Jammu Kashmir Election Exit Poll: જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી એક્ઝિટ પોલ 2024 કોંગ્રેસ ગઠબંધનને બહુમતી

જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી એક્ઝિટ પોલ 2024 (Jammu Kashmir Election Exit Poll 2024) મુજબ કોંગ્રેસ એનસી ગઠબંધનને બહુમતી મળતી દેખાય છે. હવે વિવાદિત કલમ 370 બાદ પહેલવાર યોજાયેલા ચૂંટણી પરિણામ ઘણા રસપ્રદ હોઇ શકે છે.

Written by Ajay Saroya
Updated : October 14, 2024 14:18 IST
Jammu Kashmir Election Exit Poll: જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી એક્ઝિટ પોલ 2024 કોંગ્રેસ ગઠબંધનને બહુમતી
Jammu Kashmir Election 2024 Exit Poll: જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી પરિણામ 8 ઓક્ટોબર જાહેર થવાના છે

Jammu Kashmir Election 2024 Exit Poll, એક્ઝિટ પોલ 2024: જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી 2024 પરિણામ પૂર્વે શનિવારે સાંજે એક્ઝિટ પોલ જાહેર થયા છે. વિવાદિત કલમ 370 નાબૂદ કર્યા બાદ પહેલીવાર જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં 90 બેઠકો પર મતદાન થયું છે. આવી સ્થિતિમાં જમ્મુ કાશ્મીરમાં કોની સરકાર બનશે તે જોવું રસપ્રદ રહેશે. જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં ફારુક અબ્દુલ્લાની પાર્ટી નેશનલ કોન્ફરન્સ જેણે કોંગ્રેસ સાથે ચૂંટણી લડી તો. તો મહબૂબા મુફ્તીની પાર્ટી પીડીપી અને ભાજપે સ્વતંત્ર રીતે ચૂંટણી લડી હતી.

Jammu Kashmir Election Exit Poll: ઈન્ડિયા ટુ સીવોટર એક્ઝિટ પોલ મુજબ

ઈન્ડિયા ટુ સીવોટર એક્ઝિટ પોલ મુજબ જમ્મુ કાશ્મીરમાં ભાજપને 27 -32 બેઠક, કોંગ્રેસ નેશનલ કોન્ફરન્સ (એનસી)ને 40 થી 48 બેઠક મળી શકે છે. તો પીડીપીને 6 થી 12 બેઠક અને અન્ય પક્ષોને 6 થી 11 સીટ મળી શકે છે.

Jammu Kashmir Exit Poll: એક્સિસ માય ઈન્ડિયા

એક્સિસ માય ઈન્ડિયા એક્ઝિટ પોલ અનુસાર ભાજપ 24 -34 બેઠક, કોંગ્રેસ એનસી 35 થી 45 સીટ અને પીડીપી 4-6 બેઠક જીતી શકે છે.

એક્ઝિટ પોલભાજપકોંગ્રેસ-NCપીડીપીઅન્ય
દૈનિક ભાસ્કર20-2535-404-712-16
ઇન્ડિયા ટુડે સીવોટર27-3240-486-126-11
પીપલ્સ પલ્સ23-2746-507-114-6
એક્સિસ માય ઇન્ડિયા24-3435-454-68-23
Jammu Kashmir Assembly Election Exit Poll

જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી દૈનિક ભાસ્કર એક્ઝિટ પોલ

દૈનિક ભાસ્કર એક્ઝિટ પોલ જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 20 થી 25 બેઠક જીતી શકે છે, તો કોંગ્રેસ એનસી 35 થી 40 બેઠક અને પીડીપી 4 થી 7 બેઠક જીતી શકે છે.

આ પણ વાંચો | હરિયાણા વિધાનસભા ચૂંટણી એક્ઝિટ પોલ, ભાજપ હેટ્રિક કરશે કે કોંગ્રસ સરકાર બનાવશે? જાણો

Jammu Kashmir Exit Poll: પીપલ્સ પ્લસ એક્ઝિટ પોલ

પીપલ્સ પ્લસ એક્ઝિટ પોલ મુજબ ભાજપ 23 – 27, કોંગ્રેસ એનસી 46- 50 અને પીડીપી 7 – 11 બેઠક પર જીત મેળવી શકે છે.

Jammu Kashmir Election 2024 Result: જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી પરિણામ

જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી 2024 માટે 3 તબક્કામાં – 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટેબરે મતદાન થયું હતું. હવે જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી પરિણામ 8 ઓક્ટોબર જાહેર થવાના છે.

Jammu Kashmir Election 2024 Voting: જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં 63.45 ટકા મતદાન

જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ત્રણ તબક્કામાં યોજાયેલા મતદાનમાં કુલ 63.45% વોટિંગ થયું હતું, જે 2014માં 65.8% મતદાન થયું હતું. 1 ઓક્ટોબરના રોજ યોજાયેલા ત્રીજા તબક્કાના મતદાનમાં 68.72% વોટિંગ નોંધાયું હતું જ્યારે બીજા તબક્કામાં 57.31% મતદાન અને પ્રથમ તબક્કામાં 61.38 ટકા મતદાન થયુ હતુ. પરંપરાગત બહિષ્કારના ગઢ ગણાતા સોપોર અને બારામુલ્લામાં છેલ્લા 30 વર્ષમાં વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધુ મતદાન થયું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ