Japan Record for World’s Fastest Internet: ઈન્ટરનેટ સ્પીડ મામલે જાપાને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. જાપાને 10.20 લાખ ગીગાબીટ પ્રતિ સેકન્ડ ઇન્ટરનેટ સ્પીડ હાંસલ કરી નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ સ્પીડથી તમે નેટફ્લિક્સની સંપૂર્ણ લાઇબ્રેરી કે 10,000 4K મૂવી માત્ર એક સેકન્ડમાં ડાઉનલોડ કરી શકો છો. 150 જીબીની ગેસ 3 મિલી સેકેન્ડમાં ડાઉનલોડ થઇ જશે.
જાપાનની આ ઇન્ટરનેટ સ્પીડ ભારતની સરેરાશ ઇન્ટરનેટ સ્પીડ લગભગ 63.55 Mbps કરતા લગભગ 1.6 કરોડ ગણી ઝડપી છે. તો અમેરિકાની સરેરાશ ઇન્ટરનેટ સ્પીડ થી 35 લાખ ગણી વધુ ઝડપી છે.
આ અગાઉ પણ આવો રેકોર્ડ જાપાનના નામે છે. માર્ચ 2024માં જાપાને 402 ટેરાબિટ્સ પ્રતિ સેકન્ડ (Tbps) એટલે, 50,250 ગીગાબીટ પ્રતિ સેકેન્ડની સ્પીડ હાંસલ કરી હતી. આ રેકોર્ડ સ્ટાન્ડર્ડ ઓપ્ટિકલ ફાઇબર કેબલનો ઉપયોગ કરી બનાવ્યો હતો.
19 કોર ઓપ્ટિકલ ફાઇબર ટેકનોલોજી વડે સ્પીડ મેળવી
સૌથી ઝડપી ઇન્ટરનેટ સ્પીડને રેકોર્ડ જાપાને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન્સ ટેકનોલોજી (NICT) અને સુમિતોમો ઇલેક્ટ્રિકની એક સંયુક્ત ટીમે બનાવ્યો છે.
તેમણે જૂનમાં 1.02 પેટાબીટ્સ પ્રતિ સેકન્ડની સ્પીડ થી ડેટા મોકલી આ રેકોર્ડ બનાવ્યો હતો. તેમા 19 કરોડ ઓપ્ટિકલ ફાઇબર ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે આજના સ્ટાન્ડર્ડ ફાઇબર કેબલ જેટલા જ પાતળા (0.125 મીમી) છે, પરંતુ તેમા 19 અલગ અલગ કોર છે.
સામાન્ય ફાઇબર કેબલમાં એક કોર હોય છે, જે ડેટાને એક સિંગલ લાઇનમાં મોકલે છે19 કોર ફાઇબર એક 19 લાઇન હાઇવે જેમ હોય છે, જેમા દરેક કોર અલગ અલગ ડેટા મોકલે છેઉપરાંત સંશોધનકર્તાઓ એ ખાસ પ્રકારના એમ્લિફાયર્સનો ઉપયોગ કર્યો, જે સિગ્નલને 1,808 કિમી દૂર સુધી નબળું પડ્યા વગર પહોંચાડવામાં મદદ કરે છે.
જ્યારે ડેટા લાઇટ જેમ ફાઇબલ કેબલમાં લાંબા અંતર સુધી જાય છે, તો સિગ્નલ નબળું પડવા લાગે છે, જેવી રીતે લાંબો પ્રવાસ કર્યા બાદ તમારા શરીરની એનર્જી ઓછી થઇ જાય છે. એમ્ફ્લિફાયર્સ આ સિગ્નલને ફરીથી પાવરફુલ બનાવે છે.
આ ટેકનોલોજીનો લોકો ક્યારે ઉપયોગ કરી શકશે?
હાલ આ ઇન્ટરનેટ સ્પીડ માત્ર લેબમાં હાંસલ થઇ છે અને સામાન્ય લોકો માટે ઉપલબ્ધ થવામાં હજી સમય લાગશે. તેની સામે મુખ્ય 3 પડકારો છે :
ખર્ચ : આ પ્રકારની હાઇ સ્પીડ સિસ્ટમને વ્યાવસાયિક ધોરણે લાગુ કરવા માટે જંગી મૂડીરોકાણ કરવું પડશે.પાર્ટ્સ : હાલના ડિવાઇસ અને રાઉટર્સ આટલ ઇન્ટરને સ્પીડને હેન્ડલ કરવા માટે સજ્જ નથી.માળખાંગત સુવિધા : આ ટેકનોલોજી હાલના ફાઇબર કેબલ સાથે કામ કરે છે, પરંતુ વ્યાપક સ્તરે લાગુ કરવા માટે અપગ્રેડ્સ કરવાની જરૂર પડશે.
સૌથી ઝડપી ઇન્ટરનેટ સ્પીડ ધરાવતા ટોપ 10 દેશ
દેશનું નામ ઇન્ટરનેટ સ્પીડ સિંગાપોર 361.40 Mbps હોંગકોંગ 305.31 Mbps ચિલી 298.61 Mbps UAE 286.61 Mbps થાઇલેન્ડ 266.79 Mbps ડેનમાર્ક 246.33 Mbps દક્ષિણ કોરિયા 233.74 Mbps અમેરિકા 230.55 Mbps ફ્રાંસ 233.06 Mbps સ્પેન 215.37 Mbps