પીએમ મોદીએ કટરામાં કહ્યું – દુનિયાની કોઇ તાકાત 370ને પાછી લાવી શકશે નહીં

Jammu Kashmir Assembly Elections 2024 : પીએમ મોદીએ કહ્યું - કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનના એજન્ડાને લાગુ કરવા માંગે છે. પાકિસ્તાનના એજન્ડાને કોઈ પણ કિંમતે ભારતમાં લાગુ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં

Written by Ashish Goyal
September 19, 2024 20:16 IST
પીએમ મોદીએ કટરામાં કહ્યું – દુનિયાની કોઇ તાકાત 370ને પાછી લાવી શકશે નહીં
પીએમ મોદીએ જમ્મુ-કાશ્મીરના કટરામાં એક મોટી રેલી યોજી હતી (તસવીર - બીજેપી ટ્વિટર)

JK Assembly Elections 2024: જમ્મુ-કાશ્મીરમાં પહેલા તબક્કાનું મતદાન થઈ ગયું છે અને બીજા અને ત્રીજા તબક્કા માટે આગામી સમયમાં મતદાન થશે. ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ મોદીએ જમ્મુ-કાશ્મીરના કટરામાં એક મોટી રેલી યોજી નેશનલ કોન્ફરન્સ, કોંગ્રેસ અને પીડીપી પર આકરા પ્રહારો કર્યા હતા. કલમ 370ને પાછી લાવવાના એનસીના વચન અંગે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે દુનિયાની કોઈ પણ તાકાત જમ્મુ-કાશ્મીરમાં કલમ 370ને પાછી લાવી શકશે નહીં. આ સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે એનસી-કોંગ્રેસ, પીડીપીના રાજકીય વારસાને ખતમ કરવા માટે આ ચૂંટણી મહત્વની બની રહેશે.

પીએમ મોદીએ કટરામાં એક ચૂંટણી રેલી દરમિયાન કહ્યું કે પાકિસ્તાનમાં કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સને લઈને ઘણો ઉત્સાહ છે. ત્યાં આ બન્ને પાર્ટીઓની બલ્લે-બલ્લે થઇ રહી છે. તેમના ચૂંટણી ઢંઢેરાથી પાડોશી દેશ ખૂબ જ ખુશ છે. પીએમ કહ્યું કે આ તમામ જમ્મુ કાશ્મીરમાં આતંક ફેલાવવા માંગે છે. કોઇ તાકાત 370ને પરત લાવી શકતી નથી.

ભાજપને જ ફરી પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવશે

પીએમ મોદીએ કહ્યું કે અમે દેશની સંસદમાં કહ્યું છે કે અમે જમ્મુ-કાશ્મીરને ફરીથી રાજ્યનો દરજ્જો આપીશું. ભાજપ તેને પૂર્ણ કરશે. એટલા માટે હું તમને અપીલ કરું છું કે 25 સપ્ટેમ્બરે મતદાનના તમામ રેકોર્ડ તુટવા જોઈએ. ઉલ્લેખનીય છે કે કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ બંનેને વિભાજિત કરીને બંનેને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારે ખાતરી આપી છે કે જમ્મુ-કાશ્મીરને ટૂંક સમયમાં પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવશે.

પીએમ મોદીએ કહ્યું – પાકિસ્તાનનો એજન્ડા ચાલવા દઇશું નહીં

પીએમ મોદીએ કહ્યું કે પાકિસ્તાનમાં કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સની ચર્ચા થઈ રહી છે. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાને આ બંને પક્ષોને ખુલ્લેઆમ ટેકો આપ્યો છે. તેમનું કહેવું છે કે કલમ 370 અને 35-એ ને લઈને કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સનો જે એજન્ડા છે તે જ પાકિસ્તાનનો એજન્ડા છે. તે ત્યાના મંત્રી બોલી રહ્યા છે, એટલે કે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનના એજન્ડાને લાગુ કરવા માંગે છે. પીએમ મોદીએ કહ્યું કે પાકિસ્તાનના એજન્ડાને કોઈ પણ કિંમતે ભારતમાં લાગુ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

આ પણ વાંચો – કક્ષ્તી ચૌધરી એ પીએમ મોદીની હાજરીમાં મેટ્રો ટ્રેન ચલાવી, જાણો કોણ છે આ આદિવાસી યુવતી?

પીએમ મોદીએ 35 વર્ષના ઇતિહાસની યાદ અપાવી

પીએમ મોદીએ છેલ્લા 35 વર્ષમાં જમ્મુ કાશ્મીરમાં અરાજકતાની સ્થિતિ વિશે કહ્યું કે 35 વર્ષમાં 3000 દિવસ બંધ રહ્યા. 35 વર્ષમાંથી 8 વર્ષ બંધમાં રહ્યા. છેલ્લા પાંચ વર્ષમાં કાશ્મીર 8 કલાક પણ બંધ રહ્યું નથી. આ તમારી ક્રેડિટ છે. શું તમે ઇચ્છો છો કે જૂના દિવસો પાછા આવે, શું તમારે હડતાળ અને રક્તપાત ઇચ્છા છો. શું તમે ઇચ્છો છો કે આપણી દીકરીઓ અને નબળા વર્ગના હક મારવામાં આવે, શાળાઓ સળગાવવામાં આવે?

પરિવારવાદ પર પ્રહાર

પીએમ મોદીએ કહ્યું છે કે અહીંના 3 પરિવારોએ 80ના દાયકામાં શું કર્યું હતું. તેઓ રાજકારણને પોતાનું જાગીર માનતા હતા. બીજો કોઈ આગળ આવવા દેવા માંગતા ન હતા. તેમણે પંચાયતની ચૂંટણી કેમ અટકાવી હતી. તેઓ વિચારતા હતા કે રાજકારણમાં નવા લોકો આવશે, તેમને પડકાર આપશે. તેનું પરિણામ શું આવ્યું? યુવાનોમાં લોકશાહી પરનો વિશ્વાસ ઓછો થયો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ