Jammu Kashmir Election Results 2024 : એક દાયદા બાદ યોજાયેલી જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી 2024 પરિણામ ચોંકાવનારા છે. અગાઉ ભાજપ સાથે જોડાઇ સરકાર બનાવનાર મુફ્તી મહેબુબાની પીડીપી પાર્ટીના સૂપડાં સાફ થયા છે. નેશનલ કોન્ફરન્સ મેદાન મારી ગયું છે અને 42 બેઠકો જીતી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવ્યું છે. 29 બેઠકો સાથે ભાજપ બીજા નંબરે રહ્યું છે. જ્યારે 6 બેઠક જીતી કોંગ્રેસ માટે અબ્દુલ્લાકી શાદી મે બેગાના દિવાના જેવી સ્થિતિ છે.
વિશેષ રાજ્યનો દરજ્જો ગુમાવ્યા બાદ જમ્મુ કાશ્મીર માં પ્રથમ વખત વિધાનસભા ચૂંટણી યોજાઇ છે. 90 બેઠકો માટે ત્રણ તબક્કામાં મતદાન કરાયું હતું. હાલજમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી પરિણામ 2024 કોંગ્રેસ ગઠબંધનને બહુમત મળ્યો છે અને નેશનલ કોન્ફરેન્સ માટે જાદુઇ સાબિત થયા છે. ઓમર અબ્દુલ્લાની જમ્મુ કાશ્મીર નેશનલ કોન્ફરેન્સને 42 બેઠકો પર જીત મળી છે. ભાજપને 29 બેઠકો પર જીત મળી છે. કોંગ્રેસને 6 બેઠકો પર જીત મળી છે. પીડીપીને માત્ર 3 બેઠકો જ મળી છે. જેપીસીને 1, સીપીઆઇ(એમ) 1 અને અપક્ષોને 7 બેઠકો મળી છે.
કયા પક્ષને કેટલી બેઠક મળી
પાર્ટી બેઠક જમ્મુ અને કાશ્મીર નેશનલ કોન્ફરન્સ – JKN 42 ભારતીય જનતા પાર્ટી – BJP 29 ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ – INC 6 જમ્મુ અને કાશ્મીર પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી – JKPDP 3 જમ્મુ અને કાશ્મીર પીપલ કોન્ફરન્સ – JPC 1 ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (માર્કસવાદી) – સીપીઆઈ(એમ) 1 આમ આદમી પાર્ટી – AAAP 1 સ્વતંત્ર – IND 7
આ પણ વાંચો : હરિયાણામાં ભાજપની હેટ્રીક
જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી 2024 : ભાજપ અહીં જીત્યું
ક્રમ બેઠક વિજેતા ઉમેદવાર કુલ મત માર્જિન 1 કિશ્તવાર (49) શગુન પરિહાર 29053 521 2 પેડર – નાગસેની (50) સુનિલ કુમાર શર્મા 17036 1546 3 ભાદરવાહ (51) દલીપ સિંહ 42128 10130 4 ડોડા વેસ્ટ (53) શક્તિ રાજ પરિહાર 33964 3453 5 રઇસી (57) કુલદીપ રાજ દુબે 39647 18815 6 શ્રી માતા વૈષ્ણો દેવી (58) બલદેવ રાજ શર્મા 18199 1995 7 ઉધમપુર પશ્ચિમ (59) પવન કુમાર ગુપ્તા 47164 20752 8 ઉધમપુર પૂર્વ (60) રણબીર સિંહ પઠાણિયા 32996 2349 9 ચેનાની (61) બળવંતસિંહ માનકોટિયા 47990 15611 10 રામનગર (SC) (62) સુનિલ ભારદ્વાજ 34550 9306 11 બિલ્લાવર (64) સતીષ કુમાર શર્મા 44629 21368 12 બસોહલી (65) દર્શન કુમાર 31874 16034 13 જસરોટા (66) રાજીવ જસરોટીયા 34157 12420 14 કઠુઆ (SC) (67) ડૉ. ભારત ભૂષણ 45944 12117 15 હીરાનગર (68) વિજય કુમાર 36737 8610 16 રામગઢ (SC) (69) ડૉ.દેવીન્દર કુમાર માન્યાલ 35672 14202 17 સામ્બા (70) સુરજીત સિંહ સ્લથિયા 43182 30309 18 વિજયપુર (71) ચંદર પ્રકાશ 32859 19040 19 બિશ્નાહ (SC) (72) રાજીવ કુમાર 53435 15627 20 સુચેતગઢ (SC) (73) ઘરુ રામ 39302 11141 21 આરએસ પુરા- જમ્મુ દક્ષિણ (74) ડૉ. નરીન્દર સિંહ રૈના 43317 1966 22 બાહુ (75) વિક્રમ રંધાવા 40385 11251 23 જમ્મુ પૂર્વ (76) યુધ્ધવીર સેઠી 42589 18114 24 નાગ્રોટા (77) દેવેન્દ્રસિંહ રાણા 48113 30472 25 જમ્મુ પશ્ચિમ (78) અરવિંદ ગુપ્તા 41963 22127 26 જમ્મુ ઉત્તર (79) શામ લાલ શર્મા 47219 27363 27 માર્હ (SC) (80) સુરિન્દર કુમાર 42563 23086 28 અખનૂર (SC) (81) મોહન લાલ 49927 24679 29 કાલાકોટ – સુંદરબની (83) રણધીર સિંહ 35010 14409
નેશનલ કોન્ફરન્સ 42 બેઠકો પર જીત્યું
ક્રમ બેઠક વિજેતા ઉમેદવાર કુલ મત માર્જિન 1 કર્નાહ જૈદ અહમદ મિર્ચલ 14294 6262 2 ત્રેહગામ સૈફુલ્લાહ મીર 18002 3626 3 લોલાબ કાયસર જમશેદ એકલો 19603 7871 4 સોપોર ઇર્શાદ રસૂલ કર 26975 20356 5 રફિયાબાદ જાવિદ અહમદ દાર 28783 9202 6 ઉરી સજ્જાદ શફી 39713 14469 7 બારામુલ્લા જાવિદ હસન બેગ 22523 11773 8 ગુલમર્ગ પીરઝાદા ફારુક અહમદ શાહ 26984 4191 9 પટ્ટન જાવેદ રિયાઝ 29893 603 10 સોનાવરી હિલાલ અકબર લોન 31535 13744 11 ગુુરેઝ નઝીર અહમદ ખાન 8378 1132 12 કંગન મિયાં મેહર અલી 28907 3819 13 ગાંદરબલ ઓમર અબ્દુલ્લાહ 32727 10574 14 હઝરતબલ સલમાન સાગર 18890 10295 15 ખાન્યાર અલી મોહમ્મદ સાગર 14906 9912 16 હબ્બકદલ શમીમ ફિરદૌસ 12437 9538 17 લાલ ચોક શેખ અહેસાન અહેમદ 16731 11343 18 ચન્નાપોરા મુશ્તાક ગુરુ 13717 5688 19 ઝાદિબલ તનવીર સાદિક 22189 16173 20 ઈદગાહ મુબારિક ગુલ 7700 1680 21 બડગામ ઓમર અબ્દુલ્લાહ 36010 18485 22 બીરવાહ શફી અહમદ વાની 20118 4161 23 ખાનસાહેબ સૈફ ઉદ દિન ભટ 33225 11614 24 ચરાર એ શરીફ એડવોકેટ અબ્દુલ રહીમ ઉલટાનું 35957 11496 25 ચદુરા અલી મોહમ્મદ દાર 31991 17218 26 પમ્પોર હસનૈન મસૂદી 15088 2763 27 રાજપોરા ગુલામ મોહી ઉદ્દીન મીર 25627 14313 28 ઝૈનાપોરા શોકત હુસૈન ગની 28251 13233 29 ડીએચ પોરા સકીના મસૂદ 36623 17449 30 દેવસરા પીરઝાદા ફિરોઝ અહમદ 18230 840 31 કોકરનાગ ઝફર અલી ખટાણા 17949 6162 32 અનંતનાગ પશ્વિમ અબ્દુલ મજીદ ભટ 25135 10435 33 શ્રીગુફવારા બિજબેહરા બશીર અહમદ શાહ વીરી 33299 9770 34 શાંગુસ રેયાઝ અહમદ ખાન 30345 14532 35 પહલગામ અલ્તાફ અહમદ વાની 26210 13756 36 રામબન અર્જુન સિંહ રાજુ 28425 9013 37 બનિહાલ સજ્જાદ શાહીન 33128 6110 38 ગુલાબગઢ ખુર્શીદ અહમદ 30591 6527 39 નૌશેરા સુરિન્દર કુમાર ચૌધરી 35069 7819 40 બુધલ જાવેદ ઇકબાલ 42043 18908 41 પૂંચ હવેલી એજાઝ અહમદ જાન 41807 20879 42 મેંધર જાવેદ અહેમદ રાણા 32176 14906
કોંગ્રેસ જમ્મુ કાશ્મીરની આ 6 બેઠક પર જીત્યું
ક્રમ બેઠક વિજેતા ઉમેદવાર કુલ મત માર્જિન 1 વાઘુરા કીરી ઇરફાન હાફિઝ એકલો 17002 7751 2 બાંડીપોરા નિઝામ ઉદ્દીન ભટ 20391 811 3 સેન્ટ્રલ શાલ્ટેગ તારિક હમીદ કરરા 18933 14395 4 દુરુ ગુલામ અહમદ મીર 44270 29728 5 અનંતનાગ પીરઝાદા મોહમ્મદ સૈયદ 6679 1686 6 રાજૌરી ઇફ્તકાર અહમદ 28923 1404
જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી 2014
જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી 2014 માં 87 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં સરેરાશ 65.52 ટકા મતદાન થયું હતું. પરિણામ જોઇએ તો કોઇ રાજકીય પક્ષ બહુમત મેળવી શક્યો ન હતો. 28 બેઠકો સાથે મુફ્તી મહેબુબાની પીડીપી પાર્ટી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. 25 બેઠકો સાથે બીજા ક્રમે રહેલ ભાજપ અને પીડીપીએ ગઠબંધન કરી સરકાર બનાવી હતી. જોકે આ ગઠબંધન સરકાર કાર્યકાળ પૂરો કરી શકી ન હતી.
જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી પરિણામ 2008
જમ્મુ કાશ્મીર 10મી વિધાનસભા માટે વર્ષ 2004 માં યોજાયેલી ચૂંટણીમાં જમ્મુ કાશ્મીર નેશનલ કોન્ફેરેન્સ મેદાન મારી ગયું હતું. 28 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવ્યું હતું. કોંગ્રેસ સાથે ગઠબંધન કરતાં સરકાર બનાવી હતી અને ઓમર અબ્દુલ્લા મુખ્યમંત્રી બન્યા હતા.