Jaishankar On PoK: જયશંકરે કહ્યું, પીઓકે પર પાકિસ્તાનનો ગેરકાયદેસર કબજો, એ દિવસની રાહ જોઇ રહ્યા છીએ…

Jaishankar On PoK At Chatham House Think Tank: લંડનમાં વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે, મને લાગે છે કે હવે જે દિવસની આપણે રાહ જોઈ રહ્યા છીએ તે કાશ્મીરના તે ભાગની વાપસી છે, જેના પર પાકિસ્તાને ગેરકાયદેસર કબજો જમાવ્યો છે. જ્યારે તે પાછું મળશે, ત્યારે કાશ્મીરનો ઉકેલ આવી જશે.

Written by Ajay Saroya
March 06, 2025 11:50 IST
Jaishankar On PoK: જયશંકરે કહ્યું, પીઓકે પર પાકિસ્તાનનો ગેરકાયદેસર કબજો, એ દિવસની રાહ જોઇ રહ્યા છીએ…
Jaishankar In Chatham House Think Tank: ભારતના વિદેશ મંત્રી જયશંકરે લંડનમાં ચાથમ હાઉસ થિંક ટેન્કમાં POK અને કાશ્મીર સમસ્યા વિશે વાત કરી હતી. (Photo: @DrSJaishankar)

Jaishankar On PoK At Chatham House Think Tank: જયશંકર પીઓકે પર: ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે કાશ્મીરની સ્થિતિ અને ભારત સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાઓ વિશે ખુલીને વાત કરી હતી. જયશંકરે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા, કાશ્મીરમાં વિકાસ અને આર્થિક પ્રવૃત્તિ, સામાજિક ન્યાયની પુન:સ્થાપના તેમજ કેન્દ્રશાસિત પ્રદેશમાં ચૂંટણી યોજવા જેવા મુદ્દાઓ પર વાત કરી હતી.

એસ. જયશંકર લંડન સ્થિત ચાથમ હાઉસ થિંક ટેન્કમાં ‘વિશ્વમાં ભારતનો ઉદય અને ભૂમિકા’ પર બોલી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરનો માત્ર તે જ ભાગ સમસ્યાના સંપૂર્ણ સમાધાનથી અસ્પૃશ્ય રહ્યો છે, જે ભારતના પડોશી દેશ પાકિસ્તાનના કબજા હેઠળ છે, જેના પર પડોશી દેશ દ્વારા ગેરકાયદેસર રીતે કબજો કરવામાં આવ્યો છે. તેના પાછો મળવાથી બધું જ ઉકેલાઈ જશે.

વિદેશ મંત્રી જયશંકરને કાશ્મીરના મુદ્દાઓ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, “અમે ખરેખર કાશ્મીરમાં ખૂબ સારું કામ કર્યું છે. મને લાગે છે કે અમે તેના મોટાભાગના મુદ્દાઓને હલ કરવા માટે કામ કર્યું છે. મને લાગે છે કે કલમ 370 દૂર કરવી એ પહેલું પગલું હતું. બીજું અને ત્રીજું પગલું જમ્મુ-કાશ્મીરમાં સારી મતદાન ટકાવારી સાથે વિકાસ, આર્થિક પ્રવૃત્તિ અને સામાજિક ન્યાયને પુનઃસ્થાપિત કરવાનું હતું.

“મને લાગે છે કે જે દિવસની આપણે અત્યારે રાહ જોઈ રહ્યા છીએ તે કાશ્મીરના તે ભાગની વાપસી છે, જે પાકિસ્તાને ગેરકાયદેસર રીતે પચાવી પાડ્યો છે. જ્યારે તે આવશે, ત્યારે હું તમને ખાતરી આપું છું કે કાશ્મીરનો ઉકેલ આવી જશે.

જયશંકર POK વિશે નિવેદનો આપી ચૂક્યા છે

આ પહેલા વિદેશ મંત્રી જયશંકરે 9 મે 2024ના રોજ ભારપૂર્વક કહ્યું હતું કે, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) ભારતનો એક ભાગ છે. તેમણે કહ્યું હતું કે, દરેક ભારતીય રાજકીય પક્ષ POK ભારતને પરત મળે સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. દિલ્હી યુનિવર્સિટીની ગાર્ગી કોલેજ, નવી દિલ્હીના વિદ્યાર્થીઓ સાથેની વાતચીત દરમિયાન વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે, “હું પીઓકે વિશે એટલું જ કહી શકું છું કે આ દેશની દરેક રાજકીય પાર્ટી એ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે કે પીઓકે, જે ભારતનો એક ભાગ છે, તે ભારતને પરત મળે. આ અમારી રાષ્ટ્રીય પ્રતિબદ્ધતા છે.

જયશંકરે એમ પણ કહ્યું કે, ઓગસ્ટ 2019માં કલમ 370 હટાવવાથી લોકો માટે POK મુદ્દા પર પણ વિચારવાનો માર્ગ મોકળો થયો છે. આખરે અમે કલમ 370 પર યોગ્ય નિર્ણય લીધો હોવાથી, પીઓકે નો મુદ્દો લોકોની વિચારસરણીમાં આવી ગયો છે. કંઈપણ કરવાની પહેલી શરત એ છે કે તેને તમારા વિચારોમાં હોય.

POK ભારતનો ભાગ છે

5 મે, 2024 ના રોજ, વિદેશ પ્રધાન જયશંકરે કહ્યું હતું કે પીઓકે ભારતનો એક ભાગ છે અને લોકો તેને ભૂલી જવા માટે મજબૂર છે. ઓડિશાના કટકમાં એક કાર્યક્રમ દરમિયાન પીઓકે માટે ભારતની યોજના પર પૂછાયેલા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે પીઓકેને આ દેશથી ક્યારેય અલગ કરી શકાય નહીં. તે આ દેશનો એક ભાગ છે. ભારતીય સંસદનો ઠરાવ છે કે POK ભારતનું અભિન્ન અંગ છે.

વિદેશ મંત્રી જયશંકરે કહ્યું હતું કે ભારતે આઝાદીના શરૂઆતના વર્ષોમાં પાકિસ્તાનને આ વિસ્તાર ખાલી કરવા માટે કહ્યું ન હતું, જેના કારણે આ દુ:ખદ સ્થિતિ ચાલુ રહી હતી. વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે જ્યારે તમારી પાસે કોઇ એવી વ્યક્તિ હોય છે જે સદનના જવાબદાર સંરક્ષક નથી તો કોઇ બહારથી ચોરી કરે છે. વિદેશ પ્રધાને કહ્યું કે લોકોને પીઓકે મુદ્દાને ભૂલી જવાની ફરજ પડી હતી અને તે ફરીથી લોકોની ચેતનામાં લાવવામાં આવી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ