Jet Airways Founder Arrested : જેટ એરવેજના સંસ્થાપક નરેશ ગોયલને ઈડીએ ધરપકડ કરી લીધી છે. ગોયલ પર 538 કરોડ રૂપિયાના કેનેરા બેંક છેતરપિંડીનો આરોપ છે. ધરપકડ પહેલા તેમની શુક્રવારે પૂછપરછ કરવામાં આવી હતી. ગોયલને આજે મુંબઈની એક વિશેષ પીએમએલએ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જ્યાં ઇડી તેમની કસ્ટડીની માંગણી કરશે.
નરેશ ગોયલે શુક્રવારે ઇડીના અધિકારીઓ સાથે પૂછપરછ કરવા માટે સમન્સ મોકલ્યા હતા. આ પહેલા તેઓ બે વખત ઈડીના સમન્સ પર હાજર થયા ન્હોતા. ઈડી અધિકારી ગોયલની પૂછપરછ માટે લઇ ગયા જ્યાંથી તેમને મુંબઈ લાવવામાં આવ્યા હતા. પૂછપરછ બાદ જટ એરવેજના સંસ્થાપકની ધરપકડ કરવામાં આવી હતી.
જેટ એરવેજના સંસ્થાપક વિરુદ્ધ ઈડીનો આ કેસ આ વર્ષે મે મહિનામાં નોંધાયેલા સીબીઆઈની એફઆઈઆર પર આધારિત છે. 5 મેએ સીબીઆઈના અધિકારીઓએ ગોયલના ઘર અને તેમની ઓફિસો સહિત મુંબઈમાં 7 જગ્યાઓ પર સર્ચ કર્યું હતું. કેનેરા બેંકમાં કથિત 538 કરોડ રૂપિયાની છેતરપિંડીનો મામલામાં જેટ એરવેઝ, નરેશ ગોયલ તેમની પત્ની અનીતા અને કંપનીના કેટલાક પૂર્વ અધિકારીઓ વિરુદ્ધ કેન્દ્રીય તપાસ બ્યૂરો એફઆઈઆર નોંધાવી હતી. ત્યારબાદ મની લોન્ડ્રરિંગનો મામલો સામે આવ્યો હતો.
બેંકી ફરિયાદ પર એફઆઇઆર નોંધાવી હતી. જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેણે જેટ એરવેજ લિમિટેડને 848.86 કરોડ રૂપિયાની ક્રેડિટ સીમા અને લોન મંજૂર કરી હતી. જેમાં 523.62 કરોડ રૂપિયા બાકી છે. એપઆઈઆર પ્રમાણે ગોયલ પરિવારના વ્યક્તિગત ખર્ચ, કર્મચારીઓના પગાર, ફોન બિલ અને વાહન ખર્ચ વગેરેનું ચૂંકવણું જેઆઈએલ દ્વારા કરવામાં આવ્યું હતું.
ફોરેન્સિક ઓડિટ દરમિયાન સામે આવ્યું જેટ લાઇટ લિમિટેડના માધ્યમથી અગ્રિમ અને નવેશ કર્યા બાદ પ્રાવધાન કરીને તેના ખાતામાં નાંખીને રૂપિયાની હેરાફેરી કરી હતી. જેઆઈએલની કથિત રીતે લોન, ક્રેડિટ અને વિસ્તારિત રોકાણના રૂપમાં સહાયક કંપની જેએલએલ માટે ધનનો દુરપયોગ કર્યો હતો.
2019માં બંધ થઈ ગઈ જેટ એરવેજ
ઉલ્લેખનીય છે કે 25 વર્ષના ઓપરેશન બાદ એપ્રિલ 2019માં જેટ એરવેજ બંધ થઈ ગઈ હતી. જેટ એરવેજ દેવામાં ડૂબી ગઈ હતી. નરેશ ગોયલ પર અપ્રત્યક્ષ રૂપથી વિદેશમાં અનેક કંપનીઓ પર નિયંત્રણ રાખવાનો આરોપ છે. આ કંપનીઓમાં કેટલાક ટ્રાન્જેક્શન હેવન દેશોમાં પણ છે. શરુઆતી તપાસમાં આ વાત પણ સામે આવી હતી. નરેશ ગોયલે ટેક્સ બચાવ માટે ઘરેલુ અને વિદેશી કંપનીઓ વચ્ચે અનેક શંકાસ્પદ લેનદેન કરવામાં આવેલા દેશના બહાર ફંડિંગ કરી હતી.