Jammu Kashmir Floods: જમ્મુ કાશ્મીર પ્રવાસે ગયેલા ગુજરાતના 5000થી વધારે પ્રવાસીઓ અટવાયા, કેવી છે પરિસ્થિતિ?

Jammu Kashmir Floods : જમ્મુ કાશ્મીર ફરવા ગયેલા ગુજરાતના અનેક પ્રવાસીઓ ફસાયા છે. વાદળ ફાટવાના કારણે રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. જેના પગલે આગામી 10 દિવસ સુધી બંધ રહે તેવી શક્યાતો પણ સ્થાનિક સુત્રો સેવી રહ્યા છે.

Jammu Kashmir Floods : જમ્મુ કાશ્મીર ફરવા ગયેલા ગુજરાતના અનેક પ્રવાસીઓ ફસાયા છે. વાદળ ફાટવાના કારણે રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. જેના પગલે આગામી 10 દિવસ સુધી બંધ રહે તેવી શક્યાતો પણ સ્થાનિક સુત્રો સેવી રહ્યા છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Jammu Kashmir Floods

જમ્મુ કાશ્મીરમાં પુર - Express photo

Jammu Kashmir Floods: જમ્મુ અને કાશ્મીરના રામબનમાં ભારે વરસાદના કારણે સર્જાયેલા પૂર અને ભૂસ્ખલનમાં ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે રેસ્ક્યુ ટીમે 100 લોકોને બચાવી લીધા છે. હજુ પણ અનેક વાહનો કાટમાળમાં ફસાયેલા છે. અનેક મકાનો અને દુકાનોને ભારે નુકસાન થયું છે.બીજી તરફ જમ્મુ કાશ્મીર ફરવા ગયેલા ગુજરાતના અનેક પ્રવાસીઓ ફસાયા છે. વાદળ ફાટવાના કારણે રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. જેના પગલે આગામી 10 દિવસ સુધી બંધ રહે તેવી શક્યાતો પણ સ્થાનિક સુત્રો સેવી રહ્યા છે.

Advertisment

કાશ્મીર પ્રવાસે ગયેલા 5000થી વધાર ગુજરાતી પ્રવાસીઓ અટવાયા

રવિવારે જમ્મુ અને શ્રીનગર રોડ ઉપર ભારે વરસાદના કારણે ભેખડો ધસવાના કારણે રસ્તાઓ બંધ થવાની પરિસ્થિતિ સર્જાઈ હતી. અચાનક આવી પડેલી આફતના પગલે કાશ્મીરના પ્રવાસે ગયેલા આશરે 5000થી વધારે ગુજરાતી પ્રવાસીઓ અટવાયાની જાણકારી સુત્રો આપી રહ્યા છે. શ્રીનગરથી આવતા વાહન ચાલકોને પાછા શ્રીનગર કે નજીકના સેન્ટરમાં રહી જવાની સૂચના અપાતા આશરે 5000 ગુજરાતીઓ આ પ્રવાસમાં ફસાયા છે. આવી પરિસ્થિતિ વચ્ચે જે મળે એ ખાઈ લઈને દિવસ પસાર કરવાની પરિસ્થિતિ સર્જાઈ છે.

હજારો પ્રવાસીઓને અસર

ઉલ્લેખનીય છે કે જમ્મુ-શ્રીનગર રોડ પર આવેલા રામબનની આસપાસના દોઢ કિલોમીટરમાં ભારે વરસાદને કારણે થયેલા ધસી ગયેલી ભેખડોને લીધે તેની સીધી અસર એપ્રિલ અને મે મહિનાના શરુઆતમાં કાશ્મીર પ્રવાસનુ આયોજન કરનારા દસેક હજાર પ્રવાસીઓ પર પડી છે.

ફ્લાઈટોના ભાડા ડબલ, ટિકિટોના શિડ્યુલમાં ફેરફાર

મળતી માહિતી પ્રમાણે અત્યારે શ્રીનગર, ગુલમર્ગ, સોનમર્ગ, પહેલગામમાં રોકાયેલા પાંચેક હજાર પ્રવાસીઓએ બુક કરાવેલી પોતાની ટિકિટોના શિડ્યૂલમાં ફેરફાર કરીને ફ્લાઈટ પકડીને પાછા આવવા લાગ્યા છે. જેના પગલે શ્રીનગર-દિલ્હી, શ્રીનગર-અમદાવાદ, શ્રીનગર-ચંડીગઢ, શ્રીનગર-અમૃતસર અને જમ્મુ જતી ફ્‌લાઈટોના ભાડામાં ડબલ કરતાં વધારે ઉછાળો આવ્યો છે. કારણ કે વાહન કે ટ્રેન દ્વારા જતાં યાત્રિકોને પોતાની યાત્રા સ્થગિત કરવી પડી છે.

Advertisment

10 દિવસ રોડ બંધ રહેવાની શક્યતાઓ

મળતી માહિતી પ્રમાણે શ્રીનગરથી રિયાસી થઈને કાઝિગુન્ડ જતો મુઘલ રોડ અન્ય એક વિકલ્પ છે પરંતુ આ રોડ હજુ ખુલ્લો કરવામાં આવ્યો નથી. આ રોડ પર પણ આર્મીની મુવમેન્ટ ઉપરાંત મોટા વાહનોની મુવમેન્ટ ચાલશે જેના કારણે ટ્રાફિક ધીમો રહેશે. આ પરિસ્થિતિમાં ઓછામાં ઓછા દસ દિવસ સુધી આ રોડ બંધ રહેશે એવી શક્યતાઓ છે.

પ્રવાસ વરસાદ જમ્મુ અને કાશ્મીર દેશ