USAID Funding: વિદેશ મંત્રી જયશંકરે USAID ફંડ વિવાદ પર કહ્યું - સત્ય સામે આવશે, ટ્રમ્પનો દાવો - ભારત ફાયદો ઉઠાવે છે

Jaishankar On USAID Funding Controversy: અમેરકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ભારતમાં મતદાન વધારવા માટે 21 મિલિયન ડોલરનું ભંડોળ આપવામાં આવ્યું હતું. હવે પહેલીવાર વિદેશ મંત્રી એસ જયશંકરે આ વિવાદ પર પ્રતિક્રિયા આપતા ભારપૂર્વક કહ્યું કે, સત્ય બહાર આવશે.

Jaishankar On USAID Funding Controversy: અમેરકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ભારતમાં મતદાન વધારવા માટે 21 મિલિયન ડોલરનું ભંડોળ આપવામાં આવ્યું હતું. હવે પહેલીવાર વિદેશ મંત્રી એસ જયશંકરે આ વિવાદ પર પ્રતિક્રિયા આપતા ભારપૂર્વક કહ્યું કે, સત્ય બહાર આવશે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Jaishankar | S Jaishankar | Donald Trump

Jaishankar React On Donald Trump USAID Funding Controversy: ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ. (Photo: @DrSJaishankar, @POTUS)

Jaishankar On USAID Funding Controversy: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે, ભારતમાં મતદાન વધારવા માટે 21 મિલિયન ડોલરનું ભંડોળ આપવામાં આવ્યું હતું. હવે પહેલીવાર વિદેશ મંત્રી એસ જયશંકરે આ વિવાદ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, સત્ય બહાર આવશે. આ પહેલા ભારત સરકાર પણ કહી ચૂકી છે કે વિવાદ થશે તો તપાસ થશે.

Advertisment

જયશંકરે ટ્રમ્પના દાવા પર શું કહ્યું?

વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે, USAID ને ભારતમાં સદ્ભાવનાથી કામ કરવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ હવે એવા સંકેત મળી રહ્યા છે કે કેટલીક ગતિવિધિઓ ખરાબ ઇરાદાઓ સાથે કરવામાં આવી છે. ટ્રમ્પ વહીવટીતંત્રે કેટલીક માહિતી શેર કરી છે, જે ચિંતાજનક છે. એવું લાગે છે કે આ બધું કોઈ ખાસ હેતુ માટે કરવામાં આવ્યું છે. સરકાર આ મામલે તપાસ કરી રહી છે. ટૂંક સમયમાં જ સંપૂર્ણ સત્ય અને તથ્યો બહાર આવશે.

ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું?

હવે આ મામલો એટલો મોટો થઈ ગયો છે કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે એક વાર નહીં પરંતુ ત્રણ વાર દાવો કર્યો છે કે ભારતને અમેરિકાથી પૈસા મળ્યા છે. એ વાત અલગ છે કે અન્ય એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે 2.1 કરોડ ડોલરની મદદ બાંગ્લાદેશ માટે નહોતી, પરંતુ રાષ્ટ્રપતિ ટ્રમ્પનું કહેવું છે કે આ પૈસા બંને દેશોને આપવામાં આવ્યા હતા. ફરી એકવાર તેમણે કહ્યું છે કે, ભારત ફાયદો ઉઠાવી રહ્યું છે.

પોતાના તાજા નિવેદનમાં ટ્રમ્પે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ચૂંટણી સમયે ભારતને પૈસા આપવાનું સંપૂર્ણપણે બિનજરૂરી છે, તેમને કોઈ આર્થિક સહાયની જરૂર નથી. ભારત માત્ર અમેરિકાનો ફાયદો ઉઠાવે છે અને વૈશ્વિક સ્તરે સૌથી મોટી ટેરિફ છે. હવે એક તરફ રાષ્ટ્રપતિ ટ્રમ્પ આ પ્રકારના દાવા કરી રહ્યા છે તો બીજી તરફ આ દાવાઓ પર ભારતમાં રાજકારણ ગરમાયું છે. ભાજપે ટ્રમ્પના શબ્દોને ચૂંટણીમાં દખલગીરી સાથે જોડી દીધા છે અને ભારપૂર્વક જણાવ્યું છે કે કોંગ્રેસ બાહ્ય શક્તિઓનો ઉપયોગ કરી રહી છે.

Advertisment

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે પણ કહ્યું છે કે ભારતના પાયા પર કોણ હુમલો કરી રહ્યું છે, તેની તપાસ થવી જોઈએ. તો બીજી તરફ વિપક્ષ આ મામલે સરકાર પાસે સ્પષ્ટતાની માંગ કરી રહ્યું છે.

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા india એસ જયશંકર