્રમમાં કહ્યું હતું કે ભારતે યુવા કેડેટ્સને લઈ જતા ઈરાની નૌસેનાના જહાજ IRIS Lavan ને માનવતાના આધારે કોચીમાં ડોક કરવાની મંજૂરી આપી હતી. તેમણે કહ્યું કે જહાજના ડોક કરવા અને તેના જવાના સમયે સંજોગો સંપૂર્ણપણે અલગ હતા.
જયશંકરે આખી કહાની જણાવી
અમેરિકન હુમલાના થોડા દિવસો પહેલા જ IRIS Lavan ડોક કરવામાં આવ્યું હતું. 4 માર્ચ 2026 ના રોજ એક ઇરાની જહાજ IRIS દેના ડૂબી ગયું હતું. અમેરિકન હુમલાને કારણે તે ડૂબી ગયું હતું. આ હુમલામાં 80થી વધુ ખલાસીઓ માર્યા ગયા હતા. બંને આંતરરાષ્ટ્રીય ફ્લીટ રિવ્યૂ માટે હિંદ મહાસાગર ક્ષેત્રમાં હતા. આ ઘટના અંગે વાત કરતા જયશંકરે કહ્યું કે ભારતને ઈરાન તરફથી વિનંતી મળી હતી. ઈરાને તેના એક જહાજમાં ખામીની જાણ કરી હતી.
તેમણે કહ્યું કે અમને ઇરાની બાજુથી એક સંદેશ મળ્યો કે એક જહાજ (જે તે સમયે આપણી સરહદની સૌથી નજીક હતું) આપણા પોર્ટ પર આવવા માંગે છે. તેઓ કહી રહ્યા હતા કે તેમને મુશ્કેલી પડી રહી છે.
જયશંકરે કહ્યું કે ભારતે 1 માર્ચે જહાજને ભારતીય જળસીમામાં પ્રવેશવાની મંજૂરી આપી હતી. જહાજને ભારત પહોંચવામાં થોડા દિવસો લાગ્યા અને છેવટે કોચી ખાતે ડોક કર્યું હતું. જયશંકરે જણાવ્યું હતું કે જહાજમાં ઘણા યુવા કેડેટ્સ હતા જે એક ફ્લીટ રિવ્યૂ માટે જઈ રહ્યા હતા, ત્યારે લડાઈ વધી હતી. તેમણે કહ્યું કે જ્યારે જહાજ રવાના થયું અને જ્યારે તે અહીં આવ્યું, ત્યારે પરિસ્થિતિ સંપૂર્ણપણે અલગ હતી. તેઓ એક ફ્લીટ રિવ્યૂ માટે આવી રહ્યા હતા અને પછી એક રીતે તેઓ ઘટનાઓની ખોટી બાજુ પર અટવાઈ ગયા હતા.
અમે આ સ્થિતિને માનવતાના દૃષ્ટિકોણથી જોઈ
જયશંકરે શ્રીલંકા નજીક એક જહાજ સાથે સંકળાયેલી આવી જ પરિસ્થિતિનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે શ્રીલંકાના સત્તાવાળાઓએ તેનો સામનો કરવાનો નિર્ણય લીધો હતો અને કમનસીબે એક જહાજ પહોંચ્યું ન હતું. જયશંકરે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતનો નિર્ણય મુખ્યત્વે કાનૂની અથવા રાજકીય કારણોસર નહીં પરંતુ માનવતાવાદી કારણોસર લેવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે અમે કાનૂની મુદ્દાઓ સિવાય માનવતાવાદી દ્રષ્ટિકોણથી પરિસ્થિતિને જોઈ અને મને લાગે છે કે અમે યોગ્ય કામ કર્યું છે.
આ પણ વાંચો - ઇઝરાયેલ-ઇરાન યુદ્ધ : ફક્ત પેટ્રોલ-ડીઝલ જ નહીં, ભારતના આ 4 સેકટરો ઉપર પણ પડશે ભારે સંકટ
સાથે જયશંકરે યુએન કન્વેન્શન ઓન ધ લો ઓફ ધ સી (UNCLOS) અને આંતરરાષ્ટ્રીય કાયદા માટે પણ પોતાનો સપોર્ટ પણ વ્યક્ત કર્યો હતો. આ ક્ષેત્રમાં વિદેશી સેનાની હાજરી અંગે સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચા પર બોલતા જયશંકરે કહ્યું કે હિંદ મહાસાગરની વ્યૂહાત્મક વાસ્તવિકતા નવી નથી. આ અંગે સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા ચાલી રહી છે. કૃપા કરીને હિંદ મહાસાગરની સચ્ચાઇે સમજો. તેમણે ધ્યાન દોર્યું હતું કે ડિએગો ગાર્સિયામાં મિલિટ્રી બેઝ દાયકાઓથી હિંદ મહાસાગરમાં છે, જ્યારે જિબુતીમાં વિદેશી સૈન્ય તૈનાતી 2000 ના દાયકાની શરૂઆતમાં થઈ હતી.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us