Jammu Kashmir Election 2024 Exit Poll, એક્ઝિટ પોલ 2024: જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી 2024 પરિણામ પૂર્વે શનિવારે સાંજે એક્ઝિટ પોલ જાહેર થયા છે. વિવાદિત કલમ 370 નાબૂદ કર્યા બાદ પહેલીવાર જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં 90 બેઠકો પર મતદાન થયું છે. આવી સ્થિતિમાં જમ્મુ કાશ્મીરમાં કોની સરકાર બનશે તે જોવું રસપ્રદ રહેશે. જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં ફારુક અબ્દુલ્લાની પાર્ટી નેશનલ કોન્ફરન્સ જેણે કોંગ્રેસ સાથે ચૂંટણી લડી તો. તો મહબૂબા મુફ્તીની પાર્ટી પીડીપી અને ભાજપે સ્વતંત્ર રીતે ચૂંટણી લડી હતી.
Jammu Kashmir Election Exit Poll: ઈન્ડિયા ટુ સીવોટર એક્ઝિટ પોલ મુજબ
ઈન્ડિયા ટુ સીવોટર એક્ઝિટ પોલ મુજબ જમ્મુ કાશ્મીરમાં ભાજપને 27 -32 બેઠક, કોંગ્રેસ નેશનલ કોન્ફરન્સ (એનસી)ને 40 થી 48 બેઠક મળી શકે છે. તો પીડીપીને 6 થી 12 બેઠક અને અન્ય પક્ષોને 6 થી 11 સીટ મળી શકે છે.
Jammu Kashmir Exit Poll: એક્સિસ માય ઈન્ડિયા
એક્સિસ માય ઈન્ડિયા એક્ઝિટ પોલ અનુસાર ભાજપ 24 -34 બેઠક, કોંગ્રેસ એનસી 35 થી 45 સીટ અને પીડીપી 4-6 બેઠક જીતી શકે છે.
એક્ઝિટ પોલ | ભાજપ | કોંગ્રેસ-NC | પીડીપી | અન્ય |
---|---|---|---|---|
દૈનિક ભાસ્કર | 20-25 | 35-40 | 4-7 | 12-16 |
ઇન્ડિયા ટુડે સીવોટર | 27-32 | 40-48 | 6-12 | 6-11 |
પીપલ્સ પલ્સ | 23-27 | 46-50 | 7-11 | 4-6 |
એક્સિસ માય ઇન્ડિયા | 24-34 | 35-45 | 4-6 | 8-23 |
જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી દૈનિક ભાસ્કર એક્ઝિટ પોલ
દૈનિક ભાસ્કર એક્ઝિટ પોલ જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 20 થી 25 બેઠક જીતી શકે છે, તો કોંગ્રેસ એનસી 35 થી 40 બેઠક અને પીડીપી 4 થી 7 બેઠક જીતી શકે છે.
આ પણ વાંચો | હરિયાણા વિધાનસભા ચૂંટણી એક્ઝિટ પોલ, ભાજપ હેટ્રિક કરશે કે કોંગ્રસ સરકાર બનાવશે? જાણો
Jammu Kashmir Exit Poll: પીપલ્સ પ્લસ એક્ઝિટ પોલ
પીપલ્સ પ્લસ એક્ઝિટ પોલ મુજબ ભાજપ 23 – 27, કોંગ્રેસ એનસી 46- 50 અને પીડીપી 7 – 11 બેઠક પર જીત મેળવી શકે છે.
Jammu Kashmir Election 2024 Result: જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી પરિણામ
જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી 2024 માટે 3 તબક્કામાં – 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટેબરે મતદાન થયું હતું. હવે જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી પરિણામ 8 ઓક્ટોબર જાહેર થવાના છે.
Jammu Kashmir Election 2024 Voting: જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં 63.45 ટકા મતદાન
જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ત્રણ તબક્કામાં યોજાયેલા મતદાનમાં કુલ 63.45% વોટિંગ થયું હતું, જે 2014માં 65.8% મતદાન થયું હતું. 1 ઓક્ટોબરના રોજ યોજાયેલા ત્રીજા તબક્કાના મતદાનમાં 68.72% વોટિંગ નોંધાયું હતું જ્યારે બીજા તબક્કામાં 57.31% મતદાન અને પ્રથમ તબક્કામાં 61.38 ટકા મતદાન થયુ હતુ. પરંપરાગત બહિષ્કારના ગઢ ગણાતા સોપોર અને બારામુલ્લામાં છેલ્લા 30 વર્ષમાં વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધુ મતદાન થયું છે.