શું ચંપાઈ સોરેન પક્ષ બદલવાથી ભાજપને થશે ફાયદો? ઝારખંડમાં ‘ટાઈગર્સ’ કેટલા શક્તિશાળી છે?

Jharkhand Assembly Elections Politics : ઝારખંડ માં વિધાનસભા ચૂંટણી પહેલા ચંપાઈ સોરેન હવે જેએમએમ છોડીને ભાજપમાં જોડાવાનો નિર્ણય કરી શકે છે. તેઓ ઝારખંડના મોટા નેતા છે, જેએમએમ ને આદિવાસી સમુદાયમાંથી આટલા બધા વોટ મળવામાં ચંપાઈનો ફાળો ઘણો મોટો છે

Written by Kiran Mehta
August 19, 2024 11:47 IST
શું ચંપાઈ સોરેન પક્ષ બદલવાથી ભાજપને થશે ફાયદો? ઝારખંડમાં ‘ટાઈગર્સ’ કેટલા શક્તિશાળી છે?
ચંપાઈ સોરેન

Jharkhand Assembly Elections : હાલમાં ઝારખંડમાં ચંપાઈ સોરેનના બળવાએ રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ ગરમ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ચંપાઈ JMM સાથે પોતાની રાજકીય સફર ખતમ કરી શકે છે અને નવી ઈનિંગ શરૂ કરી શકે છે.

એવા સમાચાર છે કે તેઓ વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાઈ શકે છે. જીતનરામ માંઝીએ એક પોસ્ટ દ્વારા તેમનું NDA માં સ્વાગત પણ કર્યું છે. આવી સ્થિતિમાં એ સમજવાની જરૂર છે કે, ઝારખંડના રાજકારણમાં ચંપાઈ સોરેનનો કેટલો પ્રભાવ છે? ચંપાઈ ભાજપમાં જોડાય તો કંઈ બદલાઈ શકે?

હવે ચંપાઈ સોરેન ઝારખંડના મોટા નેતા છે, આ અંગે કોઈ વિવાદ નથી. જેએમએમને આદિવાસી સમુદાયમાંથી આટલા બધા વોટ મળવામાં ચંપાઈનો ફાળો ઘણો મોટો છે. આ કારણોસર, જો ચંપાઈ હવે જેએમએમ છોડીને ભાજપમાં જોડાવાનો નિર્ણય કરે છે, તો પ્રથમ અસર આદિવાસી વોટ બેંક પર જ જોવા મળશે.

નિષ્ણાતોનું માનવું છે કે, ચંપાઈના બળવાની અસર હાલમાં જેએમએમના મજબૂત ગઢમાં જોવા મળી શકે છે. તે સમજી શકાય છે કે, ચંપાઈ સોરેનનો જમશેદપુર અને કોલ્હાન વિસ્તારમાં વધુ પ્રભાવ છે. અહીં પણ ઈચ્છાગઢ, સરાઈકેલા-ખારસાવાન, પોટકા, ઘાટશિલા, બહારગોરા અને સિંહભૂમ જેવા વિસ્તારોમાં ચંપાઈનો ચહેરો જીત કે હાર નક્કી કરે છે.

આ પણ વાંચો – ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે ચંપઇ સોરેને તોડ્યું મૌન, કહ્યું – બધા રસ્તા ખુલ્લા છે, JMM માં મારું અપમાન થયું

વાસ્તવમાં, કોલ્હાન વિભાગમાં 14 બેઠકો છે, ત્યાં ભાજપની હાલત ખૂબ જ ખરાબ છે. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં પણ, પાર્ટી અહીંથી માત્ર એક સીટ જીતવામાં સફળ રહી હતી, જ્યારે JMM 11 જીતી હતી. એ હારનું મુખ્ય કારણ એ વખતના આદિવાસી નેતા ચંપાઈ સોરેન હતા. તેમની મજબૂત પકડથી તે વિસ્તારમાં ભાજપનો સફાયો થઈ ગયો. પરંતુ, જો ચંપાઈ ભાજપ સાથે જશે તો તેની અસર જમીન પર જોવા મળશે, આદિવાસી સમાજની વોટિંગ પેટર્નમાં બદલાવ આવી શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ