જાપાનમાં બે નેવી હેલિકોપ્ટર એકબીજા સાથે અથડાયા બાદ દરિયામાં ક્રેશ, 1 ક્રૂ મેમ્બરનું મોત અને 7 લાપતા

Japan Navy Two Helicopters Crash : જાપાનમાં આક્રૂ મેમ્બર્સને લઇ જઇ રહેલા નેવીના બે હેલિકોપ્ટર શનિવારે મોડી રાત્રે અથડાયા બાદ ટોક્યોના દક્ષિણમાં પેસિફિક મહાસાગરમાં ક્રેશ થયા. હાલ આ દૂર્ઘટનામાં લાપાત ક્રુ મેમ્બર્સની શોધખોળ ચાલી રહી છે.

Japan Navy Two Helicopters Crash : જાપાનમાં આક્રૂ મેમ્બર્સને લઇ જઇ રહેલા નેવીના બે હેલિકોપ્ટર શનિવારે મોડી રાત્રે અથડાયા બાદ ટોક્યોના દક્ષિણમાં પેસિફિક મહાસાગરમાં ક્રેશ થયા. હાલ આ દૂર્ઘટનામાં લાપાત ક્રુ મેમ્બર્સની શોધખોળ ચાલી રહી છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
japan helicopters | Japan Navy Helicopters crash | Japan Navy Helicopters

જાપાનના બે નેવી હેલિકોપ્ટર કેશ થયા છે. (Photo - Social Media)

Japan Navy Two Helicopters Crash : જાપાનના નેવી ફોર્સના બે હેલિકોપ્ટર અથડાયા બાદ દરિયામાં ક્રેશ થયાની ગંભીર ઘટના બની છે. ટોક્યોના દક્ષિણમાં પેસિફિક મહાસાગરમાં રાત્રે આઠ ક્રૂ સભ્યોને લઈ જતા જાપાની નૌકાદળના બે હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયા હતા. આ દૂર્ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને અન્ય સાત લોકો ગુમ થયા છે. તેમની શોધખોળ કરવામાં આવી રહી છે. આ હેલિકોપ્ટર ટ્રેઇનિંગ પર હતા અને સંભવતઃ એક બીજા સાથે ટકરાયા બાદ દૂર્ઘટનાગ્રસ્ત થયા છે.

Advertisment

જાપનના રક્ષા મંત્રીએ રવિવારે જણાવ્યું કે, હેલિકોપ્ટરના ક્રુ મેમ્બર્સમાંથી એક સભ્યને દરિયામાંથી શોધી કાઢવામાં આવ્યો હતો, જો કે તેને પાછળથી મૃત જાહેર કરવામાં આવ્યો છે. રક્ષા મંત્રી માઇનોરુ કિહારાએ મીડિયાને જણાવ્યું હતું કે મેરિટાઇમ સેલ્ફ-ડિફેન્સ ફોર્સ (એમએસડીએફ) ના બે એસએચ -60કે હેલિકોપ્ટર ચાર ચાર ક્રુ મેમ્બરને લઇ જઇ રહ્યા હતા અને શનિવારે મોડી રાત્રે ટોક્યોથી લગભગ 600 કિલોમીટર (370 માઇલ) દક્ષિણમાં તોરિશિમા ટાપુ પાસે સંપર્ક તૂટી ગયો હતો.

સર્ચ ઓપરેશન માટે આઠ યુદ્ધ જહાજો અને પાંચ વિમાન તૈનાત

કિહારાએ જણાવ્યું હતું કે, આ દુર્ઘટનાનું કારણ તાત્કાલિક જાણી શકાયું નથી, પરંતુ બંને હેલિકોપ્ટર દરિયામાં ક્રેશ થવાની પહેલા એકબીજા સાથે અથડાયા હશે. બચાવકર્તાઓને એક ફ્લાઇટ ડેટા રેકોર્ડર, દરેક હેલિકોપ્ટરની એક બ્લેડ અને એક જ વિસ્તારમાં બંને હેલિકોપ્ટરના ટુકડાઓ મળી આવ્યા હતા, જે સૂચવે છે કે બંને એસએચ -60 કે એકબીજાની નજીક ઉડાન ભરી રહ્યા હતા. આ અકસ્માતનું કારણ શું હતું તે શોધવા માટે અધિકારીઓ ફ્લાઇટ ડેટાનું વિશ્લેષણ કરશે. એમએસડીએફ એ ગુમ થયેલા ક્રૂ મેમ્બર્સની શોધ અને બચાવ માટે આઠ યુદ્ધ જહાજો અને પાંચ વિમાન તૈનાત કર્યા હતા.

રક્ષા મંત્રીએ કહ્યું - રાતના સમયે હેલિકોપ્ટર ટ્રેનિંગ પર હતા

સિકોર્સ્કી દ્વારા વિકસાવવામાં આવેલા અને સીહોક્સ તરીકે ઓળખાતા આ હેલિકોપ્ટર્સ, ટ્વીન-એન્જિન, મલ્ટિ-મિશન એરક્રાફ્ટને જાપાનમાં મિત્સુબિશી હેવી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા મોડિફાઇડ અને મેન્યુફેક્ચર્ડ કરવામાં આવ્યા હતા. કિહારાએ જણાવ્યું હતું કે તેઓ રાત્રે પાણીમાં સબમરીન વિરોધી તાલીમ પર હતા. એકનો રાત્રે 10:38 વાગ્યે સંપર્ક તૂટી ગયો અને એક મિનિટ પછી ઓટોમેટિક ઇમરજન્સી સિગ્નલ મોકલી દીધું.

Advertisment

તાલીમમાં માત્ર જાપાની હેલિકોપ્ટર હતા, વિદેશી નહીં

કિહારાએ અહેવાલ આપ્યો હતો કે, માત્ર એક જ ઇમરજન્સી કોલ સંભળાયો હતો - બીજો સંકેત એ હતો કે બંને હેલિકોપ્ટર એક જ સ્થળ નજીક હતા, કારણ કે તેમના સંકેતો સમાન વર્ઝનનો ઉપયોગ કરે છે અને તેને અલગ કરી શકાતા નથી. એક નાગાસાકીના એરપોર્ટનો હતો અને બીજો તોકુશીમા પ્રિફેક્ચરના બેઝનો હતો. એસએચ-60કે એરક્રાફ્ટને સામાન્ય રીતે સબમરીન વિરોધી કામગીરી માટે વિધ્વંસક વિમાનો પર તૈનાત કરવામાં આવે છે. સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યું હતું કે શનિવારની તાલીમમાં ફક્ત જાપાની નૌકાદળ શામેલ છે અને તે બહુરાષ્ટ્રીય કવાયતનો હિસ્સો ન હતા. તેમણે કહ્યું કે, આ વિસ્તારમાં કોઇ વિદેશી વિમાન કે યુદ્ધ જહાજ જોવા મળ્યા નથી.

જાપાન તેની 2022 ની સુરક્ષા વ્યૂહરચનાના ભાગરૂપે, ચીનની વધતી જતી આક્રમક સૈન્ય પ્રવૃત્તિઓના જોખમોનો સામનો કરવા માટે પેસિફિક અને પૂર્વ ચીન સમુદ્રમાં દક્ષિણ-પશ્ચિમ જાપાનના ટાપુઓમાં તેના સૈન્ય નિર્માણને વેગ આપી રહ્યું છે અને સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવી રહ્યું છે. તાજેતરના વર્ષોમાં જાપાને તેના સાથી અમેરિકા અને અન્ય સહયોગી સાથે પોતાની વિસ્તૃત નેવી કવાયત તેમજ સંયુક્ત કવાયત હાથ ધરી છે.

આ પણ વાંચો | લોકસભા ચૂંટણી : મુરાદાબાદના ભાજપ ઉમેદવાર સર્વેશ સિંહનું નિધન, શું ફરી મતદાન થશે? જાણો ચૂંટણી પંચનો નિયમ

શનિવારની આ દુર્ઘટના ગ્રાઉન્ડ સેલ્ફ ડિફેન્સ ફોર્સ યૂએચ 60 બ્લેકહોકના દક્ષિણ પશ્ચિમ જાપાની ટાપુ મિયાકો નજીક દુર્ઘટના થયાના એક વર્ષ બાદ થઇ છે, જેમાં ક્રુ મેમ્બર્સના તમામ 10 સભ્ય માર્યા ગયા હતા. જાન્યુઆરી 2022માં એક એર સેલ્ફ ડિફેન્સ એફ - 15 ફાઇટર જેટ જાપાનના ઉત્તર મધ્ય કિનારે દુર્ઘટનાગ્રસ્ત થયા, જેમા બે ક્રુ મેમ્બર્સે જીવ ગુમાવ્યો હતો. જાપાનના એનએચકે સાર્વજનિક ટેલિવિઝનને જણાવ્યું હતું કે શનિવારના અકસ્માત સમયે આ વિસ્તારમાં કોઈ વેધર એડવાઇઝરી જારી કરવામાં આવી નથી.

અકસ્માત વિશ્વ