પીએમ મોદીએ જમ્મુમાં કહ્યું – આતંકવાદીઓને પણ ખબર છે કે મોદી તેમને પાતાળમાંથી શોધી કાઢશે

Jammu Kashmir Assembly Elections 2024 : પીએમ મોદી જમ્મુમાં કહ્યું - વર્ષ 2016માં 28 સપ્ટેમ્બરની રાત્રે સર્જિકલ સ્ટ્રાઈક થઈ હતી. ભારતે દુનિયાને બતાવી દીધું હતું કે આ નવું ભારત છે અને ઘરમાં ઘૂસીને મારે છે

Written by Ashish Goyal
September 28, 2024 18:04 IST
પીએમ મોદીએ જમ્મુમાં કહ્યું – આતંકવાદીઓને પણ ખબર છે કે મોદી તેમને પાતાળમાંથી શોધી કાઢશે
PM Modi Jammu Rally : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે જમ્મુમાં એક રેલીને સંબોધિત કરી હતી (તસવીર - બીજેપી ટ્વિટર)

PM Modi Jammu Rally, પીએમ મોદી રેલી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે જમ્મુમાં એક રેલીને સંબોધિત કરી હતી. વડાપ્રધાને કહ્યું હતું કે આજે રાત્રે સર્જિકલ સ્ટ્રાઇક થઇ હતી. વર્ષ 2016માં 28 સપ્ટેમ્બરની રાત્રે સર્જિકલ સ્ટ્રાઈક થઈ હતી. ભારતે દુનિયાને બતાવી દીધું હતું કે આ નવું ભારત છે અને ઘરમાં ઘૂસીને મારે છે. આતંકના આકાઓ જાણે છે કે જો તેઓ કોઇ હિમાકત કરશે તો મોદી તેમને પાતાળમાંથી પણ શોધી કાઢશે.

પીએમ મોદીએ કહ્યું કે આતંકીઓ જાણે છે કે જો કોઈ હિમાકત કરશે તો મોદી તેમને પાતાળમાંથી પણ શોધી લેશે. વડાપ્રધાને કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે આજની જે કોંગ્રેસ તે સંપૂર્ણપણે અર્બન નક્સલવાદીઓના કબજામાં છે, જ્યારે વિદેશથી ઘુસણખોરી થાય છે ત્યારે તેનું કારણ શું છે, પરંતુ કોંગ્રેસને તે ગમે છે. તેમને તેમનામાં વોટબેન્કને જુએ છે, પરંતુ પોતાના જ લોકોની પીડા પર આ તેમની મજાક ઉડાવે છે.

કોંગ્રેસ સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા માંગે છે :પીએમ મોદી

વડાપ્રધાને કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ એ પાર્ટી છે જેણે આપણી સેના પાસે સર્જીકલ સ્ટ્રાઇકના પુરાવા માંગ્યા હતા. કોંગ્રેસ એ પાર્ટી છે જે સર્જિકલ સ્ટ્રાઈકને લઈને હજુ પણ પાકિસ્તાનની ભાષા બોલે છે. શું તમે આવી કોંગ્રેસને માફ કરી શકો છો? કોંગ્રેસ દેશ માટે શહીદ થનારા માટે ક્યારેય સન્માન કરી શકતી નથી.

કોંગ્રેસ-નેશનલ કોન્ફરન્સ અને પીડીપી બંધારણના દુશ્મન છે

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસ, નેશનલ કોન્ફરન્સ અને પીડીપી બંધારણનાં દુશ્મનો છે. તેઓએ સંવિધાનની સ્પીરિટનું ગળું દબાવ્યું છે. અહીં જમ્મુમાં ઘણી પેઢીઓથી અહીં રહેતા ઘણા પરિવારોને મત આપવાનો અધિકાર પણ ન હતો. કોંગ્રેસ, એનસી અને પીડીપી દ્વારા તેમને આ અધિકારથી વંચિત રાખવામાં આવ્યા હતા. આજે જમ્મુ-કાશ્મીરમાં આવતા પરિવર્તનથી કોંગ્રેસ-એનસી અને પીડીપી ભડક્યા છે. તેમને તમારો વિકાસ ગમતો નથી. આ લોકો કહી રહ્યા છે કે, જો તેમની સરકાર બનશે તો ફરી જૂની વ્યવસ્થા લાવશે. તેઓ ફરીથી એ ભેદભાવપૂર્ણ વ્યવસ્થા લાવશે, જેનો સૌથી મોટો ભોગ આપણો જમ્મુ રહ્યો છે.

આ પણ વાંચો – પીએમ મોદીએ કહ્યું – કોંગ્રેસના લાઉડસ્પીકર નબળા પડ્યા, હરિયાણાના લોકો ભાજપને વધુ એક તક આપશે

પીએમે કહ્યું કે કોંગ્રેસ, નેશનલ કોન્ફરન્સ અને પીડીપીએ હંમેશા જમ્મુ સાથે અન્યાય કર્યો છે. તુષ્ટિકરણ માટે તેઓ કંઈ પણ કરી શકે છે. તમે તેમના ભાષણો સાંભળો છો કે તેઓ કેવી રીતે ડોગરા વિરાસત પર કેવી હુમલો કરે છે. મહારાજા હરિ સિંહને બદનામ કરવા માટે આ કેવા-કેવા લાંછન લગાવે છે.

જમ્મુ-કાશ્મીરના લોકો હવે આતંક ઇચ્છતા નથી

પીએમ મોદીએ જમ્મુ-કાશ્મીરના યોગદાન પર કહ્યું આ ધરતીએ દેશની રક્ષા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર સંતાનો આપ્યા છે, હું આ ધરતીને નમન કરું છું. પીએમે આર્ટિકલ 370 પહેલાના દિવસોને યાદ કરતા કહ્યું કે લોકો ફરીથી એ જ વ્યવસ્થા નથી ઇચ્છતા જેમાં ભ્રષ્ટાચાર થાય, નોકરીઓમાં ભેદભાવ હોય. જમ્મુ-કાશ્મીરના લોકો હવે આતંક અને રક્તપાત નથી ઇચ્છતા, અહીંના લોકો શાંતિ અને સુલેહ ઈચ્છે છે.

પીએમે કહ્યું કે અહીંના લોકો તેમના બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય ઇચ્છે છે અને તેથી જ જમ્મુ-કાશ્મીરના લોકો ભાજપની સરકાર ઇચ્છે છે. છેલ્લા બે તબક્કાની ચૂંટણીએ જમ્મુ-કાશ્મીરના લોકોનો મૂડ બતાવ્યો છે, બંને તબક્કામાં ભાજપને જબરદસ્ત વોટિંગ થયું છે. પૂર્ણ બહુમતવાળી પ્રથમ ભાજપ સરકાર બનવાની તૈયારીમાં છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ