Jammu Kashmir Kupwara terrorist attack, જમ્મુ કાશ્મીર આતંકી હુમલો : જમ્મુ કાશ્મીરના કુપવાડામાં આજે શનિવારે સવારે મોટો આતંકવાદી હુમલો થયો હતો, ત્યારબાદ સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. આ એન્કાઉન્ટરમાં એક જવાન શહીદ થયાના સમાચાર સામે આવ્યા છે. અહેવાલો અનુસાર આ હુમલામાં એક મેજર સહિત ચાર જવાન પણ ઘાયલ થયા છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર સેના અને આતંકવાદીઓ વચ્ચે આ અથડામણ માછિલ સેક્ટર પાસે થઈ હતી. હુમલામાં ઘાયલ થયેલા જવાનોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ આતંકી હુમલામાં એક ભારતીય જવાન શહીદ થયો છે. અત્યાર સુધી જવાનોએ એક આતંકીને ઠાર કર્યો છે.
સૈનિકો પર ગુપ્ત રીતે હુમલો કર્યો
મળતી માહિતી મુજબ સેનાના જવાનોને કામકરી વિસ્તારમાં પાકિસ્તાની આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી, અને તેથી તેઓ સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા, ત્યારે આતંકવાદીઓએ ગોળીબાર કર્યો. જેમાં કેટલાક જવાનો ઘાયલ થયા હતા.
બીજી તરફ હુમલા બાદ આતંકીઓ જંગલમાં ભાગી ગયા હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. વધારાના જવાનોને જંગલમાં મોકલવામાં આવ્યા છે અને આતંકવાદીઓની શોધ શરૂ કરી છે.
આ પણ વાંચોઃ- મુંબઈમાં ધડાકાભેર ધરાશાયી થઈ ત્રણ માળની ઈમારત, કાટમાળમાં દટાયા અનેક લોકો
નોંધનીય છે કે બુધવારે જ જમ્મુ-કાશ્મીરના કુપવાડા કેકુવત વિસ્તારમાં આતંકવાદી હુમલામાં નોન કમિશન્ડ ઓફિસર દિલાવર સિંહ ઘાયલ થયા હતા અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. આ પછી સેનાએ એન્કાઉન્ટરમાં એક આતંકીને પણ ઠાર કર્યો હતો. લાન્સ નાઈક સુભાષ કુમાર મંગળવારે પૂંચમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં શહીદ થયા હતા.