Operation Sindoor : ભારતીય દળોએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં નવ આતંકવાદી સ્થળોને નિશાન બનાવીને એર સ્ટ્રાઇક કરી હતી. ભારતીય સેનાના હવાઈ હુમલામાં માર્યા ગયેલા આતંકવાદીઓની યાદી સામે આવી છે. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે માર્યા ગયેલા પાંચ આતંકવાદીઓમાં જૈશ-એ-મોહમ્મદ (JeM) ના વડા મસૂદ અઝહરના સાળા હાફિઝ મુહમ્મદ જમીલ અને મોહમ્મદ યુસુફ અઝહરનો પણ સમાવેશ થાય છે.
ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સેનાએ 7 મેના રોજ સવારે 1.30 વાગ્યે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં નવ આતંકવાદી છાવણીઓ પર હુમલો કર્યો હતો. ગુપ્તચર એજન્સીઓના સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતીય હુમલામાં માર્યા ગયેલા પાંચ આતંકવાદીઓમાં મુદસ્સર ખાદિયાન ખાસ, હાફિઝ મુહમ્મદ જમીલ, મોહમ્મદ યુસુફ અઝહર, ખાલિદ (અબુ અકાશા) અને મોહમ્મદ હસન ખાનનો સમાવેશ થાય છે.
ઓપરેશન સિંદૂર અંતર્ગત હુમલો કરાયો હતો
ઓપરેશન સિંદૂર હુમલામાં લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના મુખ્યાલય પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાઓ, મિસાઇલોનો ઉપયોગ કરીને કરવામાં આવ્યા હતા. વિશિષ્ટ ટેકનોલોજીવાળા શસ્ત્રો જેમાં કાળજીપૂર્વક વોરહેડ્સની પસંદગી કરવામાં આવી હતી. તે પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો હતો જેમાં બે અઠવાડિયા પહેલા 26 લોકો માર્યા ગયા હતા.
લક્ષ્યાંકિત નવ સ્થળોમાંથી પાંચ PoK (મુઝફ્ફરાબાદ અને કોટલીમાં બે-બે અને ભીમ્બરમાં એક) માં હતા. જ્યારે ચાર પાકિસ્તાનમાં (સિયાલકોટમાં બે, મુરીદકે અને બહાવલપુરમાં એક-એક) હતા.
આ પણ વાંચો – ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે દેશના આ 24 એરપોર્ટ 15 મે સુધી બંધ, સરકારનો મોટો નિર્ણય
લક્ષ્યાંક કરાયેલા નવ સ્થળો લાહોર નજીક મુરીદકે ખાતે મરકઝ તૈયબા હતા, જે લશ્કર-એ-તૈયબાનું મુખ્ય મથક હતું. જ્યાં 26/11ના આતંકવાદી અજમલ કસાબ અને લશ્કરના સ્કાઉટ ડેવિડ કોલમેન હેડલીને તાલીમ આપવામાં આવી હતી.
માર્યા ગયેલા પાંચ આતંકવાદીઓની વિગત
- મુદસ્સર ખાદિયાન ખાસ, ઉર્ફે મુદસ્સર, ઉર્ફે અબુ જુંદાલ: લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલો, તે મુરીદકેમાં મરકઝ તૈયબાનો પ્રભારી હતો.
- હાફિઝ મુહમ્મદ જમીલ: JeM સાથે જોડાયેલો, તે JeM ચીફ મસૂદ અઝહરનો સૌથી મોટો સાળો છે . સૂત્રો અનુસાર તે બહાવલપુરમાં મરકઝ સુભાન અલ્લાહનો ઇન્ચાર્જ હતો અને JeM માટે ભંડોળ એકત્ર કરવામાં સામેલ હતો.
- મોહમ્મદ યુસુફ અઝહર, ઉર્ફે ઉસ્તાદ જી, ઉર્ફે મોહમ્મદ સલીમ, ઉર્ફે ઘોસી સાહેબ: જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલો, તે પણ મસૂદ અઝહરનો સાળો છે અને આતંકવાદી સંગઠન માટે શસ્ત્રોની તાલીમ સંભાળતો હતો. તે IC-814 હાઇજેકિંગ કેસમાં વોન્ટેડ છે અને જમ્મુ અને કાશ્મીરમાં અનેક આતંકવાદી હુમલાઓમાં પણ સામેલ હોવાના અહેવાલ છે .
- ખાલિદ, ઉર્ફે અબુ અકાશા: લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલો, તે જમ્મુ અને કાશ્મીરમાં અનેક આતંકવાદી હુમલાઓમાં સામેલ રહ્યો છે. તે અફઘાનિસ્તાનથી શસ્ત્રોની દાણચોરીમાં રોકાયેલો હોવાનું કહેવાય છે.
- મોહમ્મદ હસન ખાન: જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલો, તે મુફ્તી અસગર ખાન કાશ્મીરીનો પુત્ર છે, જે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદના ઓપરેશનલ કમાન્ડર છે, સૂત્રો અનુસાર તેણે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓનું સંકલન કરવામાં પણ મુખ્ય ભૂમિકા ભજવી હોવાનું કહેવાય છે.