Jharkhand Election 2024 Amit Shah Release BJP Sankalp Patra: ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ઘોષણાપત્ર જાહેર કરી દીધો છે. ભાજપના ચૂંટણી ઢંઢેરાનું નામ સંકલ્પ પત્ર છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભાજપનો ચૂંટણી ઢંઢેરા જાહેર કર્યો હતો. અમિત શાહે સંકલ્પ પત્ર જાહેર કરતી વખતે કહ્યું હતું કે ભાજપ જે કહે છે તે કરે છે. ભાજપ પોતાના વચનો પૂરા કરે છે. ભાજપે તેના સંકલ્પ પત્રમાં જમીન, રોટલી અને દિકરીની રક્ષા કરવાનું વચન આપ્યું છે.
Jharkhand Election BJP Manifesto By Amit Shah: મહિલાને દર મહિને 2100 રૂપિયા મળશે
ભાજપે ઝારખંડમાં મહિલાઓ માટે ‘ગોગો દીદી યોજના’ શરૂ કરવાની વાત કરી છે. સરકાર બનાવ્યા બાદ દર મહિનાની 11 તારીખે મહિલાઓને 2100 રૂપિયા મળશે. દિવાળી અને રક્ષાબંધન પર એક ગેસ સિલિન્ડર ફ્રી મળશે અને 500 રૂપિયાના ભાવે ગેસ સિલિન્ડર આપવામાં આવશે. ભાજપે ઝારખંડમાં 5 લાખ રોજગારની તકો ઉભી કરવાની વાત કરી છે. આ સાથે જ 3 લાખ સરકારી જગ્યાઓ પર નિષ્પક્ષ અને પારદર્શી રીતે ભરતી કરવાની વાત પણ કરવામાં આવી છે.
ભાજપે પોતાના સંકલ્પ પત્રમાં ઝારખંડમાં બેરોજગાર યુવાનોને દર મહિને 2 હજાર રૂપિયા આપવાનું વચન આપ્યું છે. સાથે જ ભાજપે દરેક ગરીબને પાકુ મકાન આપવાનું વચન પણ આપ્યું છે. અમિત શાહે પોતાના ભાષણમાં કહ્યું હતું કે, તેઓ પેપર માફિયાઓને જેલમાં ધકેલી દેશે, જ્યારે ભૂમાફિયાઓની ઓળખી કાઢશે.
ચૂંટણી ઢંઢેરામાં ભાજપે ઝારખંડની દીકરીઓને મફત શિક્ષણ આપવાનું વચન આપ્યું છે. આ ઉપરાંત પુનર્વસન પંચ ગઠન કરવાની પણ વાત કરવામાં આવી છે. ભાજપે પોતાના ઘોષણાપત્રમાં બિરસા મુંડાનું ભવ્ય સ્મારક બનાવવાની વાત પણ કરી છે અને ઝારખંડમાં યુસીસી લાગુ કરવાની વાત કરી છે.
હેમંત સોરેને ઘૂસણખોરોને આશરો આપ્યોઃ અમિત શાહ
અમિત શાહે મુખ્યમંત્રી હેમંત સોરેન પર નિશાન સાધતા કહ્યું, તમે (હેમંત સોરેને) ઘૂસણખોરોને આશરો આપ્યો છે. ઘૂસણખોરોમાં તમે તમારી વોટબેંક જુઓ છો. આ રાજ્યમાં ઘૂસણખોરોના કારણે આદિવાસીઓની સંખ્યા ઘટી રહી છે, જનસંખ્યા બદલાઈ રહી છે અને હેમંત સોરેનની સરકાર પોતાનામાં વ્યસ્ત છે. હું તમને વચન આપું છું કે જો ભાજપની સરકાર આવશે તો ઝારખંડમાંથી ઘૂસણખોરોને હાંકી કાઢશે. આસામમાં ભાજપની સરકાર આવી અને આજે આસામમાં ઘૂસણખોરી બંધ થઈ ગઈ છે. અમે રોટી, બેટી અને માટીનું રક્ષણ કરીશું.
અમિત શાહે અંકિતા હત્યા કેસની નિંદા કરી
હેમંત સોરેન સરકાર દરમિયાન ઝારખંડમાં મહિલાઓ સામેના ગુનાઓમાં 29 ટકાનો વધારો થયો છે અને બળાત્કારના કેસોમાં 42 ટકાનો વધારો થયો છે. હેમંત સોરેન સરકાર મહિલાઓની સુરક્ષા કરવામાં નિષ્ફળ રહી છે. અંકિતા હત્યા કેસમાં હજુ સુધી ન્યાય મળ્યો નથી. અંકિતા સિંહની હત્યા 23 ઓગસ્ટ 2022ના રોજ તેના બોયફ્રેન્ડ શાહરૂખ હુસૈને કરી હતી. તેના બોયફ્રેન્ડે અંકિતા પર પેટ્રોલ નાંખી આગ ચાંપી દીધી હતી, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું.