પાકિસ્તાનની કંગાળ સ્થિતિ પર રાજનાથ સિંહે કહ્યું - IMF થી વધારે પૈસા તો અમે આપી દોત, બંધ કરો આતંકી કેમ્પ

Jammu Kashmir Elections 2024 : રાજનાથ સિંહે કહ્યું - પાકિસ્તાને એ ન ભૂલવું જોઈએ કે આ એક નવું ભારત છે, અમે આતંકવાદ સામે લડવા માટે તૈયાર છીએ, માત્ર સરહદની આ બાજુ જ નહીં પરંતુ જરૂર પડશે તો અમે સરહદની તે બાજુ પણ લડીશું

Jammu Kashmir Elections 2024 : રાજનાથ સિંહે કહ્યું - પાકિસ્તાને એ ન ભૂલવું જોઈએ કે આ એક નવું ભારત છે, અમે આતંકવાદ સામે લડવા માટે તૈયાર છીએ, માત્ર સરહદની આ બાજુ જ નહીં પરંતુ જરૂર પડશે તો અમે સરહદની તે બાજુ પણ લડીશું

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
rajnath singh, Jammu Kashmir Elections 2024

રક્ષા મંત્રી રાજનાથ સિંહ (તસવીર - રાજનાથ સિંહ ટ્વિટર)

Jammu Kashmir Elections 2024 : જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન એક રેલીમાં દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનની કંગાળ થયેલી અર્થવ્યવસ્થાનો ઉલ્લેખ કરતા એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે ત્યાં સુધી કહ્યું કે જો પાકિસ્તાને ભારત સાથે મૈત્રીપૂર્ણ સંબંધો રાખ્યા હોત તો અમે (ભારત) પાકિસ્તાનને આઈએમએફથી વધારે પૈસા આપ્યા હોત. રાજનાથ સિંહે પાકિસ્તાન સાથે મિત્રતા માટે ભારતે કરેલી પહેલનો પણ ઉલ્લેખ કર્યો હતો. જોકે રક્ષામંત્રીએ કહ્યું કે પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપવા માટે પૈસા માંગે છે.

Advertisment

ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર રક્ષા મંત્રી રાજનાથ સિંહે જમ્મુ-કાશ્મીરના ગુરેજમાં એક જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે મોટુ નિવેદન આપતા કહ્યુ કે પીએમ મોદીએ પાકિસ્તાન સાથે સંબંધો મજબૂત કરવા માટે હાથ લંબાવ્યો હતો, પરંતુ પાકિસ્તાન હંમેશા આતંકવાદને પ્રોત્સાહન આપે છે.

રાજનાથ સિંહે જમ્મુ-કાશ્મીર પર પાકિસ્તાનનો ઉલ્લેખ કર્યો

રાજનાથ સિંહે કહ્યું કે કેન્દ્રની મોદી સરકારે વર્ષ 2014-15માં જમ્મુ-કાશ્મીરના વિકાસ કાર્યોને વેગ આપવા માટે વિશેષ પેકેજની જાહેરાત કરી હતી, હવે આ પેકેજ રાજ્ય માટે લગભગ 90 હજાર કરોડ થઈ ગયું છે, જે પાકિસ્તાને આઈએમએફ પાસેથી માંગેલા પૈસાથી પણ વધારે છે.

આ પણ વાંચો - પીએમ મોદીએ જમ્મુમાં કહ્યું – આતંકવાદીઓને પણ ખબર છે કે મોદી તેમને પાતાળમાંથી શોધી કાઢશે

Advertisment

પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીનો ઉલ્લેખ કરતા રાજનાથ સિંહે કહ્યું કે અટલ બિહારી વાજપેયી કહેતા હતા કે તમે મિત્રો બદલી શકો છો, પરંતુ પાડોશી નહીં. જો અમારા સંબંધો સારા હોત તો અમે પાકિસ્તાનને IMF પાસેથી માંગેલા પૈસા કરતાં વધુ પૈસા આપી શક્યા હોત. અમે જ્યારે પણ કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓની તપાસ કરી છે ત્યારે તેમાં પાકિસ્તાન હંમેશા સામેલ હોવાનું સાબિત થયું છે.

પાકિસ્તાને એ ન ભૂલવું જોઈએ કે આ એક નવું ભારત છે

રાજનાથ સિંહે કહ્યું છે કે ભારતની દરેક સરકારે પાકિસ્તાનને તેની ધરતી પર ચાલતા આતંકવાદી કેમ્પોને બંધ કરવા કહ્યું છે, પરંતુ પાકિસ્તાન એવું કરી રહ્યું નથી. પાકિસ્તાને એ ન ભૂલવું જોઈએ કે આ એક નવું ભારત છે, અમે આતંકવાદ સામે લડવા માટે તૈયાર છીએ, માત્ર સરહદની આ બાજુ જ નહીં પરંતુ જરૂર પડશે તો અમે સરહદની તે બાજુ પણ લડીશું.

વિધાનસભા ચૂંટણી જમ્મુ અને કાશ્મીર રાજનાથ સિંહ દેશ ભાજપ