/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/jammu-kashmir-politicians.jpg)
Jammu Kashmir Political News: સંસદે જમ્મુ કાશ્મીરમાં વ્યાપક ફેરફારોને મંજૂરી આપી તેના એક દિવસ પહેલા ખીણમાં મુખ્ય રાજકીય પક્ષોએ 4 ઓગસ્ટ, 2019ના રોજ ગુપકર ઘોષણા પર હસ્તાક્ષર કર્યા. (Express file photo)
Jammu Kashmir Election 2024: જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી 2024ની તારીખોની ઘોષણા થઇ છે. રાજ્યમાં 10 વર્ષ બાદ વિધાનસભા ચૂંટણી યોજાઇ રહી છે ત્યારે વર્ષ 2019માં વિવાદિત કલમ 370 નાબૂદ, કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે તેનું પુનર્ગઠન અને વિભાજનને પગલે રાજકીય પરિપેક્ષ્યમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે.
ચૂંટણી પંચે 16 ઓગસ્ટ, 2024ના જમ્મુ કાશ્મીરમાં ત્રણ તબક્કામાં ચૂંટણી કરાવવાની જાહેરાત કરી છે. થોડા કલાકો પહેલા જમ્મુ-કાશ્મીર પ્રશાસને પણ પોલીસ અને સિવિલ સિસ્ટમમાં જરૂરી ફેરફાર કર્યા છે. તેમાં પોલીસના નવા ગુપ્તચર વડાનું નામ પણ સામેલ છે.
વહીવટી ફેરફારો દૂરગામી પરિણામોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા છે. નિયમોમાં ફેરફાર કરવાનો સૌથી મોટો આદેશ જુલાઈ મહિનામાં આવ્યો હતો. આ અંતર્ગત કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ઉપરાજ્યપાલને ઘણી બધી સત્તા આપી હતી. તેમની પાસે પહેલેથી જ ઘણી બધી સત્તાઓ છે. જમ્મુ-કાશ્મીર હવે કેન્દ્ર શાસિત પ્રદેશ છે. આ સુધારા બાદ હવે ઉપરાજ્યપાલ પાસેઆઈએએસ અને આઈપીએસ સહિત સિવિલ અને પોલીસ અધિકારીઓની નિમણૂંક અને બદલીને લઈને વધુ સત્તા મળશે. તેમજ પોલીસ, જાહેર વ્યવસ્થા અને એન્ટી કરપ્શન બ્યૂરો જેવા વિભાગના વડાની નિમણૂકની સત્તા સીએમના બદલે ઉપરાજ્યપાલ પાસે રહેશે.
ઉપરાજ્યપાલને મળી આ સત્તા
આ સંશોધનમાં ઉપરાજ્યપાલ ને એડવોકેટ જનરલ અને લો ઓફિસરની નિમણૂક કરવાની સત્તા પણ આપવામાં આવી છે. નેશનલ કોન્ફરન્સ અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીએ આ સંશોધનનો વિરોધ કરતાં કહ્યું હતું કે આ જમ્મુ-કાશ્મીરના લોકો સાથે અન્યાય છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/Assembly-Elections.jpg)
કોંગ્રેસે કહ્યું કે આ લોકતંત્રની હત્યા છે. કેન્દ્રની નજીકની ગણાતી અપની પાર્ટીએ પણ તમામ પક્ષોને મતભેદો બાજુએ મૂકીને આ પગલા સામે એકજૂટ થઈને વિરોધ કરવા વિનંતી કરી હતી.
પ્યુનની નિમણૂક માટે પણ ઉપરાજ્યપાલને પુંછવું પડશેઃ ઉમર અબ્દુલ્લા
ચાલુ મહિનાની શરૂઆતમાં ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા એક ઇન્ટરવ્યૂમાં નેશનલ કોંગ્રેસના ઉપપ્રમુખ અને પૂર્વ સીએમ ઉમર અબ્દુલ્લાએ પુનોર્ચ્ચાર કર્યો હતો કે, તેઓ ચૂંટણી લડશે નહીં. ઉંમરે કહ્યુ કે, એક રાજ્યનો મુખ્યમંત્રી રહ્યો છું. હું પોતાને એવી સ્થિતિમાં નથી જોઇ શકતો કે મારે પ્યુનની નિમણૂક માટે ઉપરાજ્યપાલને પૂછવું પડશે.
અન્ય એક પગલાં હેઠળ 31 જુલાઈના રોજ, ઉપરાજ્યપાલ મનોજ સિંહાની અધ્યક્ષતાવાળી વહીવટી પરિષદે ભૂતપૂર્વ પશ્ચિમ પાકિસ્તાનના શરણાર્થીઓને માલિકીની જમીનના અધિકારો આપ્યા હતા. તેઓ લગભગ 70 વર્ષ પહેલાં જમ્મુ-કાશ્મીરમાં સ્થાયી થયા હતા.
શુક્રવારે વહીવટી તંત્ર દ્વારા આદેશ જારી કરવામાં આવ્યો હતો. આમાં તત્કાલિન પશ્ચિમ પાકિસ્તાનના શરણાર્થીઓને ભાગલા દરમિયાન પાકિસ્તાન કે પીઓકેમાં રહેવા ગયેલા લોકોની સંપત્તિ પર માલિકી હક આપવામાં આવ્યા હતા.
જાન્યુઆરીમાં એક આદેશમાં જમ્મુ કાશ્મીર ના નેતાઓએ પ્રશાસનના અન્ય એક આદેશ સામે વાંધો ઉઠાવ્યો હતો. વહીવટીતંત્રે રાજસ્થાન ઉર્જા વિકાસ અને આઇટી સર્વિસીસ લિમિટેડ સાથે કિશ્તવાડમાં રાતલે પાવર પ્રોજેક્ટ્સ પાસેથી 49 વર્ષ માટે વીજળી ખરીદવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશ પોતે જ વીજળીની તંગીનો સામનો કરી રહ્યો છે ત્યારે રાજકીય નેતાઓએ તેની જરૂરિયાત પર સવાલ ઉઠાવ્યા હતા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us