Terror Attack in Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર આતંકીઓએ પોતાના નાપાક ષડયંત્રને સફળ બનાવવાનો પ્રયાસ કર્યો પરંતુ નિષ્ફળ રહ્યા. પુંછમાં આતંકીઓએ વાયુસેનાની ગાડીઓના કાફલા પર હુમલો કરીને ગોળીબાર કર્યો હતો. આમાં 5 સૈનિકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. જો કે કોઇ મોટનું નુકસાન થયું નથી.
પુંછ આંતકી હુમલામાં એર ફોર્સનો 1 જવાન શહીદ, 4 ઘાયલ
જમ્મુ – કાશ્મીરના પુંછ જિલ્લામાં એર ફોર્સના વાહન પર થયેલા આતંકી હુમલામાં 5 જવાન ઘાયલ થયા હતા, જેમા સારવાર દરમિયાન એક સૈનિકે જીવ ગુમાવ્યો છે. તેમજ એક સૈનિકની હાલત ગંભીર છે અને સારવાર ચાલી રહી છે. સુરક્ષા દળના અધિકારીના જણાવ્યા અનુસાર ઘાયલ 3 સૈનિકોની હાલત સ્થિર છે.
આ હુમલા અંગે સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું હતું કે આતંકવાદીઓએ ભારતીય વાયુસેનાના કાફલા પર ગોળીબાર કર્યો હતો. આ હુમલો પૂંછના સુરનકોટના સનાઈ ગામમાં થયો હતો. આ કારણે ભારતીય સેના અને પોલીસની વધારાની ટુકડીઓને આ વિસ્તારમાં મોકલવામાં આવી છે.
હુમલા બાદ તરત જ રાષ્ટ્રીય રાઈફલ્સ યુનિટે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને હુમલો કરનારા આતંકવાદી ઓની શોધખોળ શરૂ કરી દીધી છે. સાથે જ જે વાયુસેનાના વાહનો પર હુમલો થયો હતો તેમને શહીતર પાસે એરબેઝની અંદર સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવ્યા છે.