japan billionaire hoshi takayuki : આજના સમયમાં જ્યારે દુનિયા પૈસાની પાછળ ભાગી રહી છે. જોકે જાપાનનો એક વ્યક્તિ પોતાનો ધંધો અને બધું જ છોડીને માત્ર ધર્મ અને સેવાના રસ્તા પર ચાલવા માટે ભારત આવી ગયો છે. અમે તમને 41 વર્ષીય જાપાની વ્યક્તિ હોશી તાકાયુકીની કહાની જણાવી રહ્યા છીએ.
ઉદ્યોગપતિમાંથી સાધુ બનેલા આ વ્યક્તિએ ટોક્યોમાં પોતાનું સામ્રાજ્ય છોડીને હિંદુ ધર્મ અંગીકાર કર્યો અને ભગવાન શિવનો પરમ ભક્ત બની ગયો છે. હાલમાં જ ઉત્તરાખંડમાં કાંવડ યાત્રા દરમિયાન તાકાયુકી ભગવા વસ્ત્રો પહેરીને ઉઘાડા પગે ચાલતો જોવા મળ્યો હતો.
આ જુલાઈમાં તાકાયુકી કાંવડ યાત્રામાં ભાગ લેવા માટે પોતાના 20 જાપાની શિષ્યો સાથે ભારત પરત ફર્યો હતો, જ્યાં ભક્તો ગંગા નદીમાંથી પાણી એકઠું કરે છે અને તેને શ્રાવણ મહિનામાં ભગવાન શિવને અર્પણ કરે છે. સાથી કાંવડીયોઓને નિ:શુલ્ક ભોજન પીરસવામાં માટે તેમણે દેહરાદૂનમાં બે દિવસીય ફૂડ કેમ્પનું પણ આયોજન કર્યું હતું.
કોણ છે હોશી તાકાયુકી?
એક સમયે તાકાયુકી ટોક્યોમાં 15 બ્યુટી સ્ટોર્સની ચેઇન ચલાવતો હતો. તે હવે બાલા કુંભા ગુરુમુનિ બની ગયો છે. તે શિવના પરમ ભક્ત છે. તેઓ હરિદ્વારના કાંવડ યાત્રા માર્ગ પર ભગવા રંગના સમુદ્રમાં અલગ જોવા મળે છે. .
હોશી તાકાયુકીના એક સપનાએ બધું કેવી રીતે બદલી નાખ્યું?
તાકાયુકીની આધ્યાત્મિક યાત્રા બે દાયકા પહેલા તમિલનાડુના પ્રવાસ દરમિયાન શરૂ થઈ હતી, જ્યાં તેમણે નાડી જ્યોતિષવિદ્યાનો અભ્યાસ કર્યો હતો. તે એક પ્રાચીન પદ્ધતિ છે જે તાડપત્ર પાંડુલિપીઓના માધ્યમથી વ્યક્તિના ભૂતકાળ અને ભવિષ્ય જાણવાનો દાવો કરે છે.
રિપોર્ટ્સ અનુસાર ત્યારબાદ તેને પોતાના પૂર્વજન્મ વિશે જણાવવામાં આવ્યું હતું. તાકાયુકીને કહેવામાં આવ્યું હતું કે તેઓ તેમના પૂર્વજન્મમાં એક આધ્યાત્મિક સાધક તરીકે હિમાલયમાં રહ્યા હતા અને હિન્દુ ધર્મમાં પાછા ફરવાનું નક્કી હતું.
આ પણ વાંચો – લોકસભામાં અમિત શાહે કહ્યું – પાકિસ્તાન સામે શરણમાં આવ્યા સિવાય કોઇ વિકલ્પ ન હતો
આ પછી તેમને ઉત્તરાખંડમાં તેમના પૂર્વજન્મ વિશે એક સ્વપ્ન આવ્યું હતું. આ પછી તાકાયુકી ધીમે ધીમે તેના વ્યવસાયથી અલગ થઈ ગયો, જેમાં એક સમયે 15 બ્યુટી પ્રોડક્ટ શોપ્સની ચેઇન શામેલ હતી. તેણે પોતાનો ધંધો છોડી દીધો અને પુરી રીતે આધ્યાત્મિક જીવનમાં ડૂબી ગયા હતો.
પોતાના ગામને શોધી રહ્યો છે
હોશી તાકાયુકીએ એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે દેવભૂમિ ઉત્તરાખંડ સાથે મારો ઊંડો લગાવ છે. હું માનું છું કે મેં મારો પાછલો જન્મ અહીં વિતાવ્યો હતો અને હું હજી પણ પર્વતોમાં મારું ગામ શોધી રહ્યો છું. તેણે તેના ટોક્યોના ઘરને શિવ મંદિરમાં રૂપાંતરિત કર્યું છે અને તાજેતરમાં જ ભગવાનને સમર્પિત બીજું મંદિર બનાવ્યું છે.