ઝારખંડ કેબિનેટ : JMM ના સૌથી વધારે મંત્રી, RJD ને ફક્ત એક પદ, જાણો કોંગ્રેસના કેટલા મંત્રી બન્યા

Jharkhand Cabinet Expansion : હેમંત સોરેનની સરકારના કેબિનેટ વિસ્તરણમાં કુલ 11 ચહેરાને સ્થાન મળ્યું છે. જેમાં સૌથી વધુ JMM માંથી મંત્રી બનાવવામાં આવ્યા છે

Written by Ashish Goyal
December 05, 2024 19:28 IST
ઝારખંડ કેબિનેટ : JMM ના સૌથી વધારે મંત્રી, RJD ને ફક્ત એક પદ, જાણો કોંગ્રેસના કેટલા મંત્રી બન્યા
ઝારખંડમાં હેમંત સોરેન સરકારનું કેબિનેટ વિસ્તરણ કરવામાં આવ્યું હતું (તસવીર - @JharkhandCMO)

Jharkhand Cabinet Expansion: ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2024માં એકતરફી જીત નોંધાવનારા ઇન્ડિયા ગઠબંધનના પ્રમુખ નેતા હેમંત સોરેને 28 નવેમ્બરે સીએમ પદના શપથ લીધા હતા. હવે હેમંત સોરેને પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું છે. આ પહેલા જેએમએમ, કોંગ્રેસ અને આરજેડીમાં મંત્રીઓની સંખ્યાને લઈને વિવાદ થયો હતો, પરંતુ આ વિવાદનો હવે અંત આવી ગયો છે.

હેમંત સોરેનની સરકારના આ કેબિનેટ વિસ્તરણમાં કુલ 11 ચહેરાને સ્થાન મળ્યું છે. જેમાં સૌથી વધુ JMM માંથી મંત્રી બનાવવામાં આવ્યા છે. ઝારખંડમાં સૌથી વધારે ધારાસભ્યો ઝારખંડ મુક્તિ મોરચાના છે.

ઝારખંડ સરકારના કેબિનેટ વિસ્તરણમાં ઝારખંડ મુક્તિ મોરચાના છ ધારાસભ્યોએ કેબિનેટમાં સ્થાન બનાવ્યું છે તો બીજી તરફ આરજેડીના એક ધારાસભ્યને મંત્રી તરીકે સામેલ કરવામાં આવ્યા છે. જેએમએમ સાથે લાંબા સમયથી મંત્રીઓની સંખ્યાને લઇને કોંગ્રેસનો ટકરાવ રહ્યો હતો. પરંતુ અંતે હેમંત સોરેને ગઠબંધન હેઠળ કોંગ્રેસને ચાર મંત્રી પદ આપ્યા છે. કોંગ્રેસ પણ આ વાતથી સંતુષ્ટ થઈ ગઈ છે.

રાજ્યપાલે સૌ પ્રથમ પ્રો-ટેમ સ્પીકરને શપથ લેવડાવ્યા

ઝારખંડના રાજ્યપાલ સંતોષ ગંગવારે રાંચીના રાજભવનમાં તમામ ધારાસભ્યોને શપથ લેવડાવ્યા હતા. આ દરમિયાન સીએમ હેમંત સોરેન અને જેએમએમ કલ્પના સોરેન પણ હાજર રહ્યા હતા. સ્ટીફન મરાંડીએ પ્રોટેમ સ્પીકર તરીકે શપથ લીધા છે.

આ પણ વાંચો – દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા, એકનાથ શિંદે અને અજિત પવારે ડિપ્ટી સીએમ

ઝારખંડમાં કયા પક્ષના કેટલા મંત્રીઓ છે?

  • જેએમએમ- 05
  • કોંગ્રેસ- 04
  • આરજેડી- 01

જેએમએમ ક્વોટામાંથી મંત્રી બનેલા ધારાસભ્યો

  • ચમરા લિંડા
  • રામદાસ સોરેન
  • હફીઝુલ હસન
  • યોગેન્દ્ર પ્રસાદ
  • સુદિવ્ય કુમાર
  • દીપક બિરુઆ

કોંગ્રેસના ક્વોટામાંથી મંત્રી બનેલા ધારાસભ્યો

  • રાધાકૃષ્ણ કિશોર
  • ઇરફાન અંસારી
  • દીપિકા પાંડે
  • શિલ્પી નેહા

સંજય પ્રસાદ યાદવે આરજેડી ક્વોટામાંથી હેમંત સોરેન કેબિનેટના પ્રધાન તરીકે શપથ લીધા છે.

જણાવી દઈએ કે 2024માં ઝારખંડની વિધાનસભા ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધને શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઇન્ડિયા ગઠબંધને 81 બેઠકોવાળી વિધાનસભામાં 56 બેઠકો જીતી હતી, જ્યારે ભાજપ-એજેએસયુ ગઠબંધન માત્ર 24 બેઠકો પર સમેટાઈ ગયું હતું. આ પછી 28 નવેમ્બરે હેમંત સોરેને રાજ્યના સીએમ પદના શપથ લીધા હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ