/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/jharkhand-CM-Hemant-Soren.jpg)
હેમંત સોરેન - Photo- hemantsoren/x
JMM Manifesto: ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રચારના પ્રથમ તબક્કાના છેલ્લા દિવસે ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેને ઝારખંડ મુક્તિ મોરચા એટલે કે જેએમએમનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો છે. જેએમએમએ વચન આપ્યું છે કે જો તેની સરકાર બનશે તો રાજ્ય સરકારની નોકરીઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામત લાગુ કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે સીએમ હેમંત સોરેને આજે રાંચીમાં આ મેનિફેસ્ટો બહાર પાડ્યો છે. તેમનું કહેવું છે કે પાર્ટીનો મેનિફેસ્ટો કૃષિ અને શિક્ષણ સહિત 9 મુદ્દાઓ પર ફોકસ કરીને બનાવવામાં આવ્યો છે.
જેએમએમના વડા શિબુ સોરેને મેનિફેસ્ટો બહાર પાડ્યો
હેમંત સોરેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં લખ્યું છે કે જેએમએમ ચીફ શિબુ સોરેન દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. ઝારખંડના સીએમએ ચૂંટણી ઢંઢેરો બહાર પાડતા જેએમએમના વડાની તસવીરો પણ શેર કરી. પાર્ટીએ ગરીબો માટે મફત અનાજ, સસ્તો ગેસ, લઘુત્તમ આવકની ગેરંટી અને પેન્શન જેવી અનેક યોજનાઓ શરૂ કરવાનું વચન આપ્યું છે.
મફત અનાજથી લઈને યુવાનોને રોજગાર આપવાના વચનો
ઝારખંડ મુક્તિ મોરચાના મેનિફેસ્ટો વિશે વાત કરતા, JMM એ રાજ્યના તમામ ગરીબ પરિવારોને દર મહિને 7 કિલો ચોખા અને 2 કિલો દાળ મફત આપવાનું વચન આપ્યું છે. આ સિવાય જરૂરિયાતમંદ પરિવારોને માત્ર 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાનું પણ કહેવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ- જાણો કોણ છે ભારતના 51માં ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના, માતા-પિતા ઇચ્છતા હતા પુત્ર CA બને
રોજગાર મોરચે સીએમ હેમંત સોરેનની પાર્ટીનું કહેવું છે કે જો તેમની સરકાર પરત આવશે તો 5 વર્ષમાં 5 લાખ યુવાનોને નોકરી આપવામાં આવશે. જેમાં 60 હજાર શિક્ષકો, 15000 મુખ્ય શિક્ષકો અને 10 હજાર પોલીસકર્મીઓની ભરતીનો સમાવેશ થાય છે.
આવાસને લઈને જેએમએમના ઘોષણાપત્રમાં મોટી ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. પાર્ટીએ કહ્યું છે કે રાજ્યમાં 25 લાખથી વધુ ત્રણ રૂમના મકાનો બનાવવામાં આવશે. આ ઉપરાંત બાળકોનું પોષણ સ્તર સુધારવા માટે આંગણવાડી કેન્દ્રોમાં દરરોજ ઈંડા કે ફળ આપવાનું આયોજન છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us