Jammu Kashmir: જમ્મુ કાશ્મીરમાં મતદાન પૂર્વે આતંકવાદી હુમલો, ભાજપ નેતાની હત્યા, જયપુરના દંપતી પર ગોળીબાર

Jammu Kashmir Terrorist Attack: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ લોકસભા ચૂંટણી 2024 ચૂંટણી પૂર્વે ભાજપના પૂર્વ સરપંચની ગોળી મારી હત્યા કરી છે. તો જયપુરના બે પ્રવાસીઓ પર ગોળીબાર કરી ઘાયલ કર્યા હતા.

Written by Ajay Saroya
Updated : May 20, 2024 12:54 IST
Jammu Kashmir: જમ્મુ કાશ્મીરમાં મતદાન પૂર્વે આતંકવાદી હુમલો, ભાજપ નેતાની હત્યા, જયપુરના દંપતી પર ગોળીબાર
આ આતંકી હુમલાને લઈને સીએમ ઓમર અબ્દુલ્લાનું નિવેદન સામે આવ્યું છે. (Representational/ File)

Jammu Kashmir Terrorist Attack News: કાશ્મીરમાં લોકસભા ચૂંટણીના મતદાનના બે દિવસ પહેલા આંતકવાદીઓએ નિર્દોષ લોકો પર હુમલો કર્યો છે. બારામુલ્લા મતવિસ્તારમાં લોકસભાની ચૂંટણી માટે પ્રચારના અંતના એક દિવસે પહેલા દક્ષિણ કાશ્મીરમાં બે આતંકવાદી હુમલાઓ થયા છે. જેમા જયપુરના એક દંપતી પર ગોળીબાર કર્યો હતો જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તો બીજા હુમલામાં ગોળીબારથી પૂર્વ સરપંચનું મૃત્યુ થયુ છે.

આંતકવાદીઓનો ચૂંટણી દરમિયાન ભય ફેલાવવાનો પ્રયાસ

કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર આતંકવાદીઓએ નાપાક ષડયંત્ર રચ્યું અને નિર્દોષ લોકો પર હુમલો કર્યો છે. શનિવારે શોપિયાં અને અનંતનાગમાં આતંકવાદી હુમલાની ઘટનાઓને અંજામ આપીને ભય ફેલાવવાનો પ્રયાસ કર્યો છે. આતંકવાદીઓએ અનંતનાગના જયપુરના નિવાસી ફરહા અને પત્ની તબરેઝને ગોળી મારીને ઘાયલ કર્યા હતા.

શોપિયામાં પૂર્વ સરપંચને ગોળી મારી હત્યા

શોપિયાંના હિરપોરામાં પૂર્વ સરપંચ પર આતંકીઓએ ગોળીબાર કર્યો હતો, જેના કારણે સરપંચની હાલત ખૂબ જ નાજુક છે. મૃચક સરપંચનું નામ એજાઝ અહેમદ છે, જે ભાજપ નેતા હતા. પૂર્વ સરપંચ તેમના ઘરની અંદર હતા ત્યારે આતંકીઓએ ગોળીબાર કર્યો. હોસ્પિટલના સૂત્રોએ ઇન્ડિયન એક્સપ્રેસને પુષ્ટિ આપી હતી કે અહમદ પર છ ગોળી મારવામાં આવી હતી.

આઈજીપી કાશ્મીરે કહ્યું કે નિઃશસ્ત્ર લોકોને નિશાન બનાવીને આતંકીઓ ઘાટીમાં શાંતિ લાવવાના અમારા પ્રયત્નોને રોકી શકતા નથી. અમારું સર્ચ ઓપરેશન કાશ્મીરના ત્રણેય પ્રદેશોમાં, ખાસ કરીને વિદેશી આતંકવાદીઓ વિરુદ્ધ એક સાથે ચાલુ રહેશે.

મહેબૂબા મુફ્તીએ ઉઠાવ્યા સવાલ

આતંકવાદી હુમલાની ઘટના પર ટિપ્પણી કરતા પીડીપી નેતા મહેબુબા મુફ્તીએ સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટમાં કહ્યું કે, અમે પહેલગામમાં આજે થયેલા હુમલાની નિંદા કરીએ છીએ, જેમાં બે પ્રવાસીઓ ઘાયલ થયા હતા અને આ પછી શોપિયાંના હિરપોરામાં એક પૂર્વ સરપંચ પર હુમલો થયો હતો.

મહેબૂબા મુફ્તીએ કહ્યું છે કે, આ હુમલાઓનો સમય ચિંતાનો વિષય છે, જ્યાં દક્ષિણ કાશ્મીર માં ચૂંટણી કોઈ કારણ વગર મોડી પડી હતી. આ પણ એક ચિંતાનો વિષય છે કારણ કે ખાસ કરીને ભારત સરકાર અહીં સતત સામાન્ય સ્થિતિના દાવા કરી રહી છે.

જમ્મુ કાશ્મીરમાં લોકસભા ચૂંટણી 2024નું મતદાન

શ્રીનગરમાં લગભગ ત્રણ દાયકામાં સૌથી વધુ 38 ટકા મતદાન થયાના થોડાક દિવસો બાદ આ આતંકવાદી હુમલા થયા છે. સામાન્ય રીતે બારામુલ્લામાં 20 મેના રોજ મતદાન થયુ છે, તો અનંતનાગમાં (હવે નામ બદલીને અનંતનાગ-રાજૌરી છે) 25 મેના રોજ મતદાન થવાનું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ