Jharkhand Assembly Election 2024 News updates:ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2024 બે તબક્કામાં યોજશે. રાજ્યની 81 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી થશે. ચૂંટણી પંચે સત્તાવાર જાહેરાત કરી છે. જે અંતર્ગત 13 નવેમ્બરે પ્રથમ તબક્કા માટે અને 20 નવેમ્બરે બીજા તબક્કા માટે મતદાન થશે. મત ગણતરી અને પરિણામ 23 નવેમ્બરે યોજાશે.
ઝારખંડ ચૂંટણી તબક્કો પહેલો
- ઝારખંડ વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે.
- પ્રથમ તબક્કામાં 43 બેઠકો માટે 13 નવેમ્બરે મતદાન થશે.
- આ માટે 25 ઓક્ટોબર સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે.
- 28 ઓક્ટોબર સુધી ઉમેદવારી પરત ખેંચી શકાશે.
ઝારખંડ ચૂંટણી તબક્કો બીજો
- બીજા તબક્કામાં 38 બેઠકો માટે 20 નવેમ્બરે મતદાન થશે.
- 29 ઓક્ટોબર સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે.
- 1 નવેમ્બર સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે.
- 23 નવેમ્બરે મત ગણતરી અને પરિણામ જાહેર કરાશે.
2.6 કરોડ મતદાતા
ભારત ચૂંટણી પંચ દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2024 માટે રાજ્યમાં 2.6 કરોડ મતદાતા નોંધાયા છે. જેમાં 1.31 કરોડ પુરુષ મતદારો અને 1.29 કરોડ મહિલા મતદાર છે. 18થી19 વર્ષના 11.84 લાખ યુવા નવા મતદારો છે જે પ્રથમ વખત મતદાન કરશે.
ચૂંટણી 2019 : કોઇ પક્ષને બહુમત ન મળ્યો
ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2019 પરિણામ વિશે વાત કરીએ તો કોઇ પક્ષને સ્પષ્ટ બહુમત મળ્યો ન હતો. 81 બેઠકો પૈકી 30 બેઠકો જીતી જેએમએમ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. 25 બેઠક સાથે ભાજપ બીજા સ્થાને હતું. જ્યારે કોંગ્રેસ 16 અને આરજેડીને 1 બેઠક પર જીત મળી હતી. સ્પષ્ટ બહુમત ન હોવાથી જેએમએમ, કોંગ્રેસ, આરજેડી ગઠબંધનની સરકાર બની હતી.
ઇન્ડિયા અને એનડીએ વચ્ચે ટક્કર
ઝારખંડ ચૂંટણી 2024 ઇન્ડિયા ગઠબંધન અને એનડીએ વચ્ચે સીધી ટક્કર છે. મુખ્યમંત્રી હેમંત સોરેનના નતૃત્વમાં ઇન્ડિયા ગઠબંધન એનડીએ સામે ટકરાશે. ઝારખંડ મુક્તિ મોરચો, કોંગ્રેસ, આરજેડી અને વામ પંથી પક્ષો ઇન્ડિયા ગઠબંધન સાથે છે. જ્યારે એનડીએ ગઠબંધનમાં ભાજપ, આજસૂ પાર્ટી, જેડીયૂ, લોજપા આર અને હમ પાર્ટી છે.
આ પણ વાંચો : પ્રિયંકા ગાંધી રાજકીય મેદાને જંગમાં, લડશે ચૂંટણી
ચૂંટણી 2019 પાંચ તબક્કામાં યોજાઇ હતી
ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2024 બે તબક્કામાં જ યોજાશે. જોકે વર્ષ 2019 આ ચૂંટણી પાંચ તબક્કામાં યોજાઇ હતી. 30 નવેમ્બરથી 20 ડિસેમ્બર સુધી પાંચ તબક્કામાં યોજાયેલી ચૂંટણી બાદ 23 ડિસેમ્બરે પરિણામ જાહેર કરાયું હતું.